તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકા:કોલંબસમાં ચાકૂથી હુમલાનો પ્રયાસ કરતી અશ્વેત યુવતીને પોલીસે 4 ગોળી ધરબી દીધી, ઘટના બૉડી કૅમમાં કેદ

2 મહિનો પહેલા

અમેરિકાના કોલંબસમાં મંગળવારે પોલીસે એક અશ્વેત છોકરીની ગોળી મારીને હત્યા કર્યાની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ, પોલીસને ચાકૂથી હુમલો થવાની માહિતી મળી હતી. આ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં બે લોકો પર ચાકૂથી હુમલો કરવાનો પ્રયત્ન કરતી છોકરીને 4 ગોળી ધરબી દીધી હતી. મહત્ત્વનું છે કે, મૃતક મેખિયા બ્રાયંટ નામની યુવતીની ઉંમર 15-16 વર્ષ જ હતી. પોલીસે પ્રોટોકોલ તોડીને વહેલાં બોડી કેમ વીડિયો જાહેર કર્યો હતો. આ ઘટના અંગે અધિકારીઓએ ગોળી મારનાર પોલીસકર્મી સામે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...