તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The Young Man Who Took 6 Pregnant Women To A Friend's Wedding, Considered Himself The Father Of Every Child

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ તો હદ થઈ ગઈ:6 પ્રેગ્નેન્ટ મહિલાઓને લઈને મિત્રના લગ્નમાં પહોંચ્યો યુવક, પોતાને ગણાવ્યો દરેક બાળકોનો પિતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લગ્નમાં દુલ્હા-દુલ્હન કરતાં પ્રીટી નાઈકની જ વધારે ચર્ચા થઈ હતી - Divya Bhaskar
લગ્નમાં દુલ્હા-દુલ્હન કરતાં પ્રીટી નાઈકની જ વધારે ચર્ચા થઈ હતી

પ્રેગ્નેન્ટ મહિલાના પતિ હોવું ખુશીની વાત છે પરંતુ છ-છ પ્રેગ્નેન્ટ મહિલાના પતિ હોવું ખૂબજ આશ્ચર્યની વાત છે. અત્યારે આવો જ એક પતિ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વાત છે નાઈજીરિયામાં રહેતા પ્રીટી માઈકની. તાજેતરમાં જ એક લગ્ન સમારોહ દરમિયાન પ્રીટી માઈક છ પ્રેગ્નેન્ટ મહિલા સાથે પહોંચ્યો હતો અને તેણે દાવો કર્યો છે કે, તે દરેક ગર્ભમાં ઉછરતાં બાળકોનો પિતા છે.

પ્રીટી માઈક નાઈજીરિયામાં રહે છે અને તે ત્યાંના પ્લેબોય તરીકે ઓળખાય છે. આ પહેલાં પણ તે ઘણી વાર ચર્ચામાં રહી ચૂક્યો છે. 2017માં મહિલાઓની અશ્લીલ તસ્વીરો પોસ્ટ કરવા માટે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રીટી માઈક તેમના મિત્ર વિલિયમ્સ ઉચેમ્બાના લગ્નમાં છ પ્રેગ્નેન્ટ મહિલા સાથે પહોંચ્યો હતો. તેથી દુલ્હન અને વરરાજા કરતાં પ્રીટી માઈક વધારે ચર્ચામાં રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર પ્રીટી માઈકે લખ્યું છે કે, તે ખૂબ સરસ રીતે પોતાનું જીવન જીવી રહ્યો છે અને આ કોઈ એક્ટિંગ ટ્રિક નથી. ઈન્સ્ટાગ્રામ પર ઘણાં લોકોએ લખ્યું છે કે, માઈકે દુલ્હન-વરરાજાનો મૂડ ખરાબ કરી દીધો, કારણકે લગ્નમાં દરેક લોકો આમની જ ચર્ચા કરતાં હતા.

પ્લેબોય તરીકે પ્રખ્યાત આ વ્યક્તિ ઘણી વખત તેની ગ્લેમરસ લાઈફની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રીટી માઈકના ત્રણ લાખ કરતાં વધારે ફોલોઅર્સ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser