અમેરિકા:11 વર્ષની ટેણીને ઉઠાવીને કિડનેપર ભાગ્યો, બાળકીએ હિંમતપૂર્વક સામનો કરી જીવ બચાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના ફ્લોરિડામાં એક 11 વર્ષની બાળકીએ કિડનેપરને ઊભી પૂંછડીએ ભગાડ્યો હતો. અહીં વેસ્ટ પેંસાકોલાના બસ સ્ટેન્ડ પાસે બાળકી બસની રાહ જોતી હતી. આ દરમિયાન એક કિડનેપર SUV લઈને આવ્યો હતો. કિડનેપર કારમાંથી ઉતરીને બાળકી તરફ ગયો અને બાળકીને ઉઠાવી ભાગવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન કિડનેપર અને બાળકી બંને જમીન પર પછડાયા હતાં. આ પછી કિડનેપર ડરીને ત્યાંથી ભાગી ગયો હતો. મહત્ત્વનું છે કે, પોલીસે ફરિયાદ નોંધી જારેડ પૉલ સ્ટેંગ નામના કિડનેપરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.