• Gujarati News
  • International
  • Police Will Track Crime Trends From Friend List On Social Media, 8 Software Companies Tracking Millions Of Users

ભાસ્કર વિશેષ:સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ લિસ્ટથી ક્રાઇમ ટ્રેન્ડ શોધશે પોલીસ, 8 સોફ્ટવેર કંપનીઓ લાખો યુઝર્સનું ટ્રેકિંગ કરે છે

લોસ એન્જેલસ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં લોસ એન્જેલસ પોલીસ ઓનલાઈન જાસૂસી કરી રહી છે

ગુના પર નિયંત્રણ અને ગુનો બનતા ગુનેગારોની ધરપકડ માટે અમેરિકાની લોસ એન્જેલસની પોલીસે ઓનલાઈન જાસૂસી શરૂ કરી છે. તેમાં સોશિયલ મીડિયા કંપનીઓ જેમ કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના લાખો યુઝર્સનું ટ્રેકિંગ કરાઈ રહ્યું છે. લોસ એન્જેલસ પોલીસની આ ઓનલાઈન જાસૂસીનો તાજેતરમાં જ ખુલાસો થયો છે. પોલીસની 8 સોફ્ટવેર કંપનીઓ સોશિયલ મીડિયા પર યુઝર્સની પોસ્ટ, લાઇક અને શેરને ટ્રેક કરે છે. તેની મદદથી ડેટા તૈયાર કરાય છે.

તેનાથી સર્વેલન્સવાળા યુઝર્સના ફ્રેન્ડ લિસ્ટથી પણ એક ચેન તૈયાર કરાય છે. એટલે કે જો કોઈ યુઝર્સનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન પણ હોય તો તેની ફ્રેન્ડ લિસ્ટમાં પણ કોઈ એવી પોસ્ટ કરી હોય જેનાથી તેના ક્રાઈમ સંબંધિત હોવાના સંકેત મળે તો તેને શંકાસ્પદ માની તપાસ કરવામાં આવી શકે છે. સોફ્ટવેર કંપનીઓ તેના માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એલ્ગોરિધમનો મુખ્ય રૂપે ઉપયોગ કરે છે.

યુઝર્સની પ્રાઈવેટ અને પબ્લિક ચેટ પર પણ સર્વેલન્સ કરવામાં આવે છે. લોસ એન્જેલસમાં વધતા ક્રાઈમ રેટને કારણે પોલીસે આ રીત અપનાવી છે પણ પોલીસે જાહેરમાં તેનો સ્વીકાર કર્યો નથી.

અમેરિકામાં કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર ઈન્સ્ટાગ્રામની અસરની તપાસ થઇ રહી છે
અમેરિકાનાં જુદાં જુદાં રાજ્યોમાં ઈન્સ્ટાગ્રામની કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરની તપાસ શરૂ કરાઇ છે. અમેરિકાનાં 8 રાજ્યોના એટર્ની જનરલ ફેસબુકની કંપની ઈન્સ્ટાગ્રામની કિશોરો અને બાળકો પર થતી અસરના જુદા જુદા પાસાઓની તપાસ કરી રહી છે. તેમાં બોડી ઈમેજનો મુદ્દો પ્રમુખ છે. ફેસબુકના અમુક પૂર્વ કર્મચારીઓએ કંપની પર બાળકોની સુરક્ષાની અવગણના કરવાનો આરોપ મૂકી દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમાં કહેવાયું હતું કે કંપની નફાને પ્રાધાન્ય આપે છે.

અન્ય સમાચારો પણ છે...