જર્મનીની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ બર્લિનના પોટ્સડેમર પ્લાઝા થિયેટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધ્યા. આ દરમિયાન તેમને ભારતીય સમુદાયના લોકો વચ્ચે ડ્રમ પણ વગાડ્યું. આ કાર્યક્રમ ભારતીય એમ્બેસી દ્વારા આયોજિત કરાયો હતો.
PMએ લગભગ એક કલાકની સ્પીચમાં પોતાની સરકારના કામકાજ ગણાવ્યા. PMએ કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા. PM મોદીએ કહ્યું કે અમારી સરકારના કાર્યકાળમાં મોટી સંખ્યામાં લોકોના ખાતામાં સીધો લાભ પહોંચ્યો છે, વગર કોઈ વચેટિયાએ. કોઈ કટ મની પણ નહીં. હવે કોઈ વડાપ્રધાનને નહીં કહેવું પડે કે હું એક રૂપિયો મોકલું છું તો 15 પૈસા જ પહોંચે છે. PMએ નામ લીધા વગર કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તે કયો પંજો હતો જે 85 પૈસા લઈ લેતો હતો.
આજે વર્ક ઈન પ્રોગ્રેસનું બોર્ડ નહીં, કામ બોલે છે
PM મોદીએ કહ્યું હતું કે આજે દરેક ક્ષેત્રે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેમને કહ્યું કે પહેલા જ્યાં જાવ ત્યાં વર્ક ઈન પ્રોગ્રેસનું બોર્ડ જોવા મળતું હતું. હવે દેશ પણ તે જ છે, ફાઈલ પણ તે જ, સરકારી મશીનરી પણ તે જ છે પરંતુ દેશ બદલાય ગયો છે. હવે ભારત નાનું નથી વિચારતું. ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી સૌથી ઝડપી છે. દેશમાં 5Gની પ્રોસેસ ચાલી રહી છે. તેમને કહ્યું કે ભારત આજે નાનું નથી વિચારતું. રિયલ ટાઈમ પેમેન્ટમાં સૌથી વધુ ભાગીદારી ભારતની છે.
ભારતનો યુવાન ઝડપી વિકાસ ઈચ્છે છે
PMએ દેશના વિકાસનો રોડમેપ પણ શેર કર્યો. તેમને કહ્યું- આજનો ભારતીય, આજનો યુવાન ભારતીય દેશનો ઝડપી વિકાસ ઈચ્છે છે. તે જાણે છે કે તેના માટે રાજકીય સ્થિરતા અને પ્રબળ ઈચ્છાશક્તિ કેટલી જરૂરી છે. તેથી ભારતના લોકોએ ત્રણ દશકાથી ચાલી આવતા રાજનીતિક અસ્થિરતાના વાતાવરણને એક બટન દબાવીને ખતમ કરી દીધો.
ભારત સંકલ્પની સાથે આગળ વધી રહ્યો છે
મોદીએ કહ્યું- આજનો ભારત મન બનાવી ચુક્યો છે, સંકલ્પ લઈને આગળ વધી રહ્યો છે. અને તમે પણ જાણો છો કે જ્યારે કોઈ દેશ મન બનાવી લે છે તો તેઓ દેશને નવા રસ્તે લઈ જાય છે અને ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરીને પણ દેખાડે છે.
દેશની જનતાએ બહુમતીવાળી સરકાર પસંદ કરી
PMએ કહ્યું- સકારાત્મક બદલાવ અને ઝડપી વિકાસની આકાંક્ષા હતી જેના કારણે 2014માં ભારતની જનતાએ પૂર્ણ બહુમતીવાળી સરકાર પસંદ કરી. આ ભારતની મહાન જનતાની દિર્ધદ્રષ્ટી છે કે વર્ષ 2019માં તેમને દેશની સરકારને પહેલાંથી પણ વધુ મજબૂત બનાવી દીધી.
આ 21મી સદીનું ભારત છે
મોદીએ કહ્યું- 21મી સદીનો આ સમય ભારત માટે, ભારતીયો માટે ઘણો જ મહત્વપૂર્ણ છે. આજે ભારત મન બનાવી ચુક્યું છે, સંકલ્પ લઈને આગળ વધી રહ્યાં છીએ. અને તમે પણ જાણો છો કે જ્યારે કોઈ દેશનું મન બની જાય છે તો તે દેશ નવા રસ્તે ચાલે છે અને ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરીને દેખાડે છે.
દેશના કરોડો લોકો ડ્રાઈવિંગ ફોર્સ
PMએ કહ્યું- દેશ આગળ વધે છે હવે દેશના લોકો તેમના વિકાસનું નેતૃત્વ કરે, દેશ આગળ વધે છે, જ્યારે દેશના લોકો તેની દિશા નક્કી કરે. હવે આજે ભારતમાં સરકાર નહીં પરંતુ દેશના કરોડો લોક જ ડ્રાઈવિંગ ફોર્સ છે.
