તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PMનો અમેરિકા પ્રવાસ:વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે, પ્રથમ વખત જો બાઇડન સાથે મુલાકાત કરશે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં રહેશે ઉપસ્થિત

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • વડાપ્રધાન મોદીની છેલ્લે 2019માં અમેરિકા ગયા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે આ પ્રવાસ માટેની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદીની મુલાકાતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે કાર્યક્રમ હજુ ફાઇનલ થવાનો બાકી છે. પ્રારંભિક યોજના અનુસાર, માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાની મુલાકાત લઈ શકે છે.

વડાપ્રધાન મોદીની છેલ્લી અમેરિકા મુલાકાત 2019માં થઈ હતી. આ દરમિયાન મોદી અને યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. PM મોદીની અમેરિકાની મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ તાલિબાન સાથેના સંબંધો અંગે અનિશ્ચિતતા બનેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે.

વડાપ્રધાન મોદીએ 2019માં અમેરિકામાં હ્યુસ્ટનમાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ 2019માં અમેરિકામાં હ્યુસ્ટનમાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું.

વોશિંગ્ટનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરે આ ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રને સંબોધન કરી શકે છે. તાલિબાનના કબજા પછી રાજકીય સંકટનો સામનો કરી રહેલો અફઘાનિસ્તાન આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં મહત્ત્વનો મુદ્દો બની શકે છે.

QUAD દેશોની પણ મળી શકે છે બેઠક
આ વર્ષે જાન્યુઆરીમાં જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ અમેરિકાનો પ્રવાસ હશે. આ પહેલાં વર્ચ્યુઅલ રીતે બંને નેતાઓ વચ્ચે QUAD અને G-7 બેઠકોમાં મુલાકાત થઈ ચૂકી છે. વોશિંગ્ટનમાં મીડિયા સાથે વાતચીતમાં વિદેશસચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ સંકેત આપ્યા હતા કે QUAD દેશો (ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા)ની પણ બેઠક મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં પગલાં પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્યા છે.