પાકિસ્તાનના બોલન જિલ્લામાં પોલીસ વેન ઉપર ધમાકો થયો છે. જેમાં 9 પોલીસ અધિકારીઓનું મોત થયું છે. 15 ઘાયલ જણાવવામાં આવે છે. આ વિસ્તાર બલૂચિસ્તાન પાસે છે. પોલીસે તેને ફિદાઈન હુમલો જણાવ્યો છે. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ જ આ સંપૂર્ણ મામલો સ્પષ્ટ થઈ શકે છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વેન કામ્બરી પુલથી પસાર થઈ રહી હતી. ત્યારે તેમાં ધમાકો થઈ ગયો. ઘટનાસ્થળે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ફોર્મ હાજર છે. છેલ્લાં 2 મહિનામાં પોલીસ ઉપર ચોથીવાર આવો મોટો હુમલો થયો છે.
ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા
દુર્ઘટનામાં ઘાયલ પોલીસ અધિકારીઓનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે. તેમને સારવાર માટે હેલિકોપ્ટરમાં બોલનથી ક્વેટા હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યાં છે. ક્વેટાની બધી હોસ્પિટલને હાઈ એલર્ટમાં રાખવામાં આવી છે. મૃત્યુ પામનાર પોલીસનો આંકડો વધવાની પણ શક્યતાઓ છે.
કોઈએ જવાબદારી લીધી નથી
બલૂચિસ્તાના CM અબ્દુલ કુદ્દુસ બિજેન્જોએ તેને આતંકી હુમલો જણાવ્યો છે. તેમણે કહ્યું- આતંકી પોતાના હેતુને સફળ કરવા માટે આવા હુમલાઓ કરી રહ્યો છે. તે માણસાઈનો દુશ્મન છે. જોકે, આ ઘટનાની અત્યાર સુધી કોઈ આતંકી સમૂહે જવાબદારી લીધી નથી, પરંતુ સીધી અને પહેલી શંકા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે TTP ઉપર છે. એવું એટલાં માટે કેમ કે TTP પહેલાં પણ પાકિસ્તાન પોલીસ ઉપર મોટાં હુમલાઓ કરી ચૂક્યું છે.
પોલીસ ઉપર TTPના 3 મોટા હુમલા...
પહેલોઃ ઇસ્લામાબાદ, 23 ડિસેમ્બર 2022
23 ડિસેમ્બર 2022ના રોજ ઇસ્લામાબાદના રેડ ઝોનમાં પોલીસે રૂટિન ચેક માટે એક ટેક્સીને રોકી ત્યારે ડ્રાઇવરે પોતાને બોમ્બથી ઉડાડી દીધો. આ હુમલામાં એક ઓફિસર સહિત કુલ 4 પોલીસ અધિકારીઓ માર્યા ગયાં. 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં. પછી ઓફિસરોએ જણાવ્યું કે પોલીસની સાવધાનીથી ઇસ્લામાબાદમાં મોટો હુમલો થવાથી બચી ગયો. ઇસ્લામાબાદની પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે આતંકી ઘણાં સમયથી પોલીસનું મનોબળ ઓછું કરવા માટે તેમને ટાર્ગેટ કરી રહ્યા છે.
બીજોઃ પેશાવર, 30 જાન્યુઆરી 2023
30 જાન્યુઆરીએ પેશાવરની પોલીસ લાઇન્સની મસ્જિદમાં ફિદાઈન હુમલો થયો હતો. ત્યારે બપોરની નમાઝના સમયે મસ્જિદમાં લગભગ 500 લોકો હાજર હતાં. ફિદાઈન હુમલાવર વચ્ચેની એક લાઇનમાં બેઠો હતો. તેણે પોતાને બોમ્બથી ઉડાડ્યો. 110 પોલીસવાળા માર્યા ગયાં.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)એ હુમલાની જવાબદારી લીધી. આર્મીએ વિસ્તારને ઘેરી લીધો હતો, કેમ કે તેની નજીક જ આર્મીની એક યૂનિટની ઓફિસ પણ હતી. વિસ્તારમાં TTPનો ખાસ દબદબો છે અને આ સંગઠને હુમલાની ધમકી પણ આપી હતી.
ત્રીજોઃ કરાચી, 18 ફેબ્રુઆરી 2023
કરાચીમાં થોડા આતંકીઓએ પોલીસ હેડક્વાર્ટર ઉપર હુમલો કરી દીધો. હુમલામાં એક પોલીસ ઓફિસર, એક રેન્જર સહિત 4 લોકોના મોત થયા છે. 18 લોકો ઘાયલ થયા છે. ત્રણ આતંકી પણ માર્યા ગયાં.
શરાહ-એ-ફૈસલ વિસ્તારમાં સ્થિત 5 માળના પોલીસ હેડક્વાર્ટરમાં સાંજે લગભગ 7 વાગે થોડાં આતંકી ઘુસી ગયાં. આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી કરી. આ મામલો 4 કલાક સુધી ચાલ્યો. હુમલાની જવાબદારી TTP એ લધી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.