મોદીની અમેરિકા મુલાકાત:7 વર્ષમાં ત્રીજા US પ્રેસિડન્ટ સાથે મુલાકાત કરશે વડાપ્રધાન, ઓબામાની તુલનાએ ટ્રમ્પ સાથે વધુ સારી રહી છે કેમિસ્ટ્રિ

વોશિંગ્ટનએક મહિનો પહેલા

અમેરિકાની યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળશે. બાઈડેને 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. જે બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે બંને નેતા આમને-સામને બેસીને વાત કરશે. બંને દેશો માટે એકસરખા પડકારો છે. બંને દેશોમાં કોવિડનો કહેર સંપૂર્ણપણે હજુ સુધી શાંત થયો નથી. ઝડપથી વેક્સિનેશન પાર પાડવાનો પડકાર છે. અને તાજા અને એકસરખી ચેલેન્જ અફઘાનિસ્તાનથી સામે આવી રહી છે. જોવાનું રહેશે કે બાઈડેન અને મોદી આ મામલે કયાં સુધી સહમતિ સાધી શકે છે.

પહેલાં શેડ્યૂલમાં મીટિંગનું કોઈ આયોજન ન હતું
મોદીની અમેરિકાની યાત્રાનો કાર્યક્રમ જ્યારે બન્યો હતો ત્યારે એવું નિશ્ચિત ન હતું કે બાઈડેન અને PM વચ્ચે કોઈ બાઈલેટ્રલ વાતચીત થશે. અનેક દિવસો પછી વ્હાઈટ હાઉસે આ કાર્યક્રમ પર મહોર મારી અને કહ્યું- પ્રેસિડન્ટ બાઈડેન વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે બેઠક કરશે. બાદમાં બાઈડેને વીકલી શેડ્યૂલમાં પણ તેને સામેલ કર્યું અને પછી ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મુલાકાતની પુષ્ટિ આપી હતી.

વડાપ્રધાન બે વર્ષ પછી અમેરિકાની મુલાકાતે ગયા છે. આ પહેલાં તેઓ 2019માં અમેરિકા ગયા હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા.
વડાપ્રધાન બે વર્ષ પછી અમેરિકાની મુલાકાતે ગયા છે. આ પહેલાં તેઓ 2019માં અમેરિકા ગયા હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા.

ભારતનું મહત્વ
આમ તો મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા છે, પરંતુ તમે જો તેમના શેડ્યૂલ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે આ યાત્રાનું કૂટનીતિક મહત્વ પણ ઘણું જ છે. આ વાતને ત્રણ પોઈન્ટમાં સમજી શકીએ છીએ.

1. ક્વોડમાં ચાર દેશ છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન. ચારેય દેશોને જો કોઈ પડકાર અને ખતરો છે તો તે છે ચીન. તેથી ચારેય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વર્ચ્યુઅલ મીટિંગના બદલે વોશિંગ્ટન પહોંચ્યા છે.

2. બાઈડેન અને કમલા હેરિસ બંને જ ક્વોડ દેશોના નેતાઓને મળવાના છે. જાહેર છે કે હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ચીન દબદબો કાયમ કરવાની રમત રમી રહ્યું છે, નાના દેશોને ધમકી આપે છે ત્યારે તેનો સીધો જ મુકાબલો કરવામાં આવશ.ે

3. મોદી આ પહેલાં અમેરિકાના બે રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પની સાથે કામ કરી ચુક્યા છે. બાઈડેન એડમિનિસ્ટ્રેશને અત્યાર સુધીમાં ભારત પ્રત્યે આ જ વલણ અપનાવ્યું છે જે રિપબ્લિકન ટ્રમ્પનું હતું. હાલમાં વોશિંગ્ટને પોસ્ટે લખ્યું હતું- ભારતને લઈને રિપબ્લિકન અને ડેમોક્રેટ્સનું વલણ એક સરખું જ છે.

ચીન અને પાકિસ્તાનની નજર મોદી અને બાઈડેનની મુલાકાતમાં શું થશે અને શું જણાવવામાં આવશે તેના પર સૌથી વધુ નજર ચીન અને પાકિસ્તાન રાખી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત ભવિષ્યમાં પણ અફઘાનિસ્તાનમાં મોટો રોલ પ્લે કરે. જો કે હાલ તે શક્ય નથી કેમકે તેના માટે પહેલાં તાલિબાન સરકારને સ્વીકારવી પડશે અને હજુ સુધી વિશ્વના ઘણાં દેશોએ તેમને માન્યતા આપી નથી.

ચીન અને પાકિસ્તાનની નજર અફઘાનિસ્તાનના પ્રાકૃતિક સંસાધનો અને ખાણો પર છે. એક ખતરો ડ્રગ ટ્રેડનો પણ છે જેના માટે વિશ્વના લોકો ચિંતા સેવી રહ્યાં છે. અમેરિકા તાલિબાન સત્તા પર આવતા અફઘાનિસ્તાનના તમામ ફંડ્સ પર પ્રતિબંધ મુક્યો છે. જો કે દુનિયાના રિએક્શનનો ડર આ બંને દેશોને પણ છે. આ કારણ જ છે કે ચીન અને પાકિસ્તાન વાતો તો ઘણી કરે છે પરંતુ તાલિબાનને માન્યતા આપવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...