• Gujarati News
  • International
  • Prefer First Flight Of The Day, Choose Direct Flight Instead Of Connecting And Avoid The Temptation Of Cheap Tickets

ભાસ્કર વિશેષ:દિવસની સૌથી પહેલી ફ્લાઇટને પ્રાધાન્ય આપો, કનેક્ટિંગને બદલે ડાયરેક્ટ ફ્લાઈટ પસંદ કરો અને સસ્તી ટિકિટની લાલચથી બચો

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ પર કર્મચારીઓની અછત, અરાજકતાથી મુશ્કેલી વધી, સાવચેતી વર્તવી જરૂરી

યુરોપ, અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોના હવાઇયાત્રીઓ અનેકવિધ એરપોર્ટસ પર કર્મચારીઓની અછતને કારણે સર્જાયેલી અરાજકતાથી ત્રસ્ત છે. સતત ફ્લાઈટો રદ થઇ રહી છે અથવા અનેક કલાકો સુધી મોડી છે. 20 વર્ષથી ફ્લાઇટ અટેડન્ટ તરીકે કાર્યરત ક્રિસ્ટી કોયરબેલે જણાવ્યું કે આ મારા જીવનનો સૌથી પડકારજનક અને તણાવપૂર્ણ સમય છે.

આવી સ્થિતિ તો અમેરિકામાં 9/11ના આતંકી હુમલા બાદ પણ જોવા નહોતી મળી. કોરોના મહામારીને કારણે એરલાઇન્સ માટે કપરો દોર છે. 12 થી 16 કલાક કામ પછી પણ કામનું ભારણ યથાવત્ છે. બેકઅપ ના હોવાથી ઉડાનો રદ થવાની નોબત આવી છે. આ સ્થિતિને હવાઇયાત્રીઓ પણ સમજે તે જરૂરી છે. 30 હજાર ફૂટની ઊંચાઇ પરની ફ્લાઇટ દરમિયાન મારા મનમાં વિચાર આવે છે કે જો યાત્રીઓ આદતોમાં કેટલાક ફેરફાર કરે તો તેઓની મુશ્કેલીઓ ઘટી શકે છે. પહેલી સલાહ એ છે કે યાત્રીઓ એક કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવાની આદત ટાળે.

તેઓએ લાંબો સમય લઇને ચાલવું જોઇએ. બીજી સલાહ - એક કલાકની અંદર કનેક્ટિંગ ફ્લાઇટનો પણ મોહ છોડી દે, કારણ કે કોઇ સંજોગોને કારણે બીજી ફ્લાઇટ છૂટી તો તમે એરપોર્ટ પર અટકી જશો. તેથી બહેતર વિકલ્પ એ છે કે ઓછામાં ઓછો 3 કલાકનો સમય રાખો અથવા ડાયરેક્ટ ફ્લાઇટ પસંદ કરો. ત્રીજી - દિવસની પહેલી ફ્લાઇટથી મુસાફરી કરવી હિતાવહ છે.

સવારના સમયે એરપોર્ટ પર ટ્રાફિક ઓછો હોવાથી તે ફાયદાકારક છે. આ કારણસર મોટા ભાગની એરલાઇન્સની પહેલી ફ્લાઇટ લેટ થવાની અથવા રદ થવાની સંભાવના ઘટી જાય છે. ચોથી સલાહ છે કે મોંઘા હવાઇ ઇંધણ તેમજ કથળેલી હાલતમાંથી પસાર થઇ રહેલી એરલાઇન્સ લાંબા સમય સુધી સસ્તી ફ્લાઇટ સેવાઓ ઉપલબ્ધ નહીં કરાવી શકે. તેથી સસ્તી ફ્લાઇટને પસંદ કરતા પહેલાં બે વાર વિચારો.

એરલાઇન્સની એપથી અપડેટ રહો, ફ્લાઇટ અટેડન્ટનું મનોબળ ના તોડો
હવાઇયાત્રીઓ જે એરલાઇનથી ફ્લાઇટમાં જઇ રહ્યા છે તેની એપ ચોક્કસપણે ડાઉનલોડ કરો. તે તમને અપડેટ રાખશે અને બિનજરૂરી તણાવથી પણ મુક્ત રાખશે. તમારો લગેજ સ્માર્ટ રીતે પેક કરો. તેનો આકાર જેટલો ઓછો હશે તેટલી મુશ્કેલી ઓછી પડશે. વિમાનને ઇરાદાપૂર્વક ઠંડુ રાખવામાં આવે છે, તેથી ચિંતા ના કરો. તેનાથી મુશ્કેલી છે તો તરત જ જાણ કરો. અંતમાં ફ્લાઇટ અટેડન્ટને તે થાકેલા છે તેવું ના કહો. આવું કહેવાથી તેના મનોબળ અને સેવાને અસર થશે.

અન્ય સમાચારો પણ છે...