ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:પ્લાન B - જેલેન્સ્કી રશિયન શૂટર્સને ચકમો આપે છે, દર બીજા દિવસે સ્થાન બદલી નાખે છે

ન્યૂયોર્ક5 મહિનો પહેલાલેખક: ભરત મૂલચંદાની
  • કૉપી લિંક
રુસલાન સાથે જેલેન્સ્કી. - Divya Bhaskar
રુસલાન સાથે જેલેન્સ્કી.
  • કીવ પર રશિયા કબજો કરશે તો કાર્પેથિયાથી સરકાર ચલાવાશે

યુક્રેનની સરકારે તેમના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીને રશિયાની સેનાના શાર્પશૂટરોના હુમલાથી બચાવવા પ્લાન-બી તૈયાર કરી લીધો છે. હુમલાના 11મા દિવસે પણ રશિયાની સેના જેલેન્સ્કી નજીક પહોંચી શકી નથી. જેલેન્સ્કી દર બીજા દિવસે પોતાનું સ્થાન બદલી નાખે છે.

યુક્રેન પર રશિયાના હુમલાના 11મા દિવસે પણ બોમ્બમારો ચાલુ રહ્યો હતો. દક્ષિણમાં બ્લેક સીના મુખ્ય શહેર મેરિયુપોલમાં એક ઘરના કાટમાળમાં સામાન શોધતા લોકો.
યુક્રેન પર રશિયાના હુમલાના 11મા દિવસે પણ બોમ્બમારો ચાલુ રહ્યો હતો. દક્ષિણમાં બ્લેક સીના મુખ્ય શહેર મેરિયુપોલમાં એક ઘરના કાટમાળમાં સામાન શોધતા લોકો.

રાજધાની કીવમાં જ તેમના માટે યુક્રેની સેનાએ અનેક સેફ હાઉસ બનાવ્યા છે. યુક્રેનને સમર્થન આપી રહેલા અમેરિકી નેતૃત્ત્વવાળા દેશોએ જેલેન્સ્કીની સુરક્ષાને લઈને એક સંયુક્ત પ્લાન ઘડી કાઢ્યો છે. તેને કીવ પર રશિયાના કબજાની આશંકાને પગલે તૈયાર કરાયો છે. જો યુક્રેનમાં રશિયન સમર્થિત કઠપૂતળી સરકારને બેસાડી દેવાશે તો જેલેન્સ્કીની બરતરફ કરાયેલી સરકાર યુક્રેનના પશ્ચિમમાં કાર્પેથિયાના પર્વતોમાં તૈયાર રાષ્ટ્રપતિ પેલેસથી શાસન કરશે. આ પ્રકારના પ્લાનની ચર્ચામાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એવી પણ રણનીતિ બનાવાઈ છે કે યુક્રેનને પશ્ચિમી દેશો વતી હથિયારોની સપ્લાય સતત ચાલુ રહેશે. સાથે જ રશિયા પર આર્થિક પ્રતિબંધોને ક્યારેય હટાવાશે નહીં.

અમેરિકા યુક્રેની સૈન્યના લડાકૂઓને અન્ય દેશોની જેમ આર્થિક અને સૈન્ય મદદ કરતું રહેશે. જાન્યુઆરીમાં અમેરિકાના પ્રવાસે ગયેલા જેલેન્સ્કીએ પોતાની અને પરિવારની સુરક્ષા વિશે પુછપરછ કરી હતી. તેના પર અમેરિકાએ કહ્યું હતું કે જેલેન્સ્કીની યુક્રેનમાં હાજરી ત્યાંના લોકોના જુસ્સાને જાળવી રાખવા માટે જરૂરી છે. તેના પછી જ જેલેન્સ્કીએ દેશ ન છોડવાનું નિવેદન આપ્યું હતું. જેલેન્સ્કીની પત્ની ઓલેના પણ યુક્રેની પ્રજાના નામે વીડિયો મેસેજ અપલૉડ કરતી રહે છે પણ ઓલેના યુક્રેનમાં હાજર ન હોવાની પણ ચર્ચા છે.

યુક્રેની સંસદના સ્પીકર રુસલાન છે નંબર-2
યુક્રેની બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ જેલેન્સ્કી બાદ બીજા ક્રમે સંસદના સ્પીકર આવે છે. હાલ સ્પીકર રુસલાન સ્ટીફાનચુક છે. રુસલાન પશ્ચિમી દેશોના સમર્થક છે. હુમલાના ડરથી યુક્રેની ગુપ્તચર એજન્સી તેમને અને જેલેન્સ્કીને અલગ સેફ હાઉસમાં રાખે છે.

મેરિયુપોલના 4 લાખ લોકોને પાણી નહીં, 5 દિવસથી અંધારું
રશિયાની સેનાના હુમલાને કારણે દક્ષિણ મેરિયુપોલમાં 4 લાખ લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી. અહીં 5 દિવસથી વીજ સપ્લાય પણ ઠપ છે. માઈનસ તાપમાનમાં લોકોની મુશ્કેલી વધી ગઈ છે. મેરિયુપોલના લોકોને બ્લેક સીથી યુક્રેન છોડવા માટે હ્યુમન પેસેજ પણ મળી રહ્યું નથી. લોકો બોમ્બમારા વચ્ચે બ્રિજ નીચે શરણ લઈ રહ્યા છે.

ઓડેસામાં બોમ્બમારો, બ્લેક સીથી રશિયન સૈનિકો આગળ વધ્યા
બ્લેક સીની અણીએ વસેલા 10 લાખની વસતી ધરાવતા ઓડેસોમાં રવિવારે પણ ભારે બોમ્બમારો થયો હતો. રશિયાના સૈનિકો અહીંથી આગળ તરફ વધી રહ્યા છે. ઓડેસાના મોટાભાગના વિસ્તારો પર રશિયન સૈનિકોએ કબજો જમાવ્યો છે. અહીંના લોકો કહે છે કે રશિયાના સૈનિકો લોકોને હિજરત માટે જવા નથી દેતા. અહીં રશિયન સૈનિકોની સંખ્યા વધી રહી છે.

વિરોધ: બેલારુસના ઉપ સંરક્ષણમંત્રીનું રાજીનામું
યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલાના વિરોધમાં રવિવારે બેલારુસના ઉપ સંરક્ષણમંત્રી વિક્તોર ગુલેવિચે રાજીનામું આપી દીધું. પહેલા તેમણે યુદ્ધને સમર્થન આપ્યું હતુ. ગુલેવિચનું નામ બ્રિટનના પ્રતિબંધોવાળી યાદીમાં સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...