તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Pfizer, Modern And Johnson & Johnson Vaccines Approved In The US, Find Out Which Of The Three Is The Most Effective?

વેક્સિનનો તુલનાત્મક અભ્યાસ:અમેરિકામાં ફાઈઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસનની વેક્સિનને મંજૂરી, જાણો ત્રણેયમાં સૌથી અસરદાર કઈ છે?

વોશિંગ્ટન6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય વેક્સિન ગંભીર બીમારી કે મૃત્યુના ખતરાને રોકવામાં સક્ષમ

અમેરિકામાં કોરોના વાઈરસની ત્રણેય વેક્સિને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મંજૂરી આપી દીધી છે. તેમાંથી બે વેક્સિન 95% અસરદાર સાબિત છે અને એક વેક્સિન 66%. તેનાથી લોકો અંદાજ લગાવી શકે છે કે 66% સુધી અસર કરતી વેક્સિન કોવિડ-19 વિરુદ્ધ ઓછી સુરક્ષા આપે છે પણ એવું નથી. વેક્સિનની અસર અને તેની કારગત થવાની ક્ષમતામાં અંતર છે.

વેક્સિનની અસરનો અર્થ કોઈ દવા કે વેક્સિનના ટેસ્ટિંગ પર આધારિત પરિણામો પર નિર્ભર કરે છે. જોકે અસરદાર હોવાની ક્ષમતાનો અર્થ એ છે કે દુનિયામાં ખૂબ જ મોટા લોકોના સમૂહ પર વેક્સિન કે દવા કઈ રીતે કામ કરે છે. જોકે ત્રણેય વેક્સિન વાઈરસ સામે ગંભીર રૂપે બીમાર થવા અને મૃત્યુને રોકવામાં સક્ષમ છે.

કોવિડ-19 વેક્સિનના સંબંધમાં રિસર્ચરોએ નોંધ લીધી કે વેક્સિન કઈ હદ સુધી કોરોના વાઈરસનાં લક્ષણોથી બચાવ કરે છે. ફાઈઝર-બાયોએન ટેકની વેક્સિન 95% અસરદાર હોવાનો અર્થ એ છે કે વેક્સિન લેનાર વ્યક્તિ કોરોનાનાં લક્ષણોથી 95% સુરક્ષિત છે. તેનો અર્થ એ નથી કે 95% વેક્સિનેટેડ લોકોને કોરોના નહીં થાય અને 5% લોકોને થઈ જશે. મોડર્નાની વેક્સિન 94% અસરદાર હોવાનો અર્થ એ છે કે તે લોકોને કોરોનાથી બચાવવામાં 94% અસરદાર છે. જોનસન એન્ડ જોનસન વેક્સિન 66% અસરદાર હોવાનો અર્થ પણ આ જ છે.

વેક્સિન અલગ અલગ રીતે કામ કરે છે. ફાઈઝર-બાયોએનટેક અને મોડર્નાએ એમઆરએનએ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ સાર્સ કોવિડ-2 વાઈરસના પ્રોટીનના જેનેટિક કોડને કાઢી તેને ચરબીના કોઈ કણમાં લપેટી શરીરમાં ઈન્જેક્ટ કરે છે. કોશિકાઓની અંદર ગયા બાદ વાઈરસના આ જીન્સ ઈમ્યૂન કોષોને પ્રોટીનની કોપી બનાવવાનો નિર્દેશ આપે છે.

તેના પર તે ઈમ્યૂન સિસ્ટમને એન્ટિબોડી જેવા કોષ બનાવવા સક્રિય કરે છે. જો તેના પછી વેક્સિન લેનાર વ્યક્તિ અસલ વાઈરસથી સંક્રમિત થઈ જાય તો શરીર જલદી એવા એન્ટિબોડી બનાવશે જે વાઈરસથી ચોંટીને તેને કોષોને સંક્રમિત કરતા રોકે છે. જોનસન એન્ડ જોનસનની વેક્સિન નબળા ઠંડા વાઈરસને પ્રોટીન બનાવવા તૈયાર કરે છે. શરીરની અંદર ગયા બાદ વાઈરસના જીન્સ તેની વિરુદ્ધ એન્ટિબોડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દે છે.

વાઈરસના નવા સ્ટ્રેન પર પરીક્ષણ
ફાઈઝર-બાયોએનટેક : વેક્સિનેટેડ લોકોના કોષો પર લેબમાં પરીક્ષણથી જાણ થઇ કે તે બ્રિટન, દ.આફ્રિકામાં મળી આવેલા વાઈરસના પ્રકારને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે પણ દક્ષિણ આફ્રિકાના પ્રકાર વિરુદ્ધ એન્ટિબોડી ઓછા બને છે.
મોડર્ના : વેક્સિનેટેડ લોકોના કોષો પર લેબમાં તપાસમાં જાણ થઈ કે તે બ્રિટન, દક્ષિણ આફ્રિકાના પ્રકારને નિષ્ક્રિય કરવામાં સક્ષમ રહી પણ દ.આફ્રિકાના પ્રકાર વિરુદ્ધ એન્ટિબોડીનું સ્તર છ ગણું ઓછું રહ્યું.
જોનસન એન્ડ જોનસન : માનવી પર ટ્રાયલમાં બ્રાઝિલમાં 68% અને દ.આફ્રિકામાં 64% અસરદાર.

અન્ય સમાચારો પણ છે...