સરકારનાં કામ ગણાવ્યાં
PMએ પોતાની સરકારની કાર્યપ્રણાલીની પણ ઘણી પ્રશંસા કરી. તેમણે કહ્યું- આજે ભારત... ઈઝ ઓફ લિવિંગ-ક્વોલિટી ઓફ લાઈફ, ઈઝ ઓફ એમ્પ્લોયમેન્ટ-ક્વોલિટી ઓફ એજ્યુકેશન, ઈઝ ઓફ મોબિલિટી-ક્વોલિટી ઓફ ટ્રાવેલ, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ-ક્વોલિટી ઓફ સર્વિસ અને ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. દરેક ક્ષેત્રમાં ઝડપથી કામ થઈ રહ્યું છે, નવા નવા ડાઈમેન્શન સ્થાપિત કરી રહ્યાં છીએ.
PM ગતિશક્તિ યોજનાનો પણ ઉલ્લેખ
Silosને તોડવા માટે હવે અમે PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવ્યો છે. અમે દરેક departmental silosને તોડીને, infrastructure સાથે જોડાયેલા દરેક projectમાં તમામ stakeholdersને એક જ platform પર લઈને આવ્યા છીએ. હવે સરકાર, તમામ વિભાગ, પોતપોતાના ભાગનું કામ એડવાન્સમાં પ્લાન કરી રહ્યાં છે. આજે ભારતમાં ગવર્નન્સમાં ટેક્નોલોજીનો જે રીતે ઈન્ક્લૂઝન કરવામાં આવે છે તે નવા ભારતની નવી પોલિટિકલ વિલ પણ દેખાડે છે અને ડેમોક્રેસીની ડીલિવરીની ક્ષમતાનું પણ પ્રમાણ છે.
નવું ભારત હવે માત્ર સિક્યોર ફ્યૂટરનું જ નથી વિચારતું, પરંતુ રિસ્ક લે છે, ઈનોવેટ કરે છે, ઈન્ક્યુબેટ કરે છે. મને યાદ છે, 2014ની આસપાસ, આપણાં દેશમાં 200-400 જ સ્ટાર્ટઅપ હતા. આજે 68 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, ડઝન યુનિકોર્ન્સ છે.
ગુજરાતના CM હતા એ સમયની વાત યાદ કરી
મને યાદ છે કે હું ગુજરાતનો CMની નોકરી કરતો હતો ત્યારે બાબુઓને પૂછતો કે બાળકો શું કરે છે, ત્યારે તેઓ કહેતા હતા IASની તૈયારી. આજે ભારત સરકારના બાબુઓને પૂછું છું કે બાળકો શું કરે છે તો કહે છે કે સ્ટાર્ટઅપ શરૂ કર્યો છે. આજે નવા ડ્રોન બનાવવા હોય કે નવું કામ કરવું હોય તો ભારત યોગ્ય વાતાવરણ છે. આ ઘણું મોટું પરિવર્તન છે.
લોકલને ગ્લોબલ બનાવવામાં તમે મારો સાથ આપો
સ્થિતિ જુઓ, હું જે તાકાતથી સ્ટાર્ટઅપની વાત કરું છું તે તાકાતથી ખાદીની પણ વાત કરું છું. ભારતના લોકલને ગ્લોબલ બનાવવામાં તમે મારો સાથ આપો. તમે અહીં લોકોને આપણાં દેશની સુંદરતા અને ભારતના લોકોની તાકાત જણાવી શકો છો. જેમની પાસે આ તાકાત છે તે હિન્દુસ્તાનના લોકલને જર્મનીની ધરતી પર ગ્લોબલ બનાવી શકે છે. હું તમારા પર વિશ્વાસ કરું છું, તમે આ જરૂરથી કરશો.
યોગ આપણી તાકાત
આપણાં યોગ, આપણી ટ્રેડિશનલ મેડિસિન આપણી તાકાત છે. ભારતના ઋષિ મુનિઓના યોગની એટલી તાકાત છે કે તમે નાક પકડાવવાનું શીખવીને ડોલર કમાઈ શકો છો. 21 જૂને ઈન્ટરનેશનલ યોગ ડે છે, ત્યારે અત્યારથી ગ્રુપ બનાવીને દરેકને યોગ શીખવી દો.
LEDના ઉપયોગથી બચાવો વીજળી
ભારતના દરેક ઘર હવે LEDનો ઉપયોગ કરે છે. 37 કરોડ બલ્બ ઉર્જા યોજના અંતર્ગત વ્હેંચ્યા છે. જેનાથી 48 અબજ કિલો વોટ અવર્સ વિજળી બચે છે. ચાર કરોડ ટન કાર્બન ઉત્સર્જન ઘટ્યું છે. આવા જ પ્રયાસથી ભારતમાં ગ્રીન જોબ્સના ક્ષેત્રમાં નવા પાસાને જોડી રહ્યો છે. જર્મની પણ આ મુદ્દે સાથે આવ્યું છે.
ગામડાંમાં તળાવ બનાવવામાં સહયોગ આપો
દેશમાં 500 દિવસમાં 50 હજાર તળાવ બનશે કે જૂનાં તળાવોને ઠીક કરવામાં આવશે. તમે આ અભિયાન સાથે જોડાય શકો છે. તમે જે ગામડાંમાંથી આવો છો ત્યાં અમૃત સરોવર બનાવવામાં સહયોગ કરો. તમને પણ આનંદ આવશે. આપણે તો વસુધૈવ કુટુંમ્બકમવાળા લોકો છીએ. તમારા દરેક સપનાં પૂરાં થાય તે મારી તમને શુભેચ્છા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.