તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિન અપડેટ:ફિનલેન્ડમાં ફાઈઝર વેક્સિનની આડઅસર જોવા મળી, બે દિવસ પહેલાં જ WHOએ ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી

હેલસિન્કી9 મહિનો પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમેરિકાની કંપની ફાઈઝરની કોરોના વેક્સિનની પાંચ લોકોમાં ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળી છે.ફિનલેન્ડમાં મેડિસિન એજન્સીને આ ફરિયાદ મળી છે. બે દિવસ પહેલાં જ ફાઈઝરને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સમગ્ર વિશ્વમાં ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી.ફિનિશ YLE બ્રોડકાસ્ટના સમાચાર મુજબ, 27 ડિસેમ્બરથી યુરોપિયન દેશોમાં માસ વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત થઈ હતી.

યુરોપે ફાઈઝરને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી. ફિનલેન્ડના ચીફ ફિઝિશિયન મૈયા કૌકોનેંએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ લોકોએ સાઈડ ઈફેક્ટની ફરિયાદ કરી છે. તેમની ડિટેઈલ્સ કોન્ફિડેન્શિયલ છે, તેથી સાર્વજનિક ન કરી શકાય. જો કે ટૂંક સમયમાં જ અમે રિએકશન અંગે જાણકારી અમારી વેબસાઈટ પર અપલોડ કરી દઈશું. તેઓએ જણાવ્યું કે રિએક્શન અંગે કેસ હજુ પણ વધી શકે છે.

કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો
દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 8.44 કરોડથી વધુ થઈ ગઈ છે. 5 કરોડ 97 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધી 18 લાખ 37 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. બ્રિટનમાં આરોગ્ય અધિકારીઓ સામે નવી મુશ્કેલીઓ ઉભી થઈ છે. દેશમાં દર્દીઓની સંખ્યા એટલી ઝડપથી વધી રહી છે કે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યા છે. શુક્રવારે અહીંયા 28 હજારથી વધુ સંક્રમિતોને દેશોની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય
‘CNN’ સાથેની વાતચીતમાં બ્રિટિશ આરોગ્ય વિભાગના એક અધિકારી જણાવ્યુ હતું બ્કે, અમારી સામે ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતી ઉભી થઈ રહી છે. દેશના દરેક ભાગમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેમાંથી કેટલાક દર્દીઓ એવા છે જેમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. તેની આરોગ્ય સુવિધાઓ અને અહીંના સ્ટાફ પર ગંભીર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં, અમે લોકોને ફ્ક્ત એક જ અપીલ કરીએ છીએ કે તેઓ સરકાર અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું સખત પાલન કરે. જો તે હજી પણ આવું નહીં થાય, તો પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર જવામાં વાર નહીં લાગે. અમારો સ્ટાફ કેટલો સખત કામ કરે છે તે ફક્ત અમે જ જાણીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમને સાથ આપવો તે નાગરિકોની ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...