તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Pew Research Center Report On Media Coverage After Becoming President; Similar To Trump's Start, 32% Coverage Negative But Twice As Positive

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇડેનના 100 દિવસ:રાષ્ટ્રપતિ બન્યા બાદ મીડિયા કવરેજ અંગે ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’નો રિપોર્ટ; ટ્રમ્પ જેવી જ શરૂઆત, 32% કવરેજ નેગેટિવ પણ પોઝિટિવ તેનાથી બમણું

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા 25 મીડિયાગૃહમાં સૌથી વધુ કવરેજ ઇકોનોમી અને હેલ્થ પર રહ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પદ સંભાળ્યા બાદ શરૂના 100 દિવસનું મીડિયા કવરેજ ટ્રમ્પની જેમ જ હકારાત્મક કરતા નકારાત્મક વધુ રહ્યું છે. બાઇડેનનું 32% કવરેજ નેગેટિવ જ્યારે 23% પોઝિટિવ રહ્યું છે. મોટા ભાગનું કવરેજ તેમની નેતૃત્ત્વક્ષમતા અને વ્યક્તિત્વના બદલે તેમની વિચારધારા તથા નીતિવિષયક એજન્ડા અંગે કરાયું. જોકે, તે મીડિયા આઉટલેટની વિચારધારા મુજબ જુદું-જુદું હોઇ શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન
  • બે તૃતીયાંશ કવરેજ બાઇડેનના પોલિસી એજન્ડા અંગે થયું.
  • ત્રણ ચતુર્થાંશ કવરેજ નેતૃત્ત્વ કુશળતા મુદ્દે કરાયું.

અમેરિકી મીડિયા પોતાની વિચારધારાની સાથે, તે મુજબ જ કવરેજ થયું
રિપોર્ટમાં જણાવાયું છે કે બાઇડેનનું કવરેજ પણ ટ્રમ્પની જેમ જ મીડિયા આઉટલેટની વિચારધારા પ્રમાણે જ થયું. ડાબેરી વિચારધારાવાળાએ બાઇડેનનું પોઝિટિવ કવરેજ કર્યું જ્યારે રાઇટ વિંગવાળાએ નેગેટિવ. 3 અગ્રણી મીડિયા ગ્રુપમાં 59% સ્ટોરીઝ બાઇડેનના પોલિસી એજન્ડા અને તેમની વિચારધારા મુદ્દે થઇ.

મોટા 25 મીડિયાગૃહમાં સૌથી વધુ કવરેજ ઇકોનોમી અને હેલ્થ પર રહ્યું
મોટા 25 મીડિયાગૃહમાં સૌથી વધુ કવરેજ ઇકોનોમી અને હેલ્થ પર રહ્યું
મુદ્દોલેફ્ટરાઇટનિષ્પક્ષ
ઇકોનોમી27%14%21%
હેલ્થકેર18%13%19%
ઇમિગ્રેશન8%20%10%
નોમિનેશન-જોબ10%8%9%
રાજકીય ક્ષમતા6%11%6%
  • આ 4 માપદંડના આધારે વિશ્લેષણ થયું: સ્ટોરીનો વિષય, નવા વહીવટીતંત્રનું મૂલ્યાંકન, ફ્રેમિંગ અને સ્ત્રોત.

કોરોનાનું કવરેજ અલગ પણ મોટા ભાગની સ્ટોરીઝમાં તેનો ઉલ્લેખ
કોરોના મહામારી અને તેની સામે લડવા માટે લેવાયેલા પગલાં તથા તે અંગેની અન્ય સ્ટોરીઝનું મૂલ્યાંકન અલગથી કરાયું. જોકે, મોટા ભાગની સ્ટોરીઝ ક્યાંક ને ક્યાંક કોરોના સાથે જોડાયેલી રહી. જેમ કે બાઇડેન સરકારમાં હેલ્થકેર અંગેની 72% સ્ટોરીઝમાં કોરોનાનો ઉલ્લેખ કરાયો જ્યારે અર્થતંત્ર અંગેની 96% સ્ટોરીઝમાં કોરોનાનો કે તેને સંબંધિત વિષયોનો ઉલ્લેખ કરાયો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો