• Gujarati News
  • International
  • People Were Weeping In Excruciating Pain On The Roads, Body Parts Were Burning And Falling To The Ground

15 તસવીરોમાં સિએરા લિયોનમાં ટેન્કર વિસ્ફોટની કહાની:લોકો માર્ગો પર અસહ્ય પીડા વચ્ચે આક્રંદ કરતા રહ્યા, શરીર પરની ચામડી અને માંસના લોચા જમીન પર પડતા રહ્યા

22 દિવસ પહેલા

આફ્રિકા દેશ સિએરા લિયોનમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજધાની ફ્રિટાઉનમાં 40 ફૂટ લાંબા એક ઓઈલ ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ટક્કર બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ સંજોગોમાં લગભગ 500 મીટરના ઘેરાવામાં વીજળી વેગે આગ ફેલાઈ ગઈ હતી અને તેને લીધે ક્ષણભરમાં 90 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 100થી વધારે લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

આગ એટલી વિકરાળ અને હૃદયદ્રાવક હતી કે માર્ગો પર મોટી સંખ્યામાં દાઝી ગયેલા લોકો કપડા વગર આક્રંદ કરી રહ્યા હતા અને આમ-તેમ ભાગી રહ્યા હતા. તેમના શરીર પરની ચામડી અને માંસના લોચા જમીન પર પડી રહ્યા હતા.

આ ઘટના કેટલીક હૃદયદ્રાવક હતી તે આ તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ટક્કર થયા બાદ ટેન્કરમાંથી ઓઈલ ખૂબ જ ઝડપથી માર્ગો પર ફેલાવા લાગ્યું હતું. ત્યારબાદ જેવો ટેન્કરમાં વિસ્ફોટ થયો તો આગ પણ એટલી ઝડપથી આજુબાજુમાં લાગી ગઈ કે નજીક રહેલા લોકોને બચવા માટે બિલકુલ તક ન મળી.

વિસ્ફોટ બાદ આગ અને ધુમાડો 10 કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. ઘટના સ્થળ ભીડવાળી જગ્યા છે. તેને લીધે જાનહાનીનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતા છે.

ઘટના સ્થળની નજીક 500 મીટરના ઘેરાવામાં જેટલા પણ વાહનો અને રહેઠાણો હતા તે આગની ઝપટમાં આવી નાશ પામ્યા છે. જોકે આ અંગેની ચોક્કસ આંકડાકીય માહિતી સામે આવી શકી નહીં.

દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ બચાવ કામગીરી શરૂ કરી હતી. સળગી રહેલા લોકોને જોઈને રાહત કાર્યમાં લાગેલા લોકો પણ તેમની આંખોમાં આસુ રોકી શક્યા ન હતા.

દુર્ઘટના બાદ ચોતરફે આગ અને ધૂમાડો જ દેખાતો હતો. માર્ગો પર ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયેલા લોકો આમતેમ ભાગી રહ્યા હતા. સ્થાનિક લોકો આ

ઘટના બાદ આ વિસ્તારમાં ઉભેલા વાહનો પણ આગની ઝપટમાં આવી ગયા. પેટ્રોલ ભરેલા અનેક વાહનોમાં તો વિસ્ફોટ પણ થયાની માહિતી સામે આવી છે.

ઓઈલ ટેન્કરને અન્ય એક ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ઘટના પાછળના કારણો અંગે કોઈ ખુલાસો થઈ શકયો નથી.

એક અહેવાલમાં યાત્રીઓથી ભરેલી બસ સાથે ટેન્કરની ટક્કરની વાત કરવામાં આવી છે. આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે બસ સંપૂર્ણપણે યાત્રીઓથી પેક હતી. આ ઘટના બાદ બસમાં રહેલા તમામ યાત્રીઓ માર્યા ગયા છે. જોકે ડિઝાસ્ટર ટીમે આ દાવાને ખોટો ગણાવ્યો છે.

આ ઘટનામાં 100થી વધારે લોકો ગંભીરપણે દાઝી ગયા છે. જે લોકો હિંમત કરી શક્યા તેઓ જાતે જ હોસ્પિટલો તરફ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમના શરીર પરની ચામડી ઉતરી ગયેલી હતી.

વિસ્ફોટ બાદ 90થી વધારે લોકોએ ઘટના સ્થળ પર અંતિમ શ્વાસ લીધા હતા. માર્ગો પર અનેક લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા. અનેક લોકો તો એવા હતા કે જેમના માથા અને ધડની ખબર જ પડતી ન હતી.

વિસ્ફોટ બાદ અનેક દ્વિચક્રિય વાહનો પણ સંપૂર્ણપણે સળગીને નાશ પામ્યા હતા. જોકે નુકસાનને લગતી ચોક્કસ આંકડાકીય માહિતી સામે આવી શકી નથી.

ડ્રોન તસવીરોમાં ઘટના સ્થળનું સંપૂર્ણ દ્રશ્ય જોઈ શકાતું હતું. લોકોની ભીડ અને ધૂમાડો સ્થિતિ કેટલી ભયજનક હતી તે દર્શાવતી હતી.

ટ્રક અને ટેન્કરની ટક્કર બાદ બન્ને વાહનો માર્ગની વચ્ચે આવી ગયા હતા. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે બન્ને વાહનો કેટલી ઝડપથી એક બીજા સાથે અથડાયા હશે.

ફ્રીટાઉનમાં મૃતદેહોને રાખવાની જગ્યાએ લોકો પોતાના સ્વજનોને શોધવા કલાકો સુધી ભટકી રહ્યા હતા. અનેક લોકો એટલી હદ સુધી સળગી ગયા છે કે તેમને શોધવા મુશ્કેલ છે.

હોસ્પિટલમાં પણ ભયજનક સ્થિતિ
ઘટના બાદ રાજધાની ફ્રીટાઉનની તમામ હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ ઘટનામાં ઈજા પામેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં બેડની અછતને લીધે જમીન પર સારવાર કરવી પડી રહી છે. ઈલાજ કરી રહેલા ડોક્ટર અને નર્સના હાથ કાંપી રહ્યા હતા. અનેક લોકો તેમના આંસુ રોકી શકતા ન હતા. તમામ હોસ્પિટલોમાં બૂમો પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...