ફોટામાં ન્યૂયોર્ક હુમલાની સમગ્ર ઘટના:હુમલાખોર કન્સ્ટ્રક્શન વર્કરનાં કપડાં પહેરીને આવ્યો હતો, હુમલામાં 16 લોકો ઘાયલ; પોલીસે આરોપીનો ફોટો જાહેર કર્યો

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • આરોપી ફ્રેન્ક જેમ્સની ઉંમર લગભગ 62 વર્ષની છે

અમેરિકાના ન્યૂયોર્ક શહેરના લોકો ગોળીઓના અવાજથી ડરી ગયા હતા. અહીંના બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર કેટલાક હુમલાખોરોએ જોરદાર ફાયરિંગ કર્યું હતું. એમાં 16 લોકો ઘાયલ થયા હતા. એમાંથી ત્રણની સ્થિતિ ગંભીર છે. ઘટના અમેરિકાના સમય પ્રમાણે સવારના સાડાઆઠ વાગ્યાની છે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બ્રુકલિન સ્ટેશનની આ ઘટના પછી અહીં જ્યારે સર્ચ-ઓપરેશન ચલાવવામાં આવ્યું તો કેટલાક બોમ્બ ફાટ્યા વગરના મળ્યા હતા. આ ઘટનાના આરોપીની ઓળખ થઈ ગઈ છે. પોલીસે ફ્રેન્ક જેમ્સની તસવીર બહાર પાડીને તેની ઉંમર લગભગ 62 વર્ષની હોવાનું કહ્યું છે.

આગળ વાંચતાં પહેલાં તમે નીચે આપેલા પોલમાં ભાગ લઈને પોતાનો મત આપી શકો છો...

ફાયરિંગ પછી મેટ્રો સ્ટેશનમાં અફરાતફરી સર્જાઈ હતી. ઘણા લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. કેટલાક લોકો જમીન પર પડી ગયા હતા. ફોટામાં એક વ્યક્તિ ઘાયલના પગે પાટો બાંધીને લોહીને રોકવાની કોશિશ કરતી દેખાઈ રહી છે.

પોલીસે કહ્યું હતું કે હુમલાખોર ઓળખ છુપાવવા માટે કન્સ્ટ્રક્શન વર્કર બનીને આવ્યો હતો. એક શખસ નાનો બોમ્બ લઈને સ્ટેશનમાં ઘૂસ્યો હતો. ઘટનામાં 62 વર્ષીય ફ્રેન્ક આર. જેમ્સની શોધખોળ ચાલુ છે. ફ્રેન્કે હમણાં જ એક વેન ભાડેથી લીધી હતી.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ગોળીબારમાં 16 લોકો ઘાયલ થયા છે. લગભગ 8.30 વાગ્યે વિભાગને સ્ટેશનની અંદર ધુમાડો નીકળતો હોવાની માહિતી મળી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, ન્યૂયોર્કના સબઅર્બન એરિયા બ્રુકલિનમાં લોકો રોજની જેમ જ લોકલ મેટ્રો સ્ટેશન પર પહોંચી રહ્યા હતા. અહીંથી લોકો શહેરના બીજા હિસ્સામાં પહોંચે છે.

પોલીસે મોટા ભાગના પેસેન્જર્સને સુરક્ષિત કાઢી લીધા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને આંખે દેખનારના જણાવ્યા મુજબ, એક હુમલાખોર જેની લંબાઈ લગભગ 5 ફુટ 5 ઈંચ હશે. તેણે ઓરેન્જ કલરનો જમ્પ સૂટ પહેર્યો હતો. તેણે ચહેરા પર ગેસ- માસ્ક લગાવ્યું હતું. તેની પીઠ પર એક સિલિન્ડર પણ હતું. અમે એ જાણતા નથી કે એમાં શું હતું.

વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા મુજબ, જે વિસ્તારમાં ફાયરિંગ થયું ત્યાં મોટા ભાગની વસતિ અશ્વેત છે. અહીં સેન્ટ્રલ અમેરિકા, પ્યૂટોંનિકો અને ઈક્વાડોરના નાગરિકો રહે છે. પોલીસે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં તેમને ઘટનાસ્થળેથી કોઈ વિસ્ફોટક મળ્યો નથી. હુમલો કરનાર એક શખસ હતો, જેણે પહેલા સ્ટેશન પર ધુમાડો ફેલાવ્યો અને પછી પેસેન્જર પર ફાયરિંગ કર્યું હતું.

તસવીરોમાં અફરાતફરીનો માહોલ સ્પષ્ટ જોઈ શકાય છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત દેખાઈ રહી છે અને સતત મેટ્રો સ્ટેશનમાંથી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. ન્યૂયોર્ક પોલીસની સ્પેશિયલ કમાન્ડો ટીમે બ્રુકલિન સ્ટેશનને ચારેતરફથી ઘેરી લીધું છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા મુજબ, તપાસ એજન્સીઓએ હુમલખોરનો સ્કેચ બહાર પાડ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીનું કદ પાંચ ફુટ પાંચ ઈંચ છે. CCTVની યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને ઘટનાને નજરે જોનાર સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી છે.

અમેરિકાનું પ્રશાસન આ હુમલાને ગંભીરતાથી લઈ રહ્યું છે. ન્યૂયોર્ક પોલીસ અને FBI તપાસમાં લાગી ગઈ છે. ન્યૂયોર્ક શહેરમાં તમામ મેટ્રો સ્ટેશનને બંધ કરવામાં આવ્યાં છે. સ્કૂલોને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પોલીસે આરોપી ફ્રેન્ક જેમ્સની તસવીર બહાર પાડી છે.

અન્ય સમાચારો પણ છે...