મોદીનું મિશન જાપાન:PMએ કહ્યું- બુદ્ધના રસ્તે ચાલે દુનિયા; હિંસા, અરાજકતા અને આતંકવાદનો સામનો કરવા માટે આ જ યોગ્ય રસ્તો

એક મહિનો પહેલા
 • મોદીના સ્વાગતમાં જય શ્રીરામ અને ભારત માતાના નારા લાગ્યા
 • ભારતીય લોકોએ કહ્યું- જેમણે કાશી સજાવ્યું છે, તેઓ ટોક્યો આવ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચી ગયા. આ દરમિયાન તેમને પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે- જ્યારે પણ હું જાપાન આવું છું તો દર વખતે જોવું છું કે તમારી સ્નેહ વર્ષમાં વધારો થાય છે. તમારામાંથી કોઈ સાથે એવા છે જે વર્ષોથી અહીં વસેલા છે. અહીંની ભાષા અને વેશભૂષા તેમજ કલ્ચર આ બધું જ તમારા જીવનનો ભાગ બની ગયો છે. તેનું એક કારણ એ પણ છે કે તમારામાં ભારતીય સમુદાયના સંસ્કાર રહેલા છે.

તેમને કહ્યું- જાપાનમાં પોતાના કલ્ચર અને સંસ્કારનું મિલન થયું છે. તેથી આ પોતાનાપણું લાગે છે સ્વભાવિક છે. તમે અહીં વસી ગયા છો. અનેક લોકોએ અહીં લગ્ન પણ કરી લીધા છે. પરંતુ તે પણ સત્ય છે કે આટલા વર્ષોથી અહીં રહેવા છતાં ભારત પ્રત્યે તમારી શ્રદ્ધા અને જ્યારે ભારત અંગે સારા સમાચાર આવે છે તો તમારી ખુશીઓનો પાર નથી રહેતો અને ખરાબ સમાચાર આવે છે તો દુઃખી થઈ જાય છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતની વિકાસ યાત્રામાં જાપાનની ભૂમિકા મહત્વની રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતની વિકાસ યાત્રામાં જાપાનની ભૂમિકા મહત્વની રહી છે.

ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે
PM મોદીએ કહ્યું- જાપાન કમળના ફુલની જેમ પોતાની જડથી જોડાયેલા છે. જેના કારણે તે સુંદર દેખાય છે. આ આપણાં સંબંધોની વાત પણ છે. આપણાં સંબંધોને 70 વર્ષ થઈ ગયા. ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે. આપણા સંબંધ આત્મીયતા અને પોતાનાપણુંનો છે. આ સંબંધ સન્માનનો છે. આ દુનિયા માટે દ્રઠ સંકલ્પનો છે. જાપાન સાથેનો સંબંધ બુદ્ધ અને બોધનો છે. અમારા મહાકાળ છે, જાપાનમાં ગાયકોતિન છે. આપણી મા સરસ્વતી છે, જાપાનમાં બેંજાયતિન છે.

મજબૂત છે બંને દેશના સંબંધ
21મી સદીમાં પણ ભારત અને જાપાન સાંસ્કૃતિ સંબંધોને આગળ વધારી રહ્યાં છીએ. હું કાશીનો સાંસદ છું. જ્યારે શિંજા આબે કાશી આવ્યા હતા તો તેમને રુદ્રાક્ષ આપ્યો. આ વાત આપણને નિકટ લાવે છે. તમે આ ઐતિહાસિક બંધનને વધુ મજબૂત બનાવી રહ્યાં છો. આજની દુનિયાને ભગવાન બુદ્ધે બતાવેલા રસ્તા પર ચાલવાની પહેલાંથી વધુ જરૂરિયાત છે. હિંસા, આતંકવાદ કે ક્લાઈમેન્ટ ચેન્જનો સામનો કરવા માટે આ એક જ રસ્તો છે. ભારત સૌભાગ્યશાળી છે કે તેમને ભગવાન બુદ્ધના સાક્ષાત આશીર્વાદ મળ્યા. પડકાર ગમે તેટલાં હોય ભારત તેનું સમાધાન શોધે જ છે.

જાપાન સમસ્યામાંથી શીખે છે
PM મોદીએ કહ્યું- ભારત આજે કઈ રીતે વૈશ્વિક પડકારનો સામનો કરે છે. ક્લાઈમેન્ટ ચેન્જ એક મોટો પડકાર બની ગયો છે. અમે આ પડકારનો જોયા અને રસ્તા પણ શોધ્યા. 2070 સુધી અમે નેટ ઝીરો માટે વાયદો કર્યો છે. ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ માટે અમે સાથે છીએ. જાપાને તો તેનો સૌથી વધુ અનુભવ કર્યો છે. તેઓ દરેક સમસ્યામાંથી કંઈકને કંઈક શીખે છે અને વ્યવસ્થાઓને વિકસિત કરે છે.

આત્મનિર્ભરતાના સંકલ્પની સાથે આગળ વધી રહ્યાં છીએ
અમે આજે ગ્રીન ફ્યુચર અને ગ્રીન રોડ મેપ માટે ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. ગ્રીન હાઈડ્રોજન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ દશકાના છેવાડા સુધી અમે 50 ટકા નોન ફોસિલ ફ્યૂલનો ટાર્ગેટ પૂરો કરી લેશું. ગ્લોબલ સપ્લાઈ ચેનને બે વર્ષમાં નુકસાન થયું છે. જેને લઈને અનેક સવાલ છે. ભવિષ્યમાં તેનાથી બચવા માટે અમે આત્મનિર્ભરતાના સંકલ્પની સાથે આગળ વધી રહ્યાં છીએ. આ દુનિયા માટે પણ મોટું ઈન્વેસ્ટમેન્ટ છે. આખી દુનિયાને તેનો અનુભવ છે. દુનિયાને તે પણ દેખાય રહ્યું છે કે ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે. જાપાનમાં તેમાં મહત્વનું સહયોગી છે.

ભારત ડેમોક્રેસીનું ઓળખ બન્યું
ભારતમાં થઈ રહેલા ફેરફારમાં એક વાત ખાસ છે. અમે એક સ્ટ્રોન્ગ અને રિસ્પોન્સિબલ ડેમોક્રેસીની ઓળખ બનાવી છે. જેમાં સમાજના તે લોકો પણ જોડાઈ રહ્યાં છે જે પહેલા તેમાં ગૌરવ અનુભવતા ન હતા. પુરુષોથી વધુ મહિલાઓ વોટ કરી રહી છે. આ તે વાતનું પ્રમાણ છે કે ભારતમાં ડેમોક્રેસી દરેક નાગરિકને કેટલું શક્તિશાળી બનાવે છે. લીકેજ પ્રૂવ ગર્વનન્સ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છીએ. જે વસ્તુના હક્કદાર છે, તેઓ કોઈ પણ જાતની પરેશાની કે ભલામણ વગર પોતાનો હક્ક મેળવી લે છે.

ભારતીય પ્રોડક્ટ્સની માગ વધી રહી છે
લોકો આપણાં મસાલા, આપણી હળદર મગાવી રહ્યાં છે. આપણી ખાદીની ડિમાન્ડ વધી રહી છે. પહેલા તો આ નેતાઓની વેશભૂષા બની ગઈ હતી. જેની ગ્લોબલ ડિમાન્ડ પણ વધી રહી છે. વિવેકાનંદે એક વખત કહ્યું હતું- ભારતીય નૌયુવાનને જીવનમાં ઓછામાં ઓછી એક વખત જાપાનની યાત્રા જરૂરથી કરવી જોઈએ. જાપાનનો દરેક યુવના ઓછામાં ઓછી એક વખત ભારતની યાત્રા પણ જરૂર કરે. તમે તમારી સ્કિલ્સથી, પોતાના ટેલેન્ટથી જાપાનની આ મહાન ધરતીને અભિભૂત કરી છે. હવે તમે જાપાનને ભારતથી પરિચિત કરાવો. જેનાથી બંને દેશના સંબંધોને નવી ઉંચાઈ મળશે. તમારું સ્વાગત અને ઉત્સાહ દિલને સ્પર્શી ગયું છે. આ પ્રેમ સ્નેહ હંમેશા રાખજો.

IPEF ઈવેન્ટમાં સામેલ થયા મોદી
આ પહેલાં PM મોદી ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ઈવેન્ટમાં સામેલ થયા હતા. અહીં તેમને કહ્યું- ભારત એક ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક માટે તમારા બધા સાથે કામ કરશે. આપણી વચ્ચે વિશ્વાસ, સમયબદ્ધતા હોવા જોઈએ. આ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે.

IPEFના લોન્ચિંગના અવસરે PM મોદીએ કહ્યુ હતું કે આ આપણી સામૂહિક ઈચ્છાશક્તિની જાહેરાત છે.
IPEFના લોન્ચિંગના અવસરે PM મોદીએ કહ્યુ હતું કે આ આપણી સામૂહિક ઈચ્છાશક્તિની જાહેરાત છે.

તેમને કહ્યું- ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગ, આર્થિક પ્રવૃતિ અને રોકાણનું કેન્દ્ર છે. ભારત તેનું વર્ષોથી પ્રમુખ કેન્દ્ર રહ્યું છે. ભારતના લોથલ (ગુજરાત)માં સૌથી પ્રાચીન કોમર્શિયલ પોર્ટ હતું. તેથી તે જરૂરી છે કે આપણે આર્થિક ક્ષેત્રના પડકાર માટે સંયુક્ત સમાધાન શોધીએ.

તો જાપાનના PMએ કહ્યું- જાપાન, અમેરિકા અને અન્ય ભાગીદારોના સહયોગથી ભારત-પ્રશાંત ક્ષેત્રની સ્થિરતામાં યોગદાન આપતું રહ્યું છે.

PM મોદીએ જાપાનના બિઝનેસ લીડર્સ અને CEOs સાથે મુલાકાત કરી હતી.

