રસીકરણમાં વેગની આશા:ફાઈઝર, મોડર્નાની વેક્સિનના ભારતમાં પ્રવેશનો માર્ગ મોકળો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડીસીજીઆઈએ વિદેશમાં નિર્મિત વેક્સિનને મંજૂરી આપવાના નિયમોમાં છૂટ આપી
  • અમેરિકી કંપની લાંબા સમયથી આડઅસર થવા પર કંપનીઓ પર દંડ નહીં ફટકારવા માગ કરતી હતી

એજન્સી | ભારતની ટોચની દવા નિયામક ડીસીજીઆઈએ વિદેશમાં નિર્મિત કોરોના વેક્સિનની ભારતમાં આયાત કરવાનો માર્ગ મોકળો કરવા મોટો નિર્ણય કર્યો છે. હવે વિદેશી વેક્સિને દેશમાં ટ્રાયલમાંથી પસાર નહીં થવું પડે, પણ શરત એટલી કે તેને બહારના દેશોમાં ઉપયોગ માટે મંજૂરી મળી હોવી જોઈએ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપેલી હોવી જોઈએ. ડીસીજીઆઈના આ નિર્ણયથી અમેરિકી કંપની ફાઈઝર અને મોડર્નાની વેક્સિનનો દેશમાં પ્રવેશનો માર્ગ મોકળો થયો છે. આ બંને કંપનીઓ લાંબા સમયથી આ જ માગ કરી રહી હતી. ડીસીજીઆઈ અનુસાર જે વેક્સિનને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, બ્રિટનના ઈએમઈએ, ઈકે, એમએચઆરએ અને જાપાનના પીએમડીએ દ્વારા મંજૂરી મળી છે તે વેક્સિન માટે હવે દેશમાં પરીક્ષણ કે ટ્રાયલ જરૂરી નહીં હોય. ડીસીજીઆઈના વડા વી.જી.સોમાણીએ મંગળવારે એક પત્રમાં જણાવ્યું કે આ નિર્ણય ભારતમાં કોરોનાના વધતા કેસ અને વેક્સિનની ઉપલબ્ધતા વધારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ લેવાયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ફક્ત કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક-વી વેક્સિન ઉપલબ્ધ છે. મોટી સંખ્યામાં વેક્સિનની માગ છે.

અન્ય સમાચારો પણ છે...