તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ:લોકો ગભરાઈને ઘરની બહાર દોડી ગયા; 1999માં આવેલા ભૂકંપમાં 800 લોકોના મોત થયા હતા

અંકારા12 દિવસ પહેલા
  • ભૂકંપ સવારે 4.08 વાગ્યે આવ્યો હતો

તુર્કીએ (જૂનું નામ તુર્કી)માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. આંચકા એટલા ભારે હતા કે રાજધાની અંકારા, ઈસ્તાંબુલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ડુજસે પ્રાંતના ગોલકાયામાં હતું. આ શહેર ઈસ્તાંબુલથી 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં 1999માં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 800 લોકોના મોત થયા હતા.

યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ભૂકંપ ડુજસે પ્રાંતમાં સવારે 4.08 વાગ્યે આવ્યો હતો.
યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ભૂકંપ ડુજસે પ્રાંતમાં સવારે 4.08 વાગ્યે આવ્યો હતો.
આ તસવીર ડુજસે પ્રાંતની છે. અહીં ભૂકંપ બાદ એક મકાનમાં રાખેલો સામાન સંપૂર્ણ રીતે વેર-વિખેર થઈ ગયો હતો.
આ તસવીર ડુજસે પ્રાંતની છે. અહીં ભૂકંપ બાદ એક મકાનમાં રાખેલો સામાન સંપૂર્ણ રીતે વેર-વિખેર થઈ ગયો હતો.
અહીં ભૂકંપ બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડતા જોવા મળ્યા હતા.
અહીં ભૂકંપ બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડતા જોવા મળ્યા હતા.
ડુજસના મેયર ફારુક ઓઝલુએ જણાવ્યું હતું કે શહેરના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઈન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.
ડુજસના મેયર ફારુક ઓઝલુએ જણાવ્યું હતું કે શહેરના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઈન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.

લોકોએ જણાવ્યું- એવું લાગતું હતું કે બિલ્ડિંગ તૂટી પડવાની તૈયારીમાં છે
અંકારામાં રહેતા ઓમેર અનસે કહ્યું- હું લગભગ 4 વાગે જાગી ગયો હતો. મકાન ધ્રૂજી રહ્યું હતું. રૂમમાં રાખેલી બુકશેલ્ફ અચાનક પડી ગઈ. હું ડરી ગયો અને ઘરની બહાર નીકળી ગયો. ગયા અઠવાડિયે જ વહીવટીતંત્રે ભૂકંપ નિવારણ માટે કવાયત હાથ ધરી હતી. ભૂકંપના આટલા ભારે આંચકા અંકારામાં મેં પહેલા ક્યારેય અનુભવ્યા નથી. મને આશા છે કે લોકો સુરક્ષિત છે. અન્ય એક વ્યક્તિએ ભૂકંપને સૌથી ખતરનાક ગણાવ્યો હતો. અબ્દીફાતાહ અદાને કહ્યું- મને જોરદાર ધ્રુજારીનો અનુભવ થયો. એપાર્ટમેન્ટમાં એક વિચિત્ર કંપન અનુભવાતું હતું. એવું લાગતું હતું કે બિલ્ડિંગ તૂટી પડવાની તૈયારીમાં છે. બધા બહાર આવ્યા અને રસ્તા પર ભેગા થયા હતા.

વિશ્વમાં દર વર્ષે 20,000 ભૂકંપ આવે છે
વિશ્વમાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોય છે. નેશનલ અર્થક્વેક ઈન્ફોર્મેશન કેન્દ્ર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ નોંધાય છે. તેમાંથી 100 ભૂકંપ એવા છે કે જેનાથી વધુ નુકસાન થાય છે. ભૂકંપ થોડીક સેકન્ડ કે થોડી મિનિટો સુધી ચાલે છે. ઇતિહાસમાં સૌથી લાંબો છેલ્લો ભૂકંપ 2004માં હિંદ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી રહ્યો હતો.

કેટલી તીવ્રતાનો ભૂકંપ કેટલો ખતરનાક હોય છે

  • 0 થી 1.9 - માત્ર સિસ્મોગ્રાફી દ્વારા જાણી શકાય છે.
  • 2 થી 2.9 - હળવા આંચકા અનુભવાય છે.
  • 3 થી 3.9- જો તમારી પાસેથી કોઈ વધુ સ્પીડથી ટ્રક પસાર થાય તો તેની આવી અસર થાય છે.
  • 4 થી 4.9 - બારીઓ તુટી શકે છે. દિવાલો પર લટકતી વસ્તુઓ પડી જાય છે.
  • 5 થી 5.9- ઘરની અંદર રાખેલ ભારે સામાન જેમ કે ફર્નિચર વગેરે ધ્રૂજવા લાગે છે.
  • 6 થી 6.9- મોટી ઇમારતોના પાયા હલી જાય છે. ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ઉપરના માળને વધુ નુકશાન થાય.
  • 7 થી 7.9 - ઇમારતો પડી થાય છે. ગુજરાતના ભુજમાં 2001માં અને નેપાળમાં 2015માં આ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 8 થી 8.9 - ગગનચુંબી ઇમારતો અને પુલ ધરાશાયી થઈ જાય છે.
  • 9 અને તેથી વધુ - સૌથી વધુ વિનાશ. જો કોઈ મેદાનમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી પણ જોઈ શકે છે. દરિયો નજીક હોય તો સુનામીનું જોખમ.

ભૂકંપના અન્ય સમાચાર પણ વાંચો...

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 268 લોકોના મોત થયા છે, અનેક સ્કૂલના બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે

ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર સોમવારે આવેલા ભૂકંપમાં 268 લોકોના મોત થયા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ પછી ચારેય તરફ કાટમાળ, મૃતદેહો અને ઘાયલો દેખાઈ રહ્યા છે. 2 હજારથી વધુ મકાનો ધરાશાયી થયા હતા. 13 હજાર લોકો બેઘર છે. ઇજાગ્રસ્તોને કામચલાઉ કેમ્પ, પાર્કિંગની જગ્યાઓ અને રસ્તાઓ પર સારવાર આપવામાં આવી રહી છે.

સૌથી વધુ વિનાશ સિયાંજુર શહેરમાં થયો છે, જ્યાં ભૂકંપ દરમિયાન 3 મિનિટ સુધી ઇમારતો હલતી રહી હતી. મોટાભાગના મૃત્યુ પણ અહીં થયા છે.

અન્ય સમાચારો પણ છે...