• Gujarati News
  • International
  • People Rally With National Flag In Jalalabad, 3 Killed By Terrorists Firing; Several Journalists Were Also Injured

તાલિબાનને ચેલેન્જ:જલાલાબાદમાં લોકોએ રાષ્ટ્રધ્વજની સાથે રેલી કાઢી, આતંકીઓએ ફાયરિંગ કરતા 3નાં મોત; અનેક પત્રકાર પણ ઘાયલ

કાબુલ3 મહિનો પહેલા

અફઘાનિસ્તાનમાં કેટલાંક લોકોને તાલિબાનનું શાસન મંજૂર નથી. જેના સંકેત બુધવારે જોવા મળ્યા. જલાલાબાદમાં સ્થાનિક લોકોએ અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. જે બાદ આ ઝંડો હાથમાં લઈને રેલી કાઢી. તાલિબાનને આ પસંદ ન પડ્યું અને તેઓએ નિર્દોષ લોકો પર ફાયરિંગ કરી દીધું. ન્યૂઝ એજન્સી 'રોયટર્સ' મુજબ, તાલિબાને કરેલા ફાયરિંગમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કેટલાંક પત્રકારો પણ ઘાયલ થયા છે, જેમાંથી મોટા ભાગના વીડિયો જર્નાલિસ્ટ્સ છે.

તાલિબાનનો વિરોધ
જલાલાબાદ અફઘાનિસ્તાનનું મોટા અને મુખ્ય શહેરમાંથી એક છે. બુધવારે અહીં હજારો લોકોએ મુખ્ય ચોકમાં એકઠા થયા હતા. તેઓએ એક જગ્યાએ અફઘાનિસ્તાનનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. જે બાદ મુખ્ય માર્ગથી રાષ્ટ્રીય ધ્વજ લઈને રેલી કાઢી હતી. આ તાલિબાનના શાસનને સીધો જ પડકાર હતો. ઈમારતો અને માર્ગો પર તહેનાત તાલિબાને ભીડને વીખેરવા ફાયરિંગ કર્યું, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા હતા.

જલાલાબાદ તે જ શહેર છે જેને તાલિબાને કાબુલની પહેલાં કબજે કર્યું હતું. અહીંના લોકોએ તાલિબાનનો ઝંડો ઉઠાવવાને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. બુધવારે રેલી દરમિયાન તેઓએ સીધો જ તાલિબાનીઓને પડકાર ફેંક્યો હતો.

અચાનક જ ફાયરિંગ
લોકલ મીડિયાએ આ અંગેના કેટલાંક વીડિયો ફુટેજ જાહેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જેમાં લોકો શાંતિપૂર્વક રેલી કાઢી રહ્યાં હતા. આ દરમિયાન ઈમારતો અને રસ્તાઓ પર તહેનાત તાલિબાનીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. રેલીમાં હાજર લોકોએ તાલિબાન વિરૂદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા. વીડિયોઝમાં દેખાય રહ્યું છે કે તાલિબાને આ દરમિયાન પત્રકારો અને ખાસ કરીને વીડિયો જર્નાલિસ્ટ્સ સાથે પણ મારામારી કરી.

તાલિબાનીઓ કહે છે કંઈક અને કરે છે કંઈક
'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના એક રિપોર્ટ મુજબ તાલિબાને મહિલાઓની સુરક્ષા અને તેને યોગ્ય હક આપવાનો વાયદો જરૂરથી કર્યો છે પરંતુ તે માત્ર દુનિયામાં પોતાની ઈમેજ બનાવવાના પ્રયાસરૂપે જ છે. કાબુલ એરપોર્ટની બહાર તાલિબાને લાઈનમાં ઊભેલી મહિલાઓને માર માર્યો હતો. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. એક મહિલાને બંદૂકના બટથી મારવામાં આવી હતી. આ મહિલા બુરખામાં હતી અને પોતાનો બચાવ કરતા જોવા મળી.

કાબુલ એરપોર્ટની બહાર બુધવારે લાઈનમાં ઊભેલી એક મહિલાને માર મારતો તાલિબાની
કાબુલ એરપોર્ટની બહાર બુધવારે લાઈનમાં ઊભેલી એક મહિલાને માર મારતો તાલિબાની

હામિદ કરઝાઈ એક્ટિવ
કાબુલમાં બુધવારે હક્કાની નેટવર્કના ચીફ અને તાલિબાન કમાન્ડર અનસ હક્કાનીએ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઇ સાથે મુલાકાત કરી. આ મીટિંગમાં પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા-અબ્દુલ્લા પણ સામેલ હતા. તાલિબાનમાં અનેક જૂથ સામેલ છે. જેમાં હક્કાની નેટવર્ક પણ મહત્વનું છે. અમેરિકા આ જૂથને અફઘાનિસ્તાનમાં હિંસા માટે જવાબદાર ગણાવે છે. આ ગ્રુપના મોટા ભાગના ઠેકાણાંઓ પાકિસાતનના કબીલાવાળા વિસ્તારમાં છે. આ જૂથ પાકિસ્તાની સેના અને ISIના ઈશારે જ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...