એક કરોડ 20 લાખની વસતી ધરાવતા તિબેટને દુનિયાની છત કહેવાય છે. અહીં વર્ષોથી વ્યાપેલી ગરીબી હવે દૂર થવા લાગી છે. અહીં 74 કાઉન્ટીમાં રહેતા 6.28 લાખ લોકોને નવી કોલોનીમાં વસાવાઈ રહ્યા છે. ખરેખર તિબેટ સરકારે 2016માં ગરીબી હટાવવા પાછળ 75 અબજ યુઆન(આશરે 82,241 કરોડ રૂપિયા)ની મૂડી લગાવી હતી. તે હેઠળ જુદા જુદા વિસ્તારોમાં નાની નાની કોલોનીઓ બનાવાઈ છે. ખેડૂતોને ખેતી માટે પ્રેરિત કર્યા અને તેમને જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવાઈ. ગોવાળોને પશુપાલન માટે પશુ આપ્યાં. ધીમે ધીમે તેમની રોજગારી વધી. વિચારોમાં પરિવર્તન આવ્યું અને રહેણીકરણી બદલાઈ. હવે ત્યાં અતિ ગરીબીનો અંત આવી ગયો છે. એટલા માટે ખેડૂતો, પશુપાલકો અને અન્ય વ્યવસાય કરનારા લોકોને નવેસરથી વસાવાઈ રહ્યા છે.
તિબેટ દુનિયાની છતના નામે પ્રસિદ્ધ છે
તિબેટનો મોટા ભાગનો હિસ્સો પર્વતો વચ્ચે ઘેરાયેલો છે. તે ‘દુનિયાની છત’ નામે વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીં 2 પ્રાંત છે જેમાં 6 જિલ્લા છે. તેમાં 74 કાઉન્ટી રાષ્ટ્રીય સ્તરવાળી ગરીબ કાઉન્ટીઓ હતી. અહીં રહેનારા લોકોની વાર્ષિક આવક 1500 યુઆન(આશરે 16448 રૂપિયા) હતી જે હવે વધીને 9328 યુઆન(આશરે 1.02 લાખ રૂપિયા) થઈ ચૂકી છે. તિબેટ ચીનનું સ્વાયત્ત ક્ષેત્ર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.