• Gujarati News
  • International
  • Pleasant ... Glasgow Art Center Will Use The Energy Released From The Dancers' Bodies To Run Heating And Cooling Systems, Reducing Carbon Emissions By 60 70%.

મન્ડે પોઝિટિવ:સુખદ... ગ્લાસગો આર્ટ સેન્ટર ડાન્સર્સના શરીરમાંથી નીકળતી ઊર્જાથી હીટિંગ, કૂલિંગ સિસ્ટમ ચલાવશે, 60-70% કાર્બન ઉત્સર્જન ઘટાડશે

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાન્સ ફ્લોર પર હીટિંગ પંપ લગાવાશે, એનર્જી જમીનમાં સ્ટોર કરાશે​​​​​​​

ડાન્સ આરોગ્ય માટે લાભદાયક છે એ તો સૌ જાણે છે પણ પ્રકૃતિની સુરક્ષામાં પણ તે મહત્વનું યોગદાન આપી શકે છે તેની ઓછા લોકોને ખબર છે. ડાન્સની આ ખૂબીને ગ્લાસગોના આર્ટ સેન્ટર SWG3એ પારખી છે. આ આર્ટ સેન્ટર એવી કૂલિંગ અને થર્મલ સિસ્ટમ લગાવવા જઇ રહ્યું છે કે જે ડાન્સર્સના શરીરમાંથી નીકળતી ઊર્જાથી સંચાલિત થશે.

સેન્ટરનો દાવો છે કે આ વિશ્વનો આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. તેનાથી વીજવપરાશ અને કાર્બન ઉત્સર્જન પણ ઘટશે. મૂળે એસડબલ્યુ જિયોથર્મલ એનર્જી કન્સલ્ટન્સી ટાઉનરૉક સાથે મળીને આ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. કાર્બન ઉત્સર્જન 60-70% ઘટાડવાનું લક્ષ્ય છે. આ બંનેએ મળીને એક કંપની પણ સ્થાપી છે, જે અન્ય ઇવેન્ટ્સમાં પણ આ ટેક્નોલોજી લાગુ કરવામાં મદદ કરશે. આર્ટ સેન્ટરના મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ્રયુ ફ્લેમિંગ બ્રાઉન જણાવે છે કે કોરોના દરમિયાન આપણે પ્રકૃતિનું મહત્ત્વ સમજ્યા છીએ. કોરોનાનો ડર ઘટશે તેમ ડાન્સ ઇવેન્ટ્સ યોજાશે. તેને ધ્યાનમાં લેતાં આ અનુકરણીય પહેલ છે. આમ પણ ગ્લાસગો આ વર્ષે પ્રકૃતિની સુરક્ષા માટેના સંમેલનની યજમાની કરી ચૂક્યું છે તો આ દિશામાં નક્કર કામગીરી શરૂ કરવાની અમારી જવાબદારી છે.

SWG3માં વાર્ષિક 2.5 લાખથી વધુ લોકો ડાન્સ ઇવેન્ટમાં જોડાય છે. વિચારો કે આપણે કેટલી ઊર્જા મેળવી શકીએ છીએ. ટાઉનરાૅકના ફાઉન્ડર આમ તો જિયોથર્મલ એનર્જી માટે ભૂગર્ભ પ્રોજેક્ટ જરૂરી હોય છે. તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. તેના બદલે અમે વિચાર્યું કે અમને કોઇ ખર્ચ કર્યા વિના જે હીટ મળી રહી છે તેનો જ ઉપયોગ કરીએ. સિસ્ટમ આ રીતે કામ કરશે: શરીરની ગરમી સ્ટોર કરવા હીટ પંપ એપ્લિકેશન છે.

તે ફ્રિજની જેમ ગરમ હવાને બહાર ફેંકી અંદરના ભાગને ઠંડો કરે છે. ડાન્સર્સથી મળતી હીટને 500 ફૂટ ઊંડા બોરમાં લઇ જશે. ત્યાં રહેલા ખડક થર્મલ બેટરીની જેમ કામ કરશે. એનર્જી સ્ટોર થશે, જે બાદમાં ગરમી અને ગરમ પાણીના સપ્લાયમાં ઉપયોગમાં લેવાશે.

આરામમાં શરીર 100 વોટ એનર્જી પેદા કરે છે, ડાન્સ વખતે 6 ગણી વધારે
ડાન્સ-સ્પોર્ટ્સ મેડિસિન એક્સપર્ટ સેલિના શાહ જણાવે છે કે આરામની મુદ્રામાં શરીર 100 વોટ એનર્જી પેદા કરે છે. તેજ ડાન્સ તેને 5-6 ગણી વધારી શકે છે. તેજ બીટ્સ પર ડાન્સ કરીને આપણે ઊર્જાનું પાવરહાઉસ બની શકીએ છીએ. હવે જ્યારે યુવાનો પણ પર્યાવરણ અંગે ચિંતિત છે ત્યારે તેમને આવી ઇવેન્ટ્સમાં જવા માટે પ્રેરિત કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...