તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • People In Britain Admit That They Are Less Racist Than Americans, With 31% Of Whites Here Considering Their Country To Be Racist.

ભાસ્કર વિશેષ:બ્રિટનના લોકોએ સ્વીકાર્યું કે તેઓ અમેરિકા કરતા ઓછા રંગભેદી, અહીંના 31% શ્વેતો પોતાના દેશને રંગભેદી માને છે

લંડન6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્સ હૅરી અને મેગનના ઇન્ટરવ્યૂ બાદ શાહી પરિવારનો રંગભેદ ચર્ચામાં

બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હૅરી અને તેની પત્ની મેગને રવિવારે એક ટીવી ઇન્ટરવ્યૂમાં શાહી પરિવાર સામે રંગભેદનો આક્ષેપ કર્યો હતો. બંનેએ કહ્યું કે તેઓ શાહી પરિવાર દ્વારા ભેદભાવના કારણે બ્રિટન છોડીને અમેરિકામાં રહે છે. ત્યાર પછીથી આ વિવાદિત મામલો ઘણો ચર્ચામાં છે.

જોકે, શાહી પરિવારે રંગભેદના આક્ષેપોને ફગાવ્યા છે. આ મામલા બાદ ‘ધ ઇકોનોમિસ્ટ’એ બ્રિટનના શ્વેતો અને અશ્વેતો વચ્ચે રંગભેદ સહિત તમામ મુદ્દે એક સરવે કર્યો. તેમાં બ્રિટનના લોકોનું માનવું છે કે અમેરિકાની સરખામણીમાં તેમનો દેશ ઓછો રંગભેદી છે પણ ઘણાં લોકોનું માનવું છે કે શિક્ષણ અને રોજગારીની તકો બાબતે અમેરિકા વધુ સારું છે.

બ્રિટનના 31% લોકોનું માનવું છે કે તેમનો દેશ રંગભેદી છે. બીજી તરફ 46% જાતિ આધારિત લઘુમતીઓ બ્રિટનને રંગભેદી કે જાતીય ભેદભાવવાળો દેશ માને છે. સરવે મુજબ, બ્રિટનના અશ્વેતો યુરોપના અન્ય દેશોની સરખામણીમાં રંગભેદની ઓછી ફરિયાદ કરે છે.

મોટિવેશન અને ઇચ્છાશક્તