નેપાળની રાજધાની કાઠમંડુમાં સંસદની નજીક પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પ્રદર્શનકારીઓ અમેરિકા તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવેલ માળખાકીય સુવિધા કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા હતા, જેને સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. પોલીસ સાથેની અથડામણમાં કેટલાક પ્રદર્શનકારીઓ ઘાયલ પણ થયા હતા.
કેમ થઈ રહ્યો છે વિરોધ?
મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન (MCC) અમેરિકાની સરકારની એક સહાયક એજન્સી છે. આ એજન્સી 2017માં નેપાળને 50 કરોડ ડોલરનું ભંડોળ આપવા માટે સંમત થઈ હતી. આ ભંડોળથી નેપાળમાં 300 કિમીની વીજળી ટ્રાન્સમિશન લાઈન નાંખવામાં આવશે. આની સાથે રસ્તાની સુવિધાઓ સારી કરવા માટે પણ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે.
ભારત નેપાળને જોડતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ સામેલ છે. આ સહાયની રકમ પરત પણ કરવાની નથી. પરંતુ, વિરોધીઓનું કહેવું છે કે કે સમજુતીમાં સુધારો થવો જોઈએ કારણ કે તેની કેટલીક જોગવાઈથી નેપાળના સાર્વભૌમત્વને જોખમ થઈ શકે છે.
વિરોધીઓનું કહેવું છે કે આ સમજુતી ચીનની અસરને ઓછી કરવા માટે કરવામાં આવી રહી છે, જ્યારે નેપાળ કોઈપણ દેશની વિરુદ્ધ જવા નથી માંગતુ. તે બધીના સાથે સારા સંબંધ જાળવી રાખવા ઈચ્છે છે. અમેરિકા આ મદદના બહાને નેપાળમાં પોતોના સૈન્ય અડ્ડાઓ બનાવી શકે છે. ચીનને રોકવા માટેની આ તેની રણનીતિ છે.
2.4 કરોજ લોકોના ફાયદો થશે
ભારે વિરોધ છતાં કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન જ્ઞાનેન્દ્ર બહાદુર કાર્કીએ સંસદમાં એગ્રીમેન્ટ રજુ કર્યો અને કહ્યું કે નેપાળની 3 કરોડ વસ્તીમાંથી 2.4 કરોડ લોકોને આ પ્રોજેક્ટથી ફાયદો થશે. તેમણે કહ્યુ હતુ કે આ સહાય દેશના સામાજીક-આર્થિક વિકાસ માટે એક મહત્વપુર્ણ પગલું હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.