અમેરિકામાં જેટ ક્રેશનો VIDEO:એર રેસ દરમિયાન અકસ્માતમાં પાયલોટનું મોત; 2011માં થયેલા અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા

15 દિવસ પહેલા

અમેરિકાના નેવાડા રાજ્યમાં એક જેટ ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. ઘટના STIHL નેશનલ ચેમ્પિયનશિપ એર રેસ (રેનો એર રેસ) દરમિયાન સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રેસ દરમિયાન કેટલાંય જેટ વિમાનોએ ઉડાન ભરી હતી. આમાંથી એક જેટ અચાનક નીચે પડતું દેખાયું. જેટ જમીન પર અથડાતાં જ એમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને જેટનો કાટમાળ વેર-વિખેર પડ્યો હતો.

ઓડિયન્સમાં બેઠેલા લોકોએ અકસ્માતનો ભોગ બનેલા જેટને ખતરનાક ગણાવ્યું હતું. લોકોએ જણાવ્યું કે જેટ ક્રેશ થયા બાદ આગના ગોળા જેવું દેખાતું હતું.
ઓડિયન્સમાં બેઠેલા લોકોએ અકસ્માતનો ભોગ બનેલા જેટને ખતરનાક ગણાવ્યું હતું. લોકોએ જણાવ્યું કે જેટ ક્રેશ થયા બાદ આગના ગોળા જેવું દેખાતું હતું.
જેટ ક્રેશ થયા બાદ મેડિકલ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ જ પાયલોટની ઓળખ જાહેર થશે.
જેટ ક્રેશ થયા બાદ મેડિકલ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ જ પાયલોટની ઓળખ જાહેર થશે.

રેનો એર રેસ એસોસિયેશનના ચેરમેન અને CEO ફ્રેડ ટેલિંગે જણાવ્યું હતું કે આ એર રેસ ઈવેન્ટમાં 152 જેટે ભાગ લીધો હતો. 156 પાયલોટ હાજર રહ્યા હતા. એર રેસ દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. આ અકસ્માત કયા કારણે થયો એનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન તપાસ કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ તમામ જેટને લેન્ડિંગ કરાવવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ ઘાયલ થયું નથી. 2022ના તમામ રેસ ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. અમે અકસ્માતમાં માર્યા ગયેલા પાયલોટના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

એર રેસિંગમાં ઉપયોગમાં લેવાતાં જેટ સામાન્ય રીતે બીજા વિશ્વયુદ્ધનાં યુદ્ધવિમાન હોય છે. તેઓ લગભગ 500 mph (804 kph)ની ઝડપે ઊડી શકે છે.
એર રેસિંગમાં ઉપયોગમાં લેવાતાં જેટ સામાન્ય રીતે બીજા વિશ્વયુદ્ધનાં યુદ્ધવિમાન હોય છે. તેઓ લગભગ 500 mph (804 kph)ની ઝડપે ઊડી શકે છે.

એરફોર્સના નિવૃત્ત પાયલોટનું 2014માં મૃત્યુ થયું હતું
રેસિંગ દરમિયાન અકસ્માતની આ પહેલી ઘટના નથી. આવી જ એક ઘટના 2011માં રેનો એર રેસ દરમિયાન બની હતી. એક જેટ તેનું સંતુલન ગુમાવી દેતાં ઓડિયન્સ વચ્ચે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 11 લોકોનાં મોત થયાં હતાં. 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. 2014માં પણ ખામીને કારણે એક જેટ ક્રેશ થયું હતું, જેમાં નિવૃત્ત એરફોર્સ પાયલોટ મૃત્યુ પામ્યા હતા. અકસ્માતોને જોતાં રેસિંગ એસોસિયેશન સામે પાયલોટ અને ઓડિયન્સની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...