ગ્લાસ્ગોમાં મોદીના સ્વાગતના 10 PHOTOS:ભારતીય મૂળના લોકોએ ગીત ગાયું- 'ઈસ દેશ કે યારો ક્યા કહના, મોદી હૈ ભારત કા ગહના...'

નવી દિલ્હી3 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસના યુરોપ પ્રવાસે પહોંચ્યા છે. રવિવારે G-20 સમિટ પૂરી થયા પછી PM મોદી COP-26 સમિટમાં ભાગ લેવા ગ્લાસ્ગો પહોંચ્યા છે. અહીં ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટથી હોટલ પહોંચેલા મોદીનું લોકોએ અભિવાદન કરીને ગીત ગાયું હતું. લોકોએ કહ્યું- ઈસ દેશ કે યારો ક્યાં કહના, મોદી હૈ ભારત કા ગહના.

ગ્લાસ્ગોમાં જળવાયુ પરિવર્તન પર થઈ રહેલી COP-26 સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.

ગ્લાસ્ગો એરપોર્ટ પર ઊતરતાં જ PM મોદીએ ટ્વીટ કર્યું- જળવાયુ પરિવર્તન રોકવા માટે ભારતની કોશિશ ચાલુ છે. આ મુદ્દે તેઓ વર્લ્ડ લીડર્સની સાથે કામ કરવા આતુર છે.

COP-26 સમિટમાં સામેલ થવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો પહોંચ્યા હતા, એમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં.

એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ સ્વાગત કરવા માટે આવેલા લોકોનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ અહીં ઘણા મારવાડી બિઝનેસમેન સાથે ગુજરાતીમાં વાતચીત કરી હતી. ગ્લાસ્ગો સ્કોટલેન્ડ(બ્રિટન)નું પોર્ટ સિટી છે.

ગ્લાસ્ગોમાં ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાન મોદીનું ભારત માતાની જયના નારાની સાથે સ્વાગત કર્યું. એમાં યુવાઓની સંખ્યા ઘણી વધુ હતી.

PM મોદીનું સ્વાગત કરવા પહોંચેલા ભારતીય મૂળના લોકો હાથમાં ભારતના ઝંડા લઈને પહોંચ્યા હતા. કેટલાક લોકો તાળીઓ વગાડી રહ્યા હતા, તો કેટલાક લોકો ગીતો ગાઈ રહ્યા હતા.

હોટલ પહોંચેલા વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત થયું. આ દરમિયાન મોદીએ હાથ જોડીને ભારતીય મૂળના લોકોનું અભિવાદન કર્યું હતું.

વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા પહોંચેલા લોકોએ ઈસ દેશ કે યારો ક્યાં કહના, મોદી હૈ ભારત કા ગહનાનું ગીત ગાયું હતું.

રવિવારે પીએમ મોદી G-20 દેશોના નેતાઓની સાથે રોમનો પ્રસિદ્ધ ટ્રેવી ફાઉન્ટેન જોવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે બીજા વર્લ્ડ લીડર્સની સાથે સિક્કો ઉછાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...