• Gujarati News
  • National
  • PM Modi Said The Language Of The Law Should Be Simple, So That The Common Man Has No Fear

કાયદામંત્રીઓની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ:PM મોદીએ કહ્યું- કાયદાની ભાષા સરળ હોવી જોઈએ, જેથી સામાન્ય વ્યક્તિને કોઈ ભય ન રહે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

PM નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા કાયદામંત્રીઓ અને કાયદા-સચિવોની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ગુજરાતના એકતાનગરમાં કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય કાયદા અને મંત્રી કિરન રિજિજુ પણ ભાગ લેશે.

ઉદઘાટન સત્રને સંબોધતાં PM મોદીએ કહ્યું હતું કે કાયદાની ભાષા સરળ હોવી જોઈએ, જેથી સામાન્ય વ્યક્તિને એનો ડરે ન રહે. ચુકાદાઓ પણ સ્થાનિક ભાષામાં લખવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું, દેશમાં લોકઅદાલત દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોમાં લાખો કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આનાથી કોર્ટનો ભાર પણ ઓછો થયો છે અને ખાસ કરીને ગામડાંમાં રહેતા લોકો અને ગરીબો માટે ન્યાય મેળવવાનું ખૂબ જ સરળ બન્યું છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે દોઢ હજારથી વધુ જૂના કાયદાઓ રદ થયા. દેશની જનતાએ સરકારનું દબાણ પણ ન અનુભવવું જોઈએ. અમે દોઢ હજારથી વધુ જૂના અને અપ્રાસંગિક કાયદાઓ રદ કર્યા છે. આમાંના ઘણા કાયદાઓ આઝાદીના સમય પહેલાંથી અમલમાં હતા.

વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, કોન્ફરન્સનો ઉદ્દેશ નીતિના ઘડવૈયાઓને ભારતીય કાયદા અને ન્યાયિક પ્રણાલી સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદામંત્રીઓ અને સચિવો ભાગ લઈ રહ્યા છે.

અખિલ ભારતીય પરિષદમાં ઉપસ્થિત તમામ રાજ્યોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવો.
અખિલ ભારતીય પરિષદમાં ઉપસ્થિત તમામ રાજ્યોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવો.

કેન્દ્ર રાજ્યોના વચ્ચે કો-ઓર્ડિનેશન પર ચર્ચા
આ કોન્ફરન્સ દ્વારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો નવા વિચારોનું આદાન-પ્રદાન કરી કરશે અને યોગદાનમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવા માટે સક્ષમ બનશે. કોન્ફરન્સમાં વિવાદનો ઉકેલ લાવવા મધ્યસ્થી જેવા વૈકલ્પિક નિરાકરણ પદ્ધતિ વિકસાવવા પર ચર્ચા કરવામાં આવશે. પેન્ડિંગ કેસો ઘટાડવા, ઝડપી નિકાલ લાવવો, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનું કોઓર્ડિનેશન અને રાજ્યની કાયદાકીય વ્યવસ્થાને મજબૂત કરવા પર પણ ચર્ચા કરવામાં આવશે.

અપ્રચલિત કાયદાઓને હટાવવા અને ન્યાયની પહોંચ સુધારવા જેવા મુદ્દા પર ચર્ચા કરાશે. લાંબા કેસોને ઓછા કરવા માટે ઝડપથી કેસોનો નિકાલ કરવો, સારા કેન્દ્ર -રાજ્યના સંકલન માટે રાજ્યના બિલ સંબંધિત પ્રસ્તાવો પર એકરૂપતા લાવવા અને રાજ્યની કાનૂની વ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...