અમેરિકામાં હિટ એન્ડ રન:વુકેશા શહેરમાં ક્રિસમસ પરેડમાં ધસમસતી SUV ઘૂસી, 5નાં મૃત્યુ, 40 ઘાયલ; ઘાયલોમાં 12 બાળકનો પણ સમાવેશ, આતંકી હુમલાને નકારતી પોલીસ

વુકેશા14 દિવસ પહેલા
  • કોરોનાને કારણે ગયા વર્ષે પરેડ રદ થઈ હતી
  • ઘટનાને લઈને લોકોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે

અમેરિકામાં વિસ્કોન્સિનના વુકેશા શહેરમાં દર વર્ષે ક્રિસમસની પરેડ યોજાય છે. ગયા વર્ષે કોરોનાને કારણે પરેડ નહોતી થઈ, પણ આ વખતે પણ ક્રિસમસની પરેડનું આયોજન થયું હતું. 21 નવેમ્બરને રવિવારે બપોરે આ પરેડ થઈ હતી. પરેડ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બાળકો, મોટેરાં નાચી રહ્યા હતા, ઝૂમી રહ્યા હતા. પરેડ શરૂ થઈ તેને માંડ ચાલીસેક મિનિટ જેટલો સમય થયો હશે ત્યારે અચાનક SUV કાર ધસમસતી આવી અને પરેડમાં મશગુલ લોકો ઉપર ફરી વળી હતી. હીટ એન્ડ રનની આ ઘટનામાં 5 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે જ્યારે 40 ઘાયલ થયા છે. ઘવાયેલાઓમાં 12 જેટલા બાળકોનો સમાવેશ થાય છે. ઘવાયેલા તમામને આસપાસની છ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વુકેશા પોલીસ ચીફ ડેનિયલ થોમ્પસને પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે SUVને જપ્ત કરી લેવામાં આવી છે, જોકે એનો ડ્રાઈવર ફરાર છે. શંકાસ્પદની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ઘટનાસ્થળ પર સ્થિતિ હાલ સામાન્ય છે. આ ઘટના અંગે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે એમ પણ કહ્યું કે, આ ઘટના આતંકી હુમલો નથી. પોલીસે કારના ચાલકને રોકવા ફાયરીંગ કર્યું હતું પણ ચાલકે પોલીસ ઉપર ફાયરીંગ કર્યું હોવાના અહેવાલ વહેતા થયા છે, તે પાયા વિહોણાં છે.

પોલીસ ટીમ ઘટનાસ્થળે આ અંગે માહિતી મળવાના થોડા સમય પહેલાં જ પહોંચી ગઈ. હાલ ઘટના બાબતે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ ટીમ ઘટનાસ્થળે આ અંગે માહિતી મળવાના થોડા સમય પહેલાં જ પહોંચી ગઈ. હાલ ઘટના બાબતે તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાસ્થળને ખાલી કરી લેવામાં આવ્યું છે. પરેડમાં સામેલ થવા આવેલા લોકોનો સામાન અહીં પડેલો છે.
ઘટનાસ્થળને ખાલી કરી લેવામાં આવ્યું છે. પરેડમાં સામેલ થવા આવેલા લોકોનો સામાન અહીં પડેલો છે.

ઘટનાસ્થળે અફરાતફરી
શહેરના મેયર શોની રેલીએ તેને વુકેશા માટે દુઃખદ ઘટના ગણાવી. બીજી તરફ, ઘટનાસ્થળ પર ઉપસ્થિત સ્કોટ ગ્રેગર નામની વ્યક્તિએ મીડિયા સાથેની વાતચીતમાં સમગ્ર ઘટના વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે SUV ઝડપી ગતિથી પરેડની વચ્ચે ઘૂસી ગઈ. ગાડીની ટક્કરને પગલે લોકો આમતેમ પડવા લાગ્યા. લોકો એ વાતને સમજી ન શક્યા કે અચાનક શું થઈ રહ્યું છે. એન પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ.

દુર્ઘટના દરમિયાન અફરાતફરી સર્જાઈ હતી. આ તસવીરમાં તોડફોડને જોઈ શકાય છે.
દુર્ઘટના દરમિયાન અફરાતફરી સર્જાઈ હતી. આ તસવીરમાં તોડફોડને જોઈ શકાય છે.
પોલીસે ઘટનાસ્થળને ચારેબાજુએથી ઘેરી લીધું હતું. ઘટનાને લઈને લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસે ઘટનાસ્થળને ચારેબાજુએથી ઘેરી લીધું હતું. ઘટનાને લઈને લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પરેડમાં મોટી સંખ્યામાં સામેલ હતા લોકો
ગ્રેગરે જણાવ્યું હતું કે ઘટનાના સમયે માર્ચમાં મોટી સંખ્યામાં લોકો સામેલ હતા. દર્શકોની સંખ્યા પણ વધુ હતી. સ્થિતિને સામાન્ય થતાં ઘણો સમય લાગ્યો. 58મી એન્યુઅલ ક્રિસમસ પરેડ બપોરે 2 વાગ્યે શરૂ થઈ, જે સાંજે સાત વાગે પૂરી થવાની હતી. ગત વર્ષે કોરોના વાઈરસની મહામારીને કારણે પરેડ કાઢવામાં આવી નહોતી.

અન્ય સમાચારો પણ છે...