• Gujarati News
  • International
  • PM Modi Said One Sun, One World, One Grid World Required For Solar Projects; The Prime Minister Left For India

ગ્લાસગો COP26 લીડર્સ સમિટ:PM મોદીએ કહ્યું- સોલર પ્રોજેક્ટ્સ માટે વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ વિશ્વ માટે જરૂરી; વડાપ્રધાન ભારત આવવા રવાના

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલા COP26 લીડર્સ ઇવેન્ટના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન એનર્જી પર પોતાની વાત રજૂ કરી છે. એક્સેલરેટિંગ ક્લીન ટેકનોલોજી ઈનોવેશન એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ભાષણ સમયે વડાપ્રધાને કહ્યું- એક સૂર્ય, એક વિશ્વ અને એક ગ્રિડની કલ્પના જો આપણે સાકાર કરી શકીએ છીએ તો તે સોલ પ્રોજેક્ટને ઉત્તેજન મળશે.

PM મોદીએ કહ્યું- વિચાર કરો કે તેનાથી કાર્બન એમિશન કેટલું ઓછું થસે અને આપણે ક્લિન અને ગ્રીન એનર્જી તરફ આગળ વધી શકશું. તેનાથી દેશ વચ્ચે સહયોગ વધશે. જીવશ્મના ઈંધણથી કેટલાક દેશોને ફાયદો ચોક્કસપણે થઈ શકે છે, જોકે તેનાથી વિશ્વને ઘણું નુકસાન થશે. તેનાથી ભૌગોલિક રીતે પણ મુશ્કેલી વધશે.

જીવાશ્મ ઈંધણથી દેશ સમૃદ્ધ થયા, પર્યાવરણ નિર્ધન થયું
PM મોદીએ કહ્યું કે ગ્રીન ગ્રિડની મારી અનેક વર્ષો જૂની પરિકલ્પનાને આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન તથા બ્રિટનના ગ્રીન ગ્રિડ ઈનિશિએટીવથી એક ચોક્કસ સ્વરૂપ મળ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિને જીવાશ્મ ઈંધણને ઉર્જા આપી છે. જીવાશ્મ ઈંધણના ઉપયોગથી અનેક દેશ સમૃદ્ધ તો થયા, પણ આપણી ધરતી, આપણું પર્યાવરણ નિર્ધન થઈ ગયું. જીવાશ્મ ઈંધણની સ્પર્ધાએ ભૂ-રાજકીય તણાવનું સર્જન કર્યું છે, જોકે આજે ટેકનોલોજીએ આપણને એક સારો વિકલ્પ આપ્યો છે.

પ્રકૃતિથી આગળ નીકળવાની હોડથી પર્યાવરણને હાનિ
મોદીએ આગળ કહ્યું-પૃથ્વી પર જ્યારથી જીવન ઉત્પન્ન થયું, ત્યારથી તમામ પ્રાણીઓનું જીવનચક્ર, તેમની દિનચર્ચા સૂર્યના ઉદય અને અસ્ત સાથે સંકળાયેલી છે. જ્યાં સુધી આ પ્રાકૃતિક કનેક્શન જળવાઈ રહ્યું ત્યાં સુધી આપણો ગ્રહ પણ સ્વસ્થ રહ્યો પરંતુ આધુનિક કાળમાં મનુષ્યે સૂર્ય દ્વારા સ્થાપિત ચક્રથી આગળ નીકળવાની હોડમાં પ્રાકૃતિક સંતુલન સાથે છેડછાડ કરી અને પોતાના પર્યાવરણને મોટું નુકસાન પણ કરી નાખ્યું.

સંતુલિત જીવનનો માર્ગ સૂર્યથી પ્રકાશિત થશે
પ્રધાનમંત્રીએ કહ્યું-જો આપણે ફરીથી પ્રકૃતિની સાથે સંતુલિત જીવનનો સંબંધ સ્થાપિત કરવો છે તો તેનો માર્ગ આપણા સૂર્યથી જ પ્રકાશિત થશે. આ રચનાત્મક પહેલથી કાર્બન ફૂટપ્રિન્ટ અને ઊર્જાનો ખર્ચ તો ઘટશે જ પણ સાથે અલગ-અલગ ક્ષેત્રો અને દેશો વચ્ચે સહયોગનો એક નવો માર્ગ પણ ખૂલશે.

ભારત માટે રવાના થયા વડાપ્રધાન
ઈટાલી અને બ્રિટનની પોતાની પાંચ દિવસીય મુલાકાત સમાપ્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે નવી દિલ્હી માટે રવાના થયા. આ પાંચ દિવસોમાં તેમણે જી20 શિખર સંમેલન અને COP26 બેઠકમાં ભાગ લીધો. આ યાત્રા દરમિયાન વડાપ્રધાને પોતાના સમકક્ષો સાથે અનેક દ્વિપક્ષીય બેઠકો યોજી. G20 શિખર સંમેલન રોમમાં યોજાયું અને COP26 ગ્લાસગોમાં આયોજિત કરાયું.