આમને-સામને થશે મોદી-ઇમરાન:PM મોદી SCO સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આતંકવાદ મુદ્દે કરશે સંબોધન, તાલિબાનનો ઉલ્લેખ કરશે નહીં

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન મોદી આ સમિટમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર શાંઘાઈ કોર્પોરેશન સમિટ (SCO)માં આતંકવાદ પર વાત કરશે. એવી અપેક્ષા છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ આ સમિટમાં ભાગ લેવા હાજર રહેશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, તઝાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં યોજાનારી આ સમિટમાં મોદી પોતે હાજર રહેશે નહીં. મોદી આ સમિટમાં વર્ચ્યુઅલ રીતે પોતાનું ભાષણ આપશે.

સૂત્રો મુજબ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) અને યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલમાં આપવામાં આવેલા ભારતના નિવેદનને જોતાં માનવમાં આવી રહ્યું છે કે મોદીના ભાષણમાં તાલિબાનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. ઈમરાન ખાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન અને સેન્ટ્રલ એશિયન દેશોના વડાઓ આ બેઠકમાં હાજર રહેશે. મોદી સિવાય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ વર્ચ્યુઅલ રીતે આ સમિટમાં જોડાશે. રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન SCO ના સભ્યો છે.

ભારતની અધ્યક્ષતામાં UNSCમાં આ વાત મજબૂતાઈ સાથે રજૂ કરવામાં આવી હતી કે તાલિબાન જમીનનો ઉપયોગ કોઈ અન્ય દેશને ડરાવવા કે આતંકવાદીઓને આશરો આપવા માટે કરશે નહીં આવે. એવું પણ કહેવામા આવ્યું હતું કે તાલિબાન પોતાના તે વચનને પૂર્ણ કરશે, જેમાં કહેવામા આવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી તમામ વિદેશી નાગરિકને સલામત રીતે બહાર જવા દેવામાં આવશે.

એક વર્ષ પહેલા UNમાં મોદીએ આપ્યો હતો પાકિસ્તાનને જવાબ
25 સપ્ટેમ્બર 2020માં ઈમરાન ખાને યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં મોદી સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 371ને દૂર કરવાનો નિર્ણય ભુલ ભરેલો છે. તેમણે આરોપ લગાવ્યા હતા કે બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી, વર્ષ 2002 ગુજરાત રમખાણમાં મુસલમાનોની હત્યા કરવામાં આવી હતી.

તેના બીજા જ દિવસે 26 સપ્ટેમ્બરે મોદીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. વિશ્વની 18% થી વધુ વસ્તી, સેંકડો ભાષાઓ-બોલીઓ, ઘણા સંપ્રદાયો, અનેક વિચારધારા ધરાવતી છે. જે દેશ જેણે સેંકડો વર્ષો સુધી વૈશ્વિક અર્થતંત્રનું નેતૃત્વ કર્યું અને સેંકડો વર્ષો સુધી ગુલામ રહ્યો. જ્યારે અમે મજબૂત હતા, ત્યારે સતાવ્યા નહી, જ્યારે અમે મજબૂર હતા ત્યારે અમે બોજ બન્યા નહીં.

અન્ય સમાચારો પણ છે...