• Gujarati News
  • International
  • Police Beat And Killed Women Protesters, Detention Of More Than 1,300 Ukraine War Continues For 7 Months. Meanwhile, Russian President Vladimir Putin On September 21 In Four Regions Of Ukraine

રશિયાનાં 38 શહેરોમાં પુતિનની વિરુદ્ધમાં પ્રદર્શન:પોલીસે મહિલા પ્રદર્શનકારીઓને ઘસેડીને માર્યા, 1,300થી વધુ લોકોની અટકાયત

12 દિવસ પહેલા

રશિયા-યુક્રેન યુદ્ધ 7 મહિનાથી ચાલુ છે. એ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિનિર પુતિને 21 સપ્ટેમ્બરે યુક્રનના ચાર વિસ્તારોમાં 3 લાખ રિઝર્વ સૈનિકોને તહેનાત કરવાની જાહેરાત કરી. તેમની આ જાહેરાત પછી જ દેશભરમાં પ્રદર્શન શરૂ ઝઇ ગયાં. પોલીસે હજારો લોકોની અટકાયત કરી છે.

રિપોર્ટ્સ અનુસાર યેકાતેરિનબર્ગ સમેત કેટલાક શહેરોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે લોકોને શાંતિ જાળવી રાખવા અને ઘરે પાછા ફરવાની અપીલ કરી હતી. પ્રદર્શન ઉગ્ર થયા બાદ પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો.

હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતર્યા
વિરોધ પ્રદર્શન અને પોલીસ સાથે થયેલા ઘર્ષણના કેટલાક વીડિયો વાઇરલ થયા છે. તેમાં પોલીસ લોકોને મારતા જોઇ શકાય છે. રિપોર્ટ્સ અનુસાર પોલીસ પ્રોટેસ્ટ કરી રહેલી મહિલાઓ સાથે નિર્દયતાપૂર્વક મારપીટ કરતી જોવા મળી. એક વીડિયોમાં કેટલાક પોલીસ ઓફિસર એક મહિલાને ઘસેડતા જોવા મળ્યા.

એક અન્ય વીડિયોમાં જોઇ શકાય છે કે હજારોની સંખ્યામાં લોકો સડક પર માર્ચ કરી રહ્યા છે. 'નો ટુ વોર'નાં સૂત્રો લગાવી રહ્યા હતા. સ્કાય ન્યૂઝ અનુસાર મોસ્કોમાં સેન્ટ પીટરબર્ગ સમેત 38 શહેરોમાં પ્રદર્શન કરી રહેલા આશરે 1,371 લોકોની અટકાયત કરવામાં આવી છે.

NATOએ અણુબોમ્બ હુમલાની ધમકી આપી-પુતિન
પ્રેસિડેન્ટ પુતિને 3 લાખ સૈનિકોને તહેનાત કરવાની જાહેરાત પહેલાં પશ્ચિમના દેશો પર 'ન્યૂક્લિયર બ્લેકમેલ'નો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે નાટોના કેટલાક મોટા નેતા રશિયાની વિરુદ્ધ અણુશસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા છે.

પુતિને કહ્યું- જો પશ્ચિમના દેશો પરમાણુ હથિયારના ઉપયોગને લઇને બ્લેકમેલ કરશે તો રશિયા પણ તેનો પૂરી તાકાતથી જવાબ આપશે. અમે અમારા દેશની રક્ષા માટે કોઇ પણ હદ સુધી જઇ શકીએ છીએ. એટલા માટે પુતિને સેનાના મોબિલાઇઝેશનને લઇને એક ડિક્રી પર સાઇન કરી છે.

યુદ્ધના આરંભથી જ પુતિન વિરોધનો સામનો કરી રહ્યા છે

24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. પુતિન હજુ સુધી આને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન બતાવતા આવ્યા છે. યુદ્ધની શરૂઆતથી જ પુતિનના વિરોધ સામે માત્ર રશિયામાં જ નહીં, બલકે દુનિયાનાં ઘણા દેશોમાં વિરોધ પ્રદર્શન થયાં. ન્યૂયોર્ક અને જર્મનીમાં પણ લોકો રસ્તા પર ઊતર્યા હતા.

વોશિંગ્ટનમાં લોકોએ રશિયન દૂતાવાસ સામે પ્રદર્શન કર્યાં. હજારો લોકોએ મેનહટનના રસ્તા પર યુક્રેનનો ધ્વજ લપેટી અને તકતીઓ હાથમાં લઇને વિરોધ પ્રદર્શન કર્યાં. જર્મની રાજધાની બર્લિનમાં પણ રશિયાના હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યાં. જાપાન, હંગેરી, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા સમેત બીજા કેટલાય દેશોના લોકો યુક્રેન પર હુમલાની સખત નિંદા કરી રહ્યા છે.