• Home
  • International
  • People in Britain blaming 5G technology for Corona, cabinet minister says this is not true

કોરોનાને લઈને અફવા / બ્રિટનમાં લોકો 5G ટેકનીકને કોરોના માટે જવાબદાર ઠેરવી રહ્યાં છે, કેબિનેટ મંત્રીએ કહ્યું- આ સાચુ નથી

People in Britain blaming 5G technology for Corona, cabinet minister says - this is not true
X
People in Britain blaming 5G technology for Corona, cabinet minister says - this is not true

  • કોરોનાને 5G કનેક્ટિવિટી સાથે જોડ્યા બાદ કેટલાક નાગરિક મોબાઈલ એન્જિનિયરોને ધમકી આપી રહ્યાં છે અને 5G માસ્ટ સળગાવી રહ્યાં છે
  • મોબાઈલ કનેક્ટિવિટીની મહત્વની સુવિધાઓને નુકસાન પહોંચાડવાથી હવે બ્રિટનના કોમ્યુનિકેશન નેટવર્ક પર ખતરો સર્જાયો છે

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 04:30 PM IST

લંડન. બ્રિટનમાં કોરોના સંક્રમણ રોકવામાં લાગેલા અધિકારીઓને એક નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો સંક્રમણ ફેલાવવા પાછળ 5જી કનેક્ટિવિટીને જવાબદાર ઠેરવી રહ્યાં છે. કેટલાક લોકો મોબાઈલ એન્જિનિયરને ધમકી આપી રહ્યાં છે અને 5 જી ટાવર સળગાવી રહ્યાં છે. બીજી તરફ જાણકારોનું કહેવું છે કે આ ટેકનીકને સંક્રમણ સાથે કોઈ સંબંધ નથી. આ સિવાય એવો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ નથી. 

કેબિનેટ મંત્રી માઈકલ ગોવોએ આ વાતોનું ખંડન કર્યું છે. તેમણે આ બાબતને મૂર્ખતા સાથે સરખાવી છે. તેમણે આ બાબતને વધુમાં ખતરનાક હોવાનું પણ કહ્યું છે. મોબાઈલ કનેક્ટિવિટીની મહત્વની સુવિધાને નુકસાન પહોંચાડવાના પગલે હવે અહીં કોમ્યુનિકેશન નેટવર્ક પર ખતરો સર્જાયો છે. સોશિયલ મીડિયા પર કોરોનાને 5 જી સાથે જોડાવાનું ષડયંત્ર હોવાની પોસ્ટ્સ પણ ઘણી છે. કેટલાક કોરોના નિષ્ણાંતો આ અંગે તેમના લેખ દ્વારા તર્ક પણ આપી રહ્યાં છે. તેને જોતા હવે આ મામલામાં ગૂગલ કંપનીએ આ મામલામાં દખલ કરવાનો નિર્ણય કર્યો છે.

નેશનલ હેલ્થ સર્વિસના ડાયરેક્ટરે મોબાઈલ નેટવર્કને જરૂરી ગણાવ્યું

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે મેડિકલ ડાયરેક્ટર સ્ટીફન પોવિસને કહ્યું કે આ સંપૂર્ણ રીતે ખોટું છે. આ એક ખૂબ ખરાબ પ્રકારના ફેક ન્યુઝ છે. વાસ્તવિકતા એ છે કે મોબાઈલ ફોન નેટવર્ક હાલના સમયમાં આપણા બધા માટે જરૂરી છે. તેને નુકસાન પહોંચાડવાથી સ્વાસ્થ્ય સેવાઓ પર અસર પડી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી