દિલ્હીના રસ્તા ઉપર રીક્ષામાં ફર્યા અમેરિકી વિદેશ મંત્રી:માઇલેજના વખાણ કર્યાં, મસાલા ચા પીને ભારતના પ્રવાસને પૂરો કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર દિલ્હીમાં રીક્ષામાં સફર કરી રહેલાં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન છે - Divya Bhaskar
તસવીર દિલ્હીમાં રીક્ષામાં સફર કરી રહેલાં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન છે

ભારતમાં રાયસીના ડાયલોગ અને G-20ની બેઠક માટે પહોંચેલાં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ગઇકાલે દિલ્હીના રસ્તા ઉપર રીક્ષામાં ફર્યાં. જેની શરૂઆત તેમણે અમેરિકાની એમ્બેસીથી કરી. તેમની રીક્ષાને અમેરિકી એમ્બેસીની એક મહિલા અધિકારીએ ચલાવી હતી.

આ દરમિયાન તેમણે રીક્ષાના માઇલેજના વખાણ કર્યાં અને ભારતમાં વિતાવેલાં સમયને શ્રેષ્ઠ ગણાવ્યો. તેમણે રીક્ષામાંથી નીચે ઉતરીને પોતાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું- કોણ કહે છે કે અધિકારીઓનો કાફલો કંટાળાજનક છે?

તસવીરમાં રીક્ષામં બેસીને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને જોઈ શકાય છે.
તસવીરમાં રીક્ષામં બેસીને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને જોઈ શકાય છે.
એન્ટની બ્લિંકને ભારતમાં રહેનાર અમેરિકી સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી
એન્ટની બ્લિંકને ભારતમાં રહેનાર અમેરિકી સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી

મસાલા ચા પીને ચર્ચા કરી
ભારતમાં પોતાના પ્રવાસના છેલ્લાં દિવસે વિદેશ મંત્રી બ્લિંકને દિલ્હીમાં સિવિલ સોસાયટીના લીડર્સ સાથે પણ મુલાકાત કરી મસાલા ચા પીધી અને ચર્ચા કરી હતી. જેની જાણકારી તેમને પોતાને સોશિયલ મીડિયા ઉપર ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરીને આપી

બ્લિકંને ભારતમાં રહેતાં અમેરિકી સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી તેમના કામના વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે આ લોકો બંને દેશની વચ્ચે સંબંધોને મજબૂત કરવામાં મુખ્ય કડી છે.

પરત ફર્યા તે પહેલાં ભારતને મુખ્ય પાર્ટનર કહ્યા

તસવીર ભારતથી પરત ફરી રહેલાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની છે.
તસવીર ભારતથી પરત ફરી રહેલાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની છે.

એન્ટની બ્લિંકને પાછા ફરતી સમયે ભારત અને અમેરિકાની વચ્ચે પાર્ટનરશિપને મુખ્ય ગણાવી. સાથે જ ભારતને G-20ની મેજબાની માટે ધન્યવાદ આપ્યાં. સાથે જ, ઇન્ડો પેસિફિકની સુરક્ષામાં સાથે મળીને કામ કરવાનો વિશ્વાસ અપાવ્યો.

બ્લિંકનની રાઇડ પહેલાં રીક્ષા ચલાવીને અમેરિકી ડિપ્લોમેન્ટ્સે અનેક ચર્ચાનો ભાગ રહ્યા
દિલ્હીમાં સ્થિત અમેરિકી એમ્બેસીની 4 મહિલા અધિકારી ઓટો ચલાવીને ઓફિસ જાય છે. ખાસ વાત એ છે કે તેઓ સરકાર પાસેથી મળેલી બુલેટ પ્રૂફ ગાડીઓ પણ છોડી ચૂકી છે. એનએલ મેસન, રૂથ હોલ્મ્બર્ગ, શરીન જે કિટરમૈન અને જેનિફર બાયવાટર્સના જણાવ્યા પ્રમાણે રીક્ષા ચલાવવી તે એક મિસાલ છે કે અમેરિકી અધિકારી પણ સામાન્ય લોકો જેમ જ છે.

ઓટોને આપ્યો પર્સનલ ટચ, બ્લૂ ટૂથ ડિવાઈસ લગાવી
ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં એનએલ મેસને કહ્યું હતું- મેં ક્યારેય ક્લચવાળી ગાડી ચલાવી નથી. હું હંમેશાં ઓટોમેટિક કાર જ ચલાવું છું, પરંતુ ભારત આવીને રીક્ષા ચલાવવી એક નવો અનુભવ હતો. જ્યારે હું પાકિસ્તાનમાં હતી ત્યારે મોટી અને શાનદાર બુલેટપ્રૂફ ગાડીઓમાં ફરતી હતી. તેમાં જ ઓફિસ જતી હતી, પરંતુ જ્યારે હું બહાર રીક્ષા જોતી હતી ત્યારે એવું લાગતું કે એકવાર તો ચલાવવી જ છે. એટલે જેવી હું ભારત આવી ત્યારે મેં એક રીક્ષા ખરીદી. મારી સાથે રૂથ, શરીન અને જેનિફરે પણ રીક્ષા ખરીદી.

મેસને કહ્યું- મને મારી માતા પાસેથી પ્રેરણા મળી. તે હંમેશાં કઇંક નવું કરતી રહેતી હતી. તેણે જ મને હંમેશાં ચાન્સ લેવાનું શીખવ્યું છે. મારી દીકરી પણ રીક્ષા ચલાવવાનું શીખી રહી છે. મેં રીક્ષાને પર્સનલાઇઝ કરી છે. તેમાં બ્લૂ ટૂથ ડિવાઇસ પણ છે. તેમાં ટાઇગર પ્રિન્ટના પડદા પણ છે.

અન્ય સમાચારો પણ છે...