સાઉદી અરબે હજયાત્રામાં કોરોના દરમિયાન લગાવેલી નિયમબદ્ધતાને હટાવી દીધી છે. સાથે જ હજ માટે ઉંમરની સીમા પણ હટાવી દીધી છે. એટલે કે દરેક ઉંમરની વ્યક્તિ હજયાત્રા પર જઇ શકેશે. હજયાત્રીઓની સંખ્યા પરથી પણ પ્રતિબંધ હટાવી દીધો છે. આ નિયમબદ્ધતા કોરોનાથી બચવા માટે લગાવવામાં આવ્યો હતો.
2019માં 25 લાખ, તો 2020માં માત્ર એક હજાર હજયાત્રી પહોંચ્યા હતા
સાઉદી અરબના હજ અને ઉમરાહ મિનિસ્ટર તૌફીક અલ-રબિયાએ બતાવ્યું કે 2023માં હજયાત્રા કરનારા લોકોની સંખ્યા કોરોનાની પહેલાં જેવી જ હશે. અરબ ન્યૂઝ અનુસાર 2019માં દુનિયાભરના 25 લાખ લોકોએ હજયાત્રા કરી હતી. કોરોનાને લીધે 2020માં આ સંખ્યા ઘટીને એક હજાર થઇ ગઇ હતી. કોરોનામાં માત્ર એ લોકો જ હજ કરી શકતા હતા, જે સાઉદી અરબના મૂળ નિવાસી હોય અને તેમની ઉંમર 20થી 50 વર્ષની વચ્ચે હોય.
2021-22માં ફુલ્લી વેક્સિનેટેડ 10 લાખ લોકોએ હજયાત્રા કરી
2021માં કેટલાક પ્રતિબંધો સાથે 60 હજાર લોકોને હજ કરવાની મંજૂરી આપી હતી. આ બધા સાઉદીના નાગરિકો હતા. તેમણે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હતા. 2022માં આંતરરાષ્ટ્રીય યાત્રિકોને હજ કરવાની મંજૂરી મળી હતી, પરંતુ પહેલાંના મુકાબલે આ સંખ્યા ઓછી હતી. આ દરમિયાન કુલ 10 લાખ લોકો યાત્રામાં સામેલ થયા હતા.
આ વર્ષે હજ માટે ઓનલાઇન એપ્લિકેશન શરૂ
હાલમાં જ 5 જાન્યુઆરીએ અલ-રબિયાએ જણાવ્યું કે હવે હજ માટે લોકો ઓનલાઇન આવેદન કરી શકશે. આવેદન 15 ફેબ્રુઆરી સુધી કરી શકાશે. આના માટે યાત્રીઓની પાસે જુલાઇના મધ્ય સુધી કાયદેસરનું રાષ્ટ્રીય કે નિવાસી ઓળખપત્ર હોવું જોઇએ. સાથે જ કોરોના અને સિઝનલ ઇન્ફ્લુએન્ઝાનું વેક્સિન સર્ટિફિકેટ ધાર્મિક સ્થળે પહોંચવાના 10 દિવસ પહેલાંનું હોવું જોઇએ. હજયાત્રી સીધા હજ મિનિસ્ટરની વેબસાઇટ પર જઇનને એપ્લાય કરી શકે છે. એકથી વધુ આવેદન માટે એક જ મોબાઇલ નંબર યુઝ ન કરવા માટે કહેવામાં આવ્યું છે.
વિઝાની સમયમર્યાદા વધી, મક્કાથી મદીના સુધી ટ્રેન ચાલુ હશે
2023માં ભારતમાંથી ઇતિહાસના સૌથી વધુ હજયાત્રી
આ વર્ષે સાઉદી અરબે ભારત માટે હજ કોટા વધારી દીધા છે. ઇન્ડિયન એમ્બેસીના એક ટ્વીટ અનુસાર આ વખતે એક લાખ 75 હજાર 25 ભારતીયો હજ કરવા જશે. આ કોઇ પણ દેશ માટે અત્યાર સુધીના સૌથી વધુ કોટા છે. 2019માં એક લાખ 40 હજાર ભારતીયોએ હજયાત્રા કરી હતી. આની પહેલાં 2010માં એક લાખ 26 હજાર લોકોએ હજ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.