ટાઈમ મેગેઝિનમાંથી...:ટાઈમની 2021ની પ્રભાવશાળી લોકોની યાદીમાં પીએમ મોદી તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાનું નામ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિષ્ઠિત મેગેઝિનની યાદીમાં અદાર પૂનાવાલા સહિત ભારત સાથે સંકળાયેલા કુલ 5 લોકો સામેલ

પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને 2021ના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીને 6 કેટેગરી- આઈકન્સ, પાયોનિયર્સ, ટાઈટન્સ, આર્ટિસ્ટ, લીડર્સ તથા ઈનોવેટર્સમાં વહેંચાઈ છે. અલગ અલગ કેટેગરીમાં ભારત સાથે સંકળાયેલા 5 લોકોના નામ સામેલ છે.

સૌથી પ્રભાવશાળી નેતાઓમાં અમેરિકાના ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ છે. જ્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે. લીડર્સમાં ચોંકાવનારું નામ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ સામેલ છે. પાયોનિયર્સમાં વેક્સિન નિર્માતા કંપની સીરમના પ્રમુખ અદાર પૂનાવાલા સામેલ છે. આઈકન્સમાં ભારતવંશી અમેરિકી એક્ટિવિસ્ટ મંજૂષા પી.કુલકર્ણી પણ છે.

  • કમલા હેરિસ

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મેગેઝિને સૌથી સશક્ત મહિલા રાજનેતાઓમાંથી એક ગણાવ્યા છે.

  • નરેન્દ્ર મોદી

પીએમ મોદીને નહેરુ તથા ઈન્દિરા પછી ત્રીજો સૌથી પ્રભાવળશાળી ચહેરો ગણાવ્યા છે.

  • મમતા બેનરજી

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા વિશે મેગેઝિને લખ્યું કે તે રાજકારણમાં લડાયક મિજાજના પર્યાય બન્યા છે.

  • અદાર પૂનાવાલ

સીરમના પ્રમુખ વિશે લખ્યું છે કે તે દુનિયાની વેક્સિન ડ્રાઈવની આશા બની શકે છે.

  • મંજૂષા

અમેરિકામાં વંશીય હિંસા વિરુદ્ધના આંદોલન માટે મંજૂષા પી.કુલકર્ણીને આઈકન મનાયા છે.

બાઈડેન સાથે મુલ્લા બરાદરનું પણ નામ
પ્રભાવશાળી લીડર્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નામ તો સામેલ છે પણ અફઘાનની તાલિબાન સરકારમાં ડેપ્યુટી પીએમ અબ્દુલ ગની મુલ્લા બરાદરનું નામ પણ સામેલ છે. યાદીમાં આઈકન્સની કેટેગરીમાં રશિયાના વિપક્ષના નેતા એલેક્સઈ નવેલનીનું નામ પણ સામેલ કરાયું છે.

યાદીમાં 54 મહિલાઓ
આ યાદીમાં એક ખાસ વાત એ પણ છે કે 100 પ્રભાવશાળી લોકોમાં 54 મહિલાઓ છે. તેમાં પ્રિન્સ હેરીના પત્ની મેગન મર્કેલ અને અભિનેત્રી સ્કારલેટ જ્હોન્સન પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...