ફિલિપાઇન્સ:ધોળા દિવસે ધડાધડ ફાયરિંગ કરી પોલીસકર્મીની જાહેરમાં હત્યા, જુઓ કમકમાટીભર્યાં CCTV ફૂટેજ

4 મહિનો પહેલા

ફિલિપાઇન્સના તરલાક સિટીમાં ધોળા દિવસે એક પોલીસકર્મીની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, માઇકલ મૌન નામનો એક પોલીસકર્મી કાર ઊભી રાખે છે. આ દરમિયાન બીજી કારમાંથી બે લોકો નીચે ઊતરી પોલીસકર્મીની કાર પર મશીન ગનથી ધડાધડ ફાયરિંગ કરે છે અને ત્યાંથી ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, આ ગોળીબારમાં પોલીસકર્મીનું ઘટના સ્થળે મોત થયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ આ હુમલા અંગે તપાસના આદેશ આપ્યા છે અને આરોપી યુવકોની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...