તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વના અલગ-અલગ દેશોમાં ભારતીય મૂળના લોકોનો ડંકો વાગી રહ્યો છે. 15 દેશોમાં ટોચના સ્થાને 200 જેટલા ભારતીય મૂળના લોકોનો સમાવેશ થયો છે. ખૂબીની વાત એ છે કે આ દેશોમાં અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વગદાર દેશો પણ છે.
2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીડર્સની એક યાદી જાહેર થઈ છે. આ યાદી સરકારી વેબસાઈટ અને જાહેર રીતે ઉપલબ્ધ સંસાધનના આધારે તૈયાર કરવામાં આવી છે. દુનિયાના 15 જેટલા દેશ એવા છે કે જેમાં ભારતીય મૂળના 200 લોકો મહત્ત્વના પદ પર બિરાજમાન છે. એટલું જ નહીં નાણામંત્રી અને ઉપરાષ્ટ્ર પ્રમુખ જેવા પદ પર પણ ભારતીય મૂળની વ્યક્તિનું વર્ચસ્વ જોવા મળે છે. 60 ભારતીય એવા છે કે જેમણે 15 દેશોની કેબિનેટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ નેતાઓ અલગ-અલગ દેશોમાં જાહેર સેવાના મોટા-મોટા પદે પહોંચી ગયા છે. ડિપ્લોમેટ, સાંસદ, બેન્કોના વડા, કોઈ પંચના વડા વગેરે પર ભારતીય મૂળના લોકો જોવા મળે છે.
ભારત સરકારના આંકડા મુજબ ભારતના 3.2 કરોડ લોકો વિશ્વના અલગ-અલગ દેશોમાં રહે છે. ભારતીય મૂળના અમેરિકી સાંસદ અમીબેરા કહે છે કે 2021 ઇન્ડિયાસ્પોરા ગવર્મેન્ટ લીડર્સની યાદીમાં સામેલ થવું એ ગૌરવની વાત છે. જે દેશોમાં ભારતીય મૂળના લોકોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે તેમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉથ આફ્રિકા અને સિંગાપુર જેવા દેશનો સમાવેશ થાય છે. આ દેશોની જીડીપી લગભગ 28 ટ્રિલિયન ડૉલર થવા જાય છે.
અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષનો વિજય થયા પછી ભારતીયનો દબદબો અનેકગણો વધી ગયો છે. બાઈડેનની સરકારમાં નીરા ટંડન, ડૉ. વિવેક મૂર્તિ, વનીતા ગુપ્તા, ઉજરા જેઆ, વિનય રેડ્ડી, ભરત રામમૂર્તિ, ગૌતમ રાઘવન, માલા અડીગા, ગરિમા વર્મા, તરુણ છાબરા, સુમોના ગુહા, શાંતિ કલાતિલ, સોની અગ્રવાલ, સબરીનાસિંહ, આઈસા શાહ, સમીરા ફાજિલી, વેદાંત પટેલ, વિદુર શર્મા, નેહા ગુપ્તા, રીમા શાહ, રોમિક ચોપડા જેવા લોકો સામેલ છે.
28 ટ્રિલિયન ડૉલરની GDPવાળા દેશમાં ભારતીયોનો દબદબો
2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીડર્સની યાદી મુજબ જે દેશોમાં ભારતીય મૂળના લોકો ટોચના પદે બિરાજેલા છે તે દેશોની જીડીપી લગભગ 28 ટ્રિલિયન ડૉલર જેટલી થવા જાય છે. આના આધારે ખ્યાલ આવી શકે છે કે વિશ્વમાં ભારત ભારતીય લોકોનો દબદબો કેવા સ્તરનો છે. આ ભારતીયો સમાજના દરેક ક્ષેત્રમાં ટોચના પદે બિરાજમાન છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.