ભાસ્કર વિશેષ:ચીનમાં વસતી સંકટ : લગ્ન માટે થતા રજિસ્ટ્રેશન 17 વર્ષના નીચલા સ્તરે, આ વર્ષે વધુ ઘટાડાની શક્યતા

બેઈજિંગ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘુ મકાન, લાઈફ સ્ટાઈલના ભારણને કારણે યુવાઓમાં લગ્ન અંગે અનિચ્છા વધી

ચીનમાં લોકો ઓછી સંખ્યામાં લગ્ન કરી રહ્યા છે. તેનાથી દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં વસતી સંકટ સર્જાયું છે. તાજેતરમાં જારી ચાઈના સ્ટેટિસ્ટિકલ યર બુક 2021ના આંકડાથી માહિતી મળી છે કે સતત 7 વર્ષથી ચીનમાં લગ્ન માટે રજિસ્ટ્રેશનમાં ઘટાડો નોંધાયો છે.

તે ગત 17 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. આંકડા અનુસાર ચીનમાં 2021ના પહેલા ત્રણ મહિનામાં કુલ 58.7 લાખ યુગલોએ લગ્ન કર્યા જે ગત વર્ષના આ સમયગાળા દરમિયાનથી ઓછાં છે. સરકારી અખબાર ‘ચાઈના ડેઈલી’એ બુધવારે જણાવ્યું કે આશંકા છે કે 2021માં ચીનમાં લગ્ન રજિસ્ટ્રેશનની સંખ્યામાં ઘટાડો યથાવત્ રહેશે.

ચીનમાં વસતી સંકટનું મોટું કારણ પુરુષ અને મહિલા વસતીનું અસંતુલિત પ્રમાણ છે. ચીનમાં સાતમી વસતીગણતરી અનુસાર પુરુષોની સંખ્યા મહિલાઓથી 3.49 કરોડ વધુ છે. તેમાં લગ્નલાયક યુવતીઓની તુલનાએ 20 વર્ષવાળા યુવકોની સંખ્યા 1.75 કરોડ વધુ છે. લગ્નમાં ઘટતા રસનું કારણ મકાન સહિત રહેવાનો વધતો ખર્ચ પણ છે. લગ્ન અને તેના પછી બાળકો પેદા કરવા પર તેમના ઉછેર દરમિયાન પડતી મુશ્કેલીઓથી દૂર રહેવા માગે છે યુવાઓ.

નિષ્ણાત હે યાફૂએ કહ્યું કે લગ્ન અને બાળકોના જન્મ વચ્ચે ગાઢ સંબંધ છે. લગ્ન બાદ પેદાં થયેલાં બાળકોનું પ્રમાણ ઓછું છે. એટલા માટે લગ્ન રજિસ્ટ્રેશનમાં ઘટાડાનો જન્મદર પર નકારાત્મક પ્રભાવ પડવો નક્કી જ છે. આ મામલે તાત્કાલિક ઉપાય કરવા જરૂરી છે.

એવા ઉપાયોમાં સ્થાનિક સરકારો દ્વારા યુવાઓ માટે નિવાસ ખર્ચમાં ઘટાડો એક ઉદાહરણ છે. તેમણે કહ્યું કે યુવાઓને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા લગ્ન અને માતૃત્વ લિવ વધારવી જોઈએ. 60 કે તેનાથી વધુ વયના લોકોની સંખ્યા પહેલાંથી જ 26.4 કરોડના આંકડાને સ્પર્શી ગઈ છે જે કુલ વસતીની 18.7 ટકા છે.

કામનું દબાણ અને મહિલાઓના શિક્ષણ સ્તરમાં ઘટાડાએ ચિંતા વધારી
નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ચીનમાં 80ના દાયકા, 90ના દાયકા અને 2000 બાદની વસતીમાં ઘટાડો થયો છે. યુવાઓમાં લગ્નની ઈચ્છા સામાન્ય રીતે કામના હાઈ પ્રેશર અને મહિલાઓના શિક્ષણના સ્તરમાં ભારે સુધારા અને આર્થિક સ્વતંત્રતા જેવાં કારણોથી ઘટી ગઈ છે. વધુ એક કારણ પુરુષ-મહિલા અસંતુલિત પ્રમાણ પણ છે.

અન્ય સમાચારો પણ છે...