ચીનમાં 'તાલિબાની' લોકડાઉન:ગર્ભવતી મહિલાઓએ બાળકો ગુમાવ્યાં તો ક્યાંક લોકો ભૂખે મરે છે, દર્દીઓ હોસ્પિટલના દરવાજે મોતને ભેટી રહ્યા છે

વોશિંગ્ટન8 દિવસ પહેલા
  • શિયાન શહેરમાં લોકડાઉન જીવલેણ સાબિત થઈ રહ્યું છે

આ ચીન છે, જ્યાં કોરોનાનો એક કેસ મળતાં જ સમગ્ર શહેરમાં કડક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. એ પણ વિચાર્યું નહોતું કે જેઓ ઘરોમાં બંધ છે તેમનું શું થશે? હોસ્પિટલોમાં સંક્રમિતો સિવાય કોઈને પણ સારવાર મળી રહી નથી. કોઈને હાર્ટ-એટેક આવ્યો ત્યારે તેઓ હોસ્પિટલમાં આવ્યા, પરંતુ સારવાર ન મળતાં તેમનું ત્યાં જ મોત થયું હતું. સગર્ભા સ્ત્રીઓ ડિલિવરી માટે જ્યારે હોસ્પિટલ પહોંચી તો તેમનું બાળક પણ ગર્ભમાં જ મૃત્યુ પામ્યું. જ્યારે કડક પ્રતિબંધાને કારણે કેટલાક લોકો ભૂખથી મરી રહ્યા છે.

કોરોનાના કેસમાં વધારાને કારણે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ચીનના ઝિયાનમાં લોકડાઉન છે.
કોરોનાના કેસમાં વધારાને કારણે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ચીનના ઝિયાનમાં લોકડાઉન છે.

જીવલેણ ઝીરો કોવિડ પોલિસી
શિયાન શહેરમાં લોકડાઉન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. અહીં એક વ્યક્તિ છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં પહોંચી હતી. તે પીડાથી રડતો રહ્યો, પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેને દાખલ કરવાની ના પાડી. તે હોસ્પિટલના દરવાજા પર જ પીડાથી તડપતો રહ્યો અને સ્ટાફ તેને જોતો જ રહ્યો. તે થોડીવાર બાદ મૃત્યુ પામ્યો. તેનો એકમાત્ર દોષ એ હતો કે તે એ વિસ્તારનો રહેવાસી હતો, જેને કોવિડના મીડિયમ જોખમની શ્રેણીમાં રાખવામાં આવ્યો હતો.

એક મહિલાને 8 માસનો ગર્ભ હતો. જ્યારે લેબરપેઇન થયું ત્યારે તે હોસ્પિટલ પહોંચી. ડૉક્ટરોએ તેમને કહ્યું કે તેમનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ માન્ય નથી. એ સમયે મહિલાને બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું. મહિલાનો જીવ તો જેમ તેમ કરીને બચી ગયો, પરંતુ બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું હતું. આવી અસંખ્ય ઘટનાઓ છે.

શિયાન સિવાય, અન્ય ઘણાં શહેરોમાં પણ એક સંક્રમિત મળતાં જ પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે.
શિયાન સિવાય, અન્ય ઘણાં શહેરોમાં પણ એક સંક્રમિત મળતાં જ પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે.

ભૂખ્યાને રોટલાને બદલે લાકડીથી ઢોરમાર
લોકડાઉનમાં એક યુવક પાસે પેટ ભરવા માટે કંઈ નહોતું. ભૂખે તેને પ્રતિબંધોની સાંકળ તોડવા મજબૂર કર્યો હતો. તે રસ્તા પર પહોંચ્યો અને ત્યાં હાજર પોલીસ પાસે ખાવાનું માગ્યું. બદલામાં બે પોલીસકર્મીએ તેને ઢોરમાર માર્યો હતો. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી આ જ સ્થિતિ છે. ઝિયાનમાં 1 કરોડ 30 લાખ લોકો તેમનાં ઘરોમાં બંધ છે. મોટા ભાગના લોકો પાસે જીવનજરુરી ચીજવસ્તુઓ પણ નથી. બાળકોને દૂધ અને વૃદ્ધોને દવા પણ આપવામાં આવતી નથી.

