શ્રીલંકાનું સંકટ:PM વિક્રમસિંઘેએ કહ્યું- દેશવાસીઓ સમક્ષ ખોટું નહીં બોલું, 2 મહિના સાથ આપે- અમારી પાસે 1 દિવસનું જ પેટ્રોલ

કોલંબોએક મહિનો પહેલા

ગંભીર આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ નાઈટ કર્ફ્યૂ લગાડવાની જાહેરાત કરી છે. આ સોમવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 5 વાગ્યા સુધી, એટલે કે 9 કલાક લાગુ રહેશે. આ નિર્ણય સોમવારે સવારે લેવાયો. જે બાદ મોડી સાંજે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ દેશને સંબોધન કર્યું અને હાલની સ્થિતિની તસવીર સામે રાખી.

વિક્રમસિંઘેએ કહ્યું- અમારા દેશની પાસે માત્ર એક દિવસનું જ પેટ્રોલ વધ્યું છે. અમે સ્થિતિને સુધારવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. એક વર્ષમાં 45 અબજ ડોલરનું નુકસાન સહન કરનાર શ્રીલંકન એરલાઈન્સને હવે પ્રાઈવેટ સેક્ટરને સોંપી દેવામાં આવશે.

વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિને હટાવવાની માગનું કર્યું હતું સમર્થન
શ્રીલંકામાં દરરોજ કંઈકને કંઈક નવું થઈ રહ્યું છે. ગત દિવસોમાં વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને હટાવીને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ રાનિલ વિક્રમસિંઘેને નવા વડાપ્રધાન બનાવ્યા છે. હવે નવા PM વિક્રમસિંઘે તે આંદોલનકારીઓના સમર્થનમાં ઉતરી આવ્યા છે, જેઓ શ્રીલંકાને આર્થિક સંકટમાં ધકેલવા માટે રાષ્ટ્રપતિ ગોતાબાય રાજપક્ષેને જવાબદાર ગણાવીને તેમનું રાજીનામું માગી રહ્યાં છે.

શ્રીલંકા પોલીસે 9 મેનાં રોજ થયેલી હિંસામાં 200થી વધુ સંદિગ્ધની ધરપકડ કરી છે. પોલીસે મીડિયા પ્રવક્તાને જણાવ્યું કે 230 લોકોની ધરપકડ કરાઈ છે. આ મામલે વાહન અને સંપત્તિને નુકસાનના લગભગ 707 કેસ નોંધાયા છે.

શ્રીલંકા પર ફરી LTTEનો ખતરો
શ્રીલંકા લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ એટલે કે LTTEના હુમલાનો ખતરો જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતીય ગુપ્તચર એજન્સીએ શ્રીલંકાના રક્ષા મંત્રાલયને આ અંગેના ઈનપુટ આપ્યા છે. ભારતીય ઈનપુટ મુજબ 18 મેનાં રોજ LTTE કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે.

ભારત તરફથી ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ શ્રીલંકાએ પોતાની સુરક્ષા વધારી દીધી છે. શ્રીલંકાનું કહેવું છે કે તેઓ પણ આ મામલે તપાસ કરશે.

વિપક્ષે કહ્યું- દેશની હાલની સ્થિતિ 1991ના ભારત જેવી
શ્રીલંકામાં વિપક્ષના સાંસદ હર્ષા ડી સિલ્વાએ દેશની હાલની સ્થિતિને ભારતમાં 1991માં જોવા મળેલા આર્થિક સંકટ જેવી ગણાવી છે. તેમને કહ્યું શ્રીલંકા આ સંકટમાંથી બહાર નીકળશે અને એ ત્યારે જ શક્ય બનશે જ્યારે અહીંના રાજકીય પક્ષો એક સાથે ઊભા રહેશે.

તેમને કહ્યું- તે સમયે ભારતીય રાજકીય પાર્ટી એકજૂથ હતી, જેના કારણે તેઓ આ સંકટમાંથી બહાર આવી ગયા. શ્રીલંકામાં પણ એવું ત્યારે જ થશે જ્યારે અહીંના રાજકીય પક્ષો એક સાથે ઊભા રહેશે. જો પાર્ટી અલગ થઈ જાય તો યોજના નિષ્ફળ થઈ જાય છે. અહીંના રાષ્ટ્રપતિ રાજકીય પક્ષોને એક સાથે આવે તે માટે તૈયાર કરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...