રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધના 312 દિવસ પૂરા થઇ ચૂક્યા છે. ક્રિસમસ અને ન્યૂ યરના અવસર પર પણ યુક્રેની સૈનિકોએ રશિયાના હુમલાના જવાબ આપ્યા. આના કેચલાય વીડિયો વાઇરલ થઇ રહ્યા છે, જેમાં એક યુક્રેની ફાઇટર પાઇલટને સાંતા ક્લોઝના પોશાકમાં મિસાઇલ છોડતા જોઇ શકાય છે.
Mig-29 ફાઇટર જેટથી છોડી મિસાઇલ
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Ukraine_defence એકાઉન્ટે પોસ્ટ કરી છે. કેપ્શનમાં બતાવવામાં આવ્યું છે ફાઇટર પાઇલટને યુક્રેન એરફોર્સના Mig-29 ફાઇટર જેટ દ્વારા હુમલો કર્યો. તેમણે અમેરિકન મિસાઇલ AGM-88 HARMને રશિયન ટાર્ગેટ પર છોડવામાં આવી. આ એર ટુ સરફેસ, એન્ટિ રેડિએશન મિસાઇલ છે. Mig-29 જેટમાં બે AGM-88 મિસાઇલ અને બે R-37 શોર્ટ રેન્જ મિસાઇલ હોય છે. R-37 એર ટુ એર મિસાઇલ છે.
વીડિયોને બે લાખથી વધુ વાર જોવામાં આવ્યો
આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર બે લાખથી વધુ વાર જોવામાં આવી છે. પોસ્ટને 20 હજારથી વધુ લોકોએ લાઇક પણ કરી છે. કોમેન્ટ્સમાં એક યુઝરે લખ્યું- આ વખતે સાંતા પાસે બીજા જરૂરી કામ હતાં, એટલા માટે મને ગિફ્ટ ન મળી. બીજા યુઝર્સે લખ્યું- આ સાંતાની સામે કોઇ ટકી નથી શકતું. કેટલાય યુઝર્સે રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ખતમ થવાની કામના પણ કરી.
રશિયાએ ન્યૂ યર પર પણ હુમલા કર્યા
વર્ષનો બીજો દિવસ શરૂ થતા પહેલાં જ રશિયાએ યુક્રેન પર ડ્રોનથી હુમલા કરવાનું શરૂ કરી દીધું. આ મામલામાં યુક્રેનની રાજધાની કીવના મૂળભૂત ઢાંચાને નિશાન બનાવવામાં આવ્યો છે. રશિયન હુમલાની જાણકારી ગવર્નર ઓલેક્સી કલ્યૂબાએ ટેલિગ્રામ પર આપી. હુમલાના કારણે ડેસ્નિઆનસકી જિલ્લામાં એક 19 વર્ષીય છોકરો ઇમારતનો કાટમાળ પડવાથી ઘાયલ થઇ ગયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.