જિનપિંગની જીદ અને પ્રોપગેંડા
રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકાર ઝીરો કોવિડ ઈન્ફેક્શનની નીતિને અનુસરી રહી છે. એ માટે કડક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. એના માટે તો માત્ર કોવિડને રોકવો જરૂરી છે, પછી ભલે લોકો ભૂખ અને અન્ય મુશ્કેલીઓથી મરી જાય. સખતાઈ માટે હજારો કર્મચારીઓ અને સુરક્ષા દળો કંટ્રોલ રૂમથી લઈને શેરીઓમાં તહેનાત છે. સવાલ કરવાનો અધિકાર ચીનમાં પહેલાં પણ નહોતો અને હવે તો એનો સહેજ પણ અધિકાર નથી. એક સરકારી પ્રચાર ચાલી રહ્યો છે - બધું ઠીક છે, કોરોના કાબૂમાં છે.

લોકડાઉનને કારણે ઘરોમાં બંધ લોકો સામે ભૂખે મરવાનો ભય ઊભો થયો છે.
લોકડાઉનને કારણે ઘરોમાં બંધ લોકો સામે ભૂખે મરવાનો ભય ઊભો થયો છે.

આ સરમુખત્યારશાહી નથી તો શું છે?
હૉસ્પિટલના દરવાજે જેના પિતાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું તે છોકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર પીડા વ્યક્ત કરી હતી. સરકારે તેનું એકાઉન્ટ જ બ્લોક કરી દીધું. હવે લોકો કોવિડ સિવાયની અન્ય બીમારીઓથી વધુ મૃત્યુ પામી રહ્યા છે. તેઓ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શી જિનપિંગ સરકાર તેમને નિર્દયતાથી દબાવી દે છે. વુહાનમાં કોવિડથી અસંખ્ય લોકોનાં મૃત્યુ થયાં હતાં, શિયાનમાં ફક્ત ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં 95% પુખ્ત વયના લોકોને સંપૂર્ણ વેક્સિનેટેડ છે. આમ છતાં લોકોને રાહત આપવામાં આવતી નથી. લોકો મરવા માટે મજબૂર બની ગયા છે. 45 હજાર લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

ચીનની સરકારે પહેલા કેટલાક સ્ટોર્સ ખોલ્યા હતા, પરંતુ હવે એ પણ બંધ કરી દેવાયા છે.
ચીનની સરકારે પહેલા કેટલાક સ્ટોર્સ ખોલ્યા હતા, પરંતુ હવે એ પણ બંધ કરી દેવાયા છે.

કર્મચારીઓ પણ મજબૂર
ઝિયાનમાં હેલ્થ કોડ સિસ્ટમ બનાવવામાં આવી હતી, જેથી પોઝિટિવ લોકોને ટ્રેક કરી શકાય. આ સિસ્ટમ પર ખૂબ દબાણ આવી ગયું કે તેણે કામ કરવાનું જ બંધ કરી દીધું. કેટલાક લોકોએ અધિકારીઓને કહ્યું કે તેમની પાસે ખાદ્ય પદાર્થો અને રોજિંદી જરૂરિયાત માટેની કોઈ સામગ્રી નથી, પરંતુ તેઓ પણ મજબૂર છે. કેટલાકે તો સોશિયલ મીડિયા પર કહ્યું- અમે અમારી ફરજ બજાવીએ છીએ. તકલીફ બદલ માફ કરશો. ભોજનની શોધમાં નીકળેલા લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ પર ખૂબ જ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી સરકારની છબિ ખરાબ ન થાય. સરકારી સંદેશ આપી રહી છે- બધું સારું છે....

અન્ય સમાચારો પણ છે...