કેટલાક આવા ચહેરા જે ધરતી પર છે જ નહી, તો પણ ડિજિટલ દુનિયામાં લોકો તેમના પર સૌથી વધુ વિશ્વાસ કરે છે. લંડનની રોયલ હોલોવે યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે લોકોને કમ્પ્યુટર દ્વારા બનાવેલા માનવ ફોટા વધુ વિશ્વાસપાત્ર લાગે છે. તેઓ વાસ્તવિક માનવામાં આવે છે અને લોકો તેમની તરફ વધુ આકર્ષાય છે. જો આવા ચિત્રો વધુ સુંદર ન હોય તો પણ તેમની વિશ્વસનીયતા અંગે કોઈ શંકા કરતો નથી. કયું ચિત્ર જિંદા માણસનું છે અને કયું કોમ્પ્યુટર જનરેટેડ છે તે ઓળખવું હવે ઘણું મુશ્કેલ છે.
આ સંશોધન કરનારા રોયલ હોલોવે યુનિવર્સિટી ઓફ લંડનના મનોવિજ્ઞાનના પ્રોફેસર માનોસ સાકિરિસએ સમજાવે છે કે કોમ્પ્યુટર-જનરેટેડ આ ચિત્રોવાળા પ્રોફાઇલ્સ સાથે જોડાયા પછી લોકોની વાતચીતની રીત બદલાઈ જાય છે. તેઓ વધુ સરળતા-આત્મીયતા સાથે વાત કરે છે અને વાતચીતમાં ખૂબ જ ઝડપથી ખુલી જાય છે. તેઓ કહે છે- લિંક્ડઇન પર કોમ્પ્યુટર દ્વારા જનરેટેડ ચિત્રો સાથેની ફેક પ્રોફાઇલ્સ તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રોફાઈલ દ્વારા અમેરિકાના તમામ મોટા અધિકારીઓ અને ઘણા પ્રભાવશાળી લોકો સરળતાથી કનેક્શન થઈ ગયા હતા. કાઉન્ટર ઇન્ટેલિજન્સ નિષ્ણાતો કહે છે કે કમ્પ્યુટર દ્વારા ફેક પ્રોફાઇલ બનાવીને જાસૂસી કરવામાં આવે છે.
આ તસવીરોવાળી વ્યક્તિ મળી શકતી નથી, જેના કારણે કોઈને શંકા નથી થતી. આવી કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજીસ હવે આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે, પરંતુ ઘણીવાર આપણને તેની જાણ હોતી નથી. આ કોમ્પ્યુટર જનરેટેડ ચિત્રોનો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. તેનો ઉપયોગ માર્કેટિંગ માટે પણ થઈ રહ્યો છે. તેઓને જાહેરાતમાં મોડેલ તરીકે રજૂ કરવામાં આ વી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ અસ્તિત્વમાં નથી.
વાસ્તવિક ચહેરાના ડેટાબેઝમાંથી નવા ચહેરા બને છે
વાસ્તવિક લોકોના ફોટોગ્રાફ્સનો વિશાળ ડિજિટલ ડેટાબેઝ બનાવવામાં આવે છે. તેના પછી કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા આ ફોટોગ્રાફ્સના આધારે જ નવા ચહેરાઓ તૈયાર કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.