વેટિકનમાં મોદી:ભારત આવવા PM મોદીએ આપેલું આમંત્રણ પોપ ફ્રાન્સિસે સ્વીકાર્યું; કોરોના સમયે વિશ્વને મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી

ઈટાલી3 મહિનો પહેલા
વડાપ્રધાન મોદીએ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીમાં રોમની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસનો બીજો દિવસ છે. તેમણે વેટિકન સિટી પહોંચી કેથોલિક ક્રિશ્ચિયન્સના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાંસિસ અને સેક્રેટ્રી ઓફ સ્ટેટ કાર્ડિનલ પિએત્રો પારોલિન સાથે મુલાકાત કરી હતી. પોપ ફ્રાંસિસ સાથે PMની આ પ્રથમ મુલાકાત હતી. PM મોદીએ પોપ ફ્રાંસિસને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. મોડી સાંજે રોમમાં ઉપસ્થિત રહેલા સચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું કે પોપ ફ્રાંસિસે PMનું આમંત્રણ સ્વીકારી લીધુ છે અને ટૂંક સમયમાં ભારતનો પ્રવાસ કરશે. પોપે કોરોના સંક્રમણ સમયે અન્ય દેશોની મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી છે. બન્ને વચ્ચે COVID-19 મહામારી બાદ લોકો સામે આવેલી મુશ્કેલી અંગે વાતચીત થઈ હતી.

મોદી અને પોપ સાથેની મુલાકાત દરમિયાન બંને વચ્ચે જળવાયુ પરીવર્તન, ગરીબી અને દુનિયાને વધુ સારી બનાવવા બાબતે વાતચીત થઈ હતી. વડાપ્રધાન મોદી અને પોપ વચ્ચેની 1 કલાક સુધી બેઠક ચાલી હતી,જ્યારે મુલાકાતનો સમય 20 મિનિટ જ નક્કી કરવામાં આવ્યો હતો. જણાવીએ કે વેટિકન સિટીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ મોદી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાતમાં ગરીબી અને જળવાયુ પરીવર્તન જેવા મુદાઓ પણ લાંબી વાતચીત થઈ હતી.
વડાપ્રધાન મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાતમાં ગરીબી અને જળવાયુ પરીવર્તન જેવા મુદાઓ પણ લાંબી વાતચીત થઈ હતી.
વડાપ્રધાન મોદીના એક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ પોપ સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદીના એક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ પોપ સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પીએત્રો પેરોલિન સાથે પણ મુલાકાત કરી હતી. પોપ સાથેની બેઠક વિદેશ મંત્રાલય તરીકે વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમનો ભાગ ન હતી. આ અંગે કોઈ માહિતી આપી ન હતી. પોપનો અંતિમ ભારત પ્રવાસ વર્ષ 1999માં થયો હતો જ્યારે અટલ બિહારી વાયપેયી વડાપ્રધાન હતા અને પોપ જોન પોલ દ્રીતીય ભારત પ્રવાસે આવ્યા હતા.

મૈક્રોં સાથે મહત્વની મુલાકાત
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોં સાથે મોદીની મુલાકાત ઘણી જ મહત્વની મનવાં આવી રહી છે. બંનેની વચ્ચે ગયા મહિને 'આકસ' (AUKUS) બાબતે વાતચીત થઈ હતી. જો કે ત્યારે આ વાતચીત ફોન પર થઈ હતી. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સબમરીન ડીલ બાબતે ઘણી મથામણ ચાલી રહી હતી અને તેની અસર સીધી જ ક્યાંક ને ક્યાંક AUKUS પર થતી જણાઈ રહી હતી. જો કે જો બાઇડેન અને મૈક્રોં વચ્ચે વાતચીત થઈ ગઈ છે અને આ મામલો હવે શાંત થતો નજરે પડી રહ્યો છે.

રોમમાં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરતાં વડાપ્રધાન મોદી.
રોમમાં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરતાં વડાપ્રધાન મોદી.

મોદીના પ્રયાસ રહેશે કે કોઈપણ રીતે AUKUS દેશોની વચ્ચે મતભેદ ન થાય, કારણ કે જો એવું થાય છે તો ચીન હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં તેનો ફાયદો ઉઠાવી શકે છે અને કોઈપણ દેશ એવું નહીં ઈચ્છે. મોદી-મૈક્રોં સાથેની મુલાકાતમાં પણ પરસ્પર સંબંધો પર વિસ્તારથી વાતચીત થવાનું નક્કી છે.

ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સાથે મુલાકાત કરતાં PM મોદી.
ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સાથે મુલાકાત કરતાં PM મોદી.

ભાજપને ગોવા અને કેરળમાં મળી શકે છે ફાયદો
જાણકારી મુજબ, ગોવામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પ્રવાસ રાજકીય રીતે પણ મહત્ત્વનો છે, કારણ કે ગોવામાં ઈસાઈ સમુદાય એક મહત્ત્વપૂર્ણ સમર્થનનો આધાર છે. પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે રાજયની વસતિના લગભગ અડધો ભાગ છે અને ભાજપ એક મજબૂત રાજકીય તાકાત તરીકે સામે આવવા માટે ઇસાઇઓનું સમર્થન મેળવવા માગે છે. જણાવીએ કે કેરળમાં ભાજપને સફળતા મળી ન હતી. આ પ્રવાસ દ્વારા ભાજપને દેશનાં અન્ય રાજ્યોમાં પણ ચૂંટણીલક્ષી લાભ મળી શકે છે.

PM મોદીનો કાર્યક્રમ

5:35 વાગે G-20 શિખર સંમેલનમાં સ્વાગત અને સામૂહિક ફોટો કાર્યક્રમમાં ભાગ લેશે

6:10 વાગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે

PM મોદી 29થી 31 ઓકટોબર સુધી ઈટાલીના પ્રવાસે
જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીના આમંત્રણ પર 29થી 31 ઓકટોબર સુધી રોમ, ઈટાલી અને વેટિકન શહેરના પ્રવાસ પર છે. શુક્રવારે ઈટાલી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ PM મોદીએ ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સાથે મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...