મોદીએ ટોક્યોમાં સુઝુકી મોટર કોર્પોરેશનના સલાહકાર ઓસામૂ સુઝુકી સાથે મુલાકાત કરી હતી.
મોદીએ ટોક્યોમાં સુઝુકી મોટર કોર્પોરેશનના સલાહકાર ઓસામૂ સુઝુકી સાથે મુલાકાત કરી હતી.
PM મોદી ફાસ્ટ રિટેલિંગના CEO તદાશી યાનાઈને મળ્યા હતા.
PM મોદી ફાસ્ટ રિટેલિંગના CEO તદાશી યાનાઈને મળ્યા હતા.
ટોક્યોમાં મોદી NEC કોર્પોરેશનના ચેરમેન નોબુહિરો એન્ડો સાથે મુલાકાત કરી હતી.
ટોક્યોમાં મોદી NEC કોર્પોરેશનના ચેરમેન નોબુહિરો એન્ડો સાથે મુલાકાત કરી હતી.

QUAD સમિટમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી QUAD સમિટમાં ભાગ લેવા માટે સોમવારે જાપાનના ટોક્યોમાં પહોંચી ગયા છે. ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને મોદી મોદીના નારા લાગ્યા હતા. ભારતીયએ કહ્યું હતું કે જેમણે કાશી સજાવ્યું છે, તેઓ ટોક્યો આવ્યા છે​. ​​​​​​વડાપ્રધાન મોદી મંગળવાર સાંજ સુધી અહીં રોકાશે.

બાદમાં PM મોદી ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) ઈવેન્ટમાં સામેલ થયા. આ દમિયાન તેમણે કહ્યું હતું કે ભારત આ ફ્રેમવર્ક માટે તમામ સાથે મળીને કામ કરશે. આપણી વચ્ચે ભરોસો, પારદર્શકતા, સમયનું પાલન હોવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાપાનના ટોક્યોમાં ભારતીય લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

ટોક્યોમાં વડાપ્રધાન મોદી ભારતીયો સાથે હાથ મિલાવી રહ્યા છે.
ટોક્યોમાં વડાપ્રધાન મોદી ભારતીયો સાથે હાથ મિલાવી રહ્યા છે.
વડાપ્રધાને એક બાળકને પૂછ્યું હતું કે શું તે હિન્દી બોલી શકે છે? ત્યારે બાળકે કહ્યું હતું કે ના નથી બોલી શકતો.
વડાપ્રધાને એક બાળકને પૂછ્યું હતું કે શું તે હિન્દી બોલી શકે છે? ત્યારે બાળકે કહ્યું હતું કે ના નથી બોલી શકતો.
વડાપ્રધાને બાળકો સાથે વાતચીત કરી હતી અને તેમના પેઇન્ટિંગ નિહાળ્યા હતા.
વડાપ્રધાને બાળકો સાથે વાતચીત કરી હતી અને તેમના પેઇન્ટિંગ નિહાળ્યા હતા.
વડાપ્રધાનને મળવા બાળકો પારંપરિક પહેરવેશમાં પહોંચ્યાં હતાં.
વડાપ્રધાનને મળવા બાળકો પારંપરિક પહેરવેશમાં પહોંચ્યાં હતાં.
જાપાનમાં વડાપ્રધાન આવવાની ખુશીમાં 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતા.
જાપાનમાં વડાપ્રધાન આવવાની ખુશીમાં 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતા.

જાપાનના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પીએમ ફુમિયો કિશિદાના આમંત્રણ પર જાપાન પહોંચ્યા છે. ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ વર્ષે માર્ચમાં કિશિદા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. ટોક્યોની અમારી મુલાકાત દરમિયાન અમે ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી અંગે ચર્ચા કરીશું.’

મોદી-બાઇડન રશિયા-યુક્રેન મુદ્દે વાત કરશે
ક્વોડ મીટિંગ સિવાય નરેન્દ્ર મોદી અને યુએસના પ્રમુખ જો બાઇડન ટોક્યોમાં દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત રશિયા-યુક્રેન મુદ્દે પણ ચર્ચા થશે.

PM મોદીનો 23 મેનો કાર્યક્રમ

 • NEC કોર્પોરેશનના ચેરમેન સાથે બેઠક
 • UNIQLOના અધ્યક્ષ સાથે મુલાકાત
 • સુઝુકી મોટર્સના સલાહકાર સાથે મુલાકાત
 • સોફ્ટબેંક ગ્રુપના પ્રમુખ સાથે મુલાકાત
 • ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક પાર્ટનરશિપ લોન્ચ
 • જાપાનીઝ બિઝનેસ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ
 • જાપાનમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત

PM મોદીનો 24 મેનો કાર્યક્રમ

 • QUAD સમિટમાં હાજરી આપશે
 • જાપાનના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લેશે
 • જાપાનના પીએમ દ્વારા આયોજિત ક્વાડ લંચમાં હાજરી આપશે
 • યુએસએના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત
 • ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મુલાકાત
 • જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન યોશીહિદે સુગા સાથે મુલાકાત
 • જાપાન-ભારત એસોસિયેશનના અધ્યક્ષ સાથે મુલાકાત
 • જાપાનના વડાપ્રધાન સાથે ડિનર કરશે
 • દિલ્હી જવા રવાના થશે
અન્ય સમાચારો પણ છે...