• Home
  • International
  • Plane cash surviver Bank of Punjab president has relation with India, wants to come to amroha, up and see ancestral home

પાકિસ્તાન / પ્લેન ક્રેશમાં બચેલા બેન્ક ઓફ પંજાબના પ્રેસિડેન્ટનો ભારત સાથે સંબંધ; UPના અમરોહામાં આવીને પૂર્વજોનું ઘર જોવા માંગે છે

કરાચીના રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. પાકિસ્તાનનાં બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ (ઇનસેટમાં) હોસ્પિટલમાં દાખલ છે, તેમને 4 ફ્રેક્ચર થયા છે.
કરાચીના રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. પાકિસ્તાનનાં બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ (ઇનસેટમાં) હોસ્પિટલમાં દાખલ છે, તેમને 4 ફ્રેક્ચર થયા છે.
X
કરાચીના રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. પાકિસ્તાનનાં બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ (ઇનસેટમાં) હોસ્પિટલમાં દાખલ છે, તેમને 4 ફ્રેક્ચર થયા છે.કરાચીના રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. પાકિસ્તાનનાં બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ (ઇનસેટમાં) હોસ્પિટલમાં દાખલ છે, તેમને 4 ફ્રેક્ચર થયા છે.

  • બેંક અધિકારી ઝફર મસૂદનો પરિવાર 1952માં પાકિસ્તાન ગયો હતો
  • મસૂદ પાકિઝા ફિલ્મના ડાયરેક્ટર કમલ અમરોહીના પરિવારમાંથી છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:02 PM IST

કરાચી. પાકિસ્તાન પ્લેન અકસ્માતમાં બચી ગયેલા માત્ર બે લોકોમાંથી એક ઝફર મસૂદનો ભારત સાથે સંબંધ છે. મસૂદ પાકિસ્તાનની બેન્ક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ છે. તેમના પૂર્વજોનું ઉત્તર પ્રદેશના અમરોહાના સદ્દો મોહલ્લામાં એક ઘર છે. 1952માં તેમનો પરિવાર પાકિસ્તાન ગયો હતો. મસૂદને ભારત ખૂબ પસંદ છે. તેઓ એકવાર અમરોહા જઈને પૂર્વજોનું ઘર જોવા માગે છે. આ વાતો મુંબઇમાં રહેતા મસૂદના સંબંધી આદિલ ઝફર દ્વારા કહેવામાં આવી હતી.

ઝફર મસૂદ હોસ્પિટલમાં એડમિટ છે, પરંતુ તેમની હાલત ઠીક છે.

મસૂદના દાદા વકીલ અને પિતા ટીવી કલાકાર હતા
મસૂદ ફિલ્મ નિર્દેશક કમલ અમરોહીના પરિવારમાંથી છે. મસૂદના પરનાના તાકી અમરોહી, જે પાકિસ્તાની પત્રકાર હતા, તે કમલ અમરોહીના કઝીન હતા. મસૂદના દાદા મસૂદ હસન પાકિસ્તાનમાં વકીલ અને પિતા મુનાવર સઈદ ટીવી કલાકાર હતા.

વિમાન દુર્ઘટનામાં 97ના મોત

મસૂદને કરાચીમાં શુક્રવારના દુર્ઘટનામાં 4 ફ્રેક્ચર થયા છે. તેમના કોલરના હાડકા અને હિપને ઇજા થઈ છે. આદિલે કહ્યું કે તેણે મસૂદના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. અકસ્માતમાં મસૂદનું જીવિત રહેવું તેમના માટે આશ્ચર્યજનક બાબતથી ઓછું નથી. કારણ કે, વિમાનમાં આવેલા 99 લોકોમાંથી માત્ર 2 જ બચ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી