યુદ્ધમાં ધનુષ-બાણનો ઉપયોગ કરે છે રશિયન સૈનિકો:સોશિયલ મીડિયા પર લોકોએ કરી મજાક, કહ્યું- આ છે રશિયાની હાઇટેક આર્મી

21 દિવસ પહેલા

રશિયન સૈનિકો યુદ્ધમાં ધનુષ અને બાણનો ઉપયોગ કરી રહ્યા છે. આ સૈનિકો પાસે 'ઇમરજન્સી યુઝ' માટે બંદૂકો છે. એટલે કે, જ્યારે ધનુષથી મેળ નહીં પડે ત્યારે આ બંદૂકનો ઉપયોગ કરવામાં આવશે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નેટીઝન્સ તેની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે.

યુક્રેનના આંતરિક બાબતોના મંત્રીના સલાહકાર એન્ટોન ગેરાશચેન્કોએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક રશિયન સૈનિક ધનુષ અને બાણ સાથે જોવા મળી રહ્યો છે. એન્ટોને લખ્યું- આ બશકિરિયા શહેરમાં હાજર એક રશિયન સૈનિક છે. તેની પાસે ધનુષ અને બાણ સાથે બંદૂક પણ છે. શું આ ઘોડેસવાર સેના છે?

સૌથી પહેલાં આ ત્રણ તસવીરો જુઓ...

એન્ટોન ગેરાશચેન્કોના જણાવ્યા અનુસાર, સૈનિકની આ તસવીર રશિયાની એક ટેલિગ્રામ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.
એન્ટોન ગેરાશચેન્કોના જણાવ્યા અનુસાર, સૈનિકની આ તસવીર રશિયાની એક ટેલિગ્રામ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.
તસવીરમાં એક રશિયન સૈનિક ખાલી મેદાનમાં ઊભો છે. તેનું લક્ષ્ય આકાશ તરફ છે. સૈનિકની પીઠ પર લટકતી બંદૂક પણ દેખાઈ રહી છે.
તસવીરમાં એક રશિયન સૈનિક ખાલી મેદાનમાં ઊભો છે. તેનું લક્ષ્ય આકાશ તરફ છે. સૈનિકની પીઠ પર લટકતી બંદૂક પણ દેખાઈ રહી છે.
આ તસવીરમાં સૈનિકની જમણી બાજુએ બાણનો ભાથો પણ દેખાઈ રહ્યો છે. તેમાં ઘણા તીર રાખવામાં આવ્યા છે.
આ તસવીરમાં સૈનિકની જમણી બાજુએ બાણનો ભાથો પણ દેખાઈ રહ્યો છે. તેમાં ઘણા તીર રાખવામાં આવ્યા છે.

3 લાખ લોકોએ પોસ્ટ જોઈ
ધનુષ અને બાણ સાથે તહેનાત આ રશિયન સૈનિકની તસવીરવાળી પોસ્ટને લગભગ 3 લાખ 49 હજાર લોકોએ જોઈ છે. આ પોસ્ટને ત્રણ હજાર લોકોએ લાઈક પણ કરી છે.

સોશિયલ મીડિયા પર પણ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે કટાક્ષમાં લખ્યું - રશિયાની હાઇટેક આર્મી. અન્ય યુઝરે લખ્યું - મને લાગે છે કે આ રશિયન સૈનિકને તીરંદાજીમાં રસ છે. પણ મારા નાના બાબલાનું ધનુષ આના કરતાં વધુ મજબૂત છે. અન્ય એક યુઝરે લખ્યું - એ જોઈને ખુશી થઈ કે રશિયન સેના પાસે 21મી સદીના શ્રેષ્ઠ હથિયારો છે. એક યુઝરે તો ફિલ્મને લગતી કોમેન્ટ પણ કરી હતી. તેણે લખ્યું- જ્યારે તમે અવતાર ફિલ્મ એકથી વધુ વાર જોઈ હશે. ખરેખર, જેમ્સ કેમરૂનની આ ફિલ્મ સાયન્સ ફિક્શન આધારિત છે.

અમેરિકન મેગેઝિન 'ન્યૂઝ વીક' અનુસાર, રશિયન સૈનિકનો આ ફોટો પહેલીવાર નવેમ્બર 2022માં સામે આવ્યો હતો. હવે તે વાયરલ થઈ રહ્યો છે.
અમેરિકન મેગેઝિન 'ન્યૂઝ વીક' અનુસાર, રશિયન સૈનિકનો આ ફોટો પહેલીવાર નવેમ્બર 2022માં સામે આવ્યો હતો. હવે તે વાયરલ થઈ રહ્યો છે.

આને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આને શેર કરતા એક યુઝરે લખ્યું - હવે રશિયન સૈનિકોએ યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો પર કાટ લાગવાની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તેની પાસે ધનુષ અને બાણ છે. વેલ, હજુ એ જાણી શકાયું નથી કે તેઓ યુદ્ધમાં તલવાર અને ભાલાનો ઉપયોગ કરશે કે નહીં.

રશિયા અને યુક્રેન યુદ્ધને એક વર્ષ થશે

24 ફેબ્રુઆરી 2022ના દિવસે રશિયાએ યુક્રેન પર હુમલો કરીને યુદ્ધની ઘોષણા કરી હતી અને ત્યારથી રશિયા યુક્રેન પર સતત હુમલા કરતું રહ્યું છે. જો કે યુક્રેન નાનો દેશ છે છતાં ઝૂક્યો નથી. રશિયા અને યુક્રેન યુદ્ધની તસવીરો વિતેલું વર્ષ તાજું કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...