21 વર્ષનો બ્રેડલી...સાથીઓમાં ખાસ, રમૂજી, સ્માર્ટ, પ્રતિભાશાળી હતો. લોકોને હસાવીને તે ખુશ રહેતો. નાટક, રમતગમતમાં હોંશ હોંશે ભાગ લેતો. એટલે જ આખું પરીવાર તેને સપોર્ટ કરતું. પરંતુ મનોરોગની દવાઓ જ તેના માટે ઘાતક બની. એવું બ્રેડલીની માતા એંડ્રિયા સોનેબર્ગનું કહેવું છે. એંડ્રિયા કહે છે, ‘અમે શ્રેષ્ઠ સારવાર કરાવી, પણ બચાવી ન શક્યા.’ એંડ્રિયા તે માટે પોલીફાર્મેસીને દોષિત માને છે. હકીકતમાં અમેરિકામાં માનસિક રોગોનો સારવાર કરનારા ડોક્ટર આડેધડ દવા લખવા લાગ્યા છે.
જૂના ડોક્ટરે કઈ દવા લખી, શરીર પર શું અસર થઈ અને નવી દવાઓનું જૂની દવા સાથે ઇન્ટરેક્શન (પરસ્પર ક્રિયા) થઈ શકે છે તેમ છતાં ડોક્ટરને તેની ચિંતા કરી ન હતી. આ પ્રકારની ખોટી પ્રેક્ટિસને પોલીફાર્મેસી કહે છે. 2017માં અમેરિકામાં 70 હજાર લોકો ઓવરડોઝથી માર્યા ગયા. 2022 સુધી તેની સંખ્યા વધીને 1.1 લાખ સુધી પહોંચી. એંડ્રિયા કહે છે, ‘બ્રેડલીને ઇલાજની જરૂર હતી, પરંતુ ઘણી બધી દવાઓના ખોટા કોમ્બિનેશનથી તેને જીવ ગુમાવવો પડ્યો.’ અમેરિકામાં મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ દ્વારા તપાસ વગર એન્ટી ડિપ્રેસેન્ટ લખી આપવું સામાન્ય છે. તેનું મોટું કારણ વીમા કંપનીઓ પણ છે. કેમકે તે થેરેપી પર વધુ ખર્ચને બદલે દવાથી સસ્તા ઇલાજ માટે વધુ ભાર મૂકે છે.
નિષ્ણાંતો કહે છે, ‘એવું નથી કે દવા કારગર નથી. પરંતુ ઘણી બધી દવા એકસાથે લેવાથી નુકસાન પહોંચે છે.’ અમેરિકામાં ફાર્મા ઈન્ડસ્ટ્રી ડોક્ટર્સ અને સામાન્ય લોકો વચ્ચે ટીવી, મેગેઝીન અને જાહેરાતો થકી મનોરોગની દવાઓની માર્કેટિંગ સફળ રહી છે.
દેશની કોલેજોમાં જઈને યુવાનોને જાગૃત કરતો સોનેનબર્ગ પરિવાર
એંડ્રિયા કહે છે, ‘હું ડોક્ટર, લોબિસ્ટ કે દવા કંપનીની પ્રમુખ નથી. માત્ર દુ:ખી મા છું, જે એટલા માટે લડે છે જેથી અન્ય કોઈને આવી પીડા સબન ન કરવી પડે. મેં જીવનને પોલીફાર્મેસીને ખત્મ કરવા માટે સમર્પિત કર્યું છે. પતિ સાથે મળીને બ્રૈડલી સોનનબર્ગ વેલનેસ ઇનિશિએટિવ હેઠળ દેશની તમામ કોલેજોમાં જાગરૂતતા ફેલાવે છે. હું સ્વાસ્થયની સમસ્યાથી ઝઝૂમતા યુવાઓ સાથે વાત કરુ છું. અમે સીધા દવાથી ઉપચારને બદલે વૈકલ્પિક થેરેપી પર ભાર મૂકવા કહીએ છીએ, આ ઉપરાંત સાંસદો પર દબાણ કરીએ છીએ કે આ ખોટી પ્રેક્ટિસને રોકવા માટે સખત કાયદો બનાવો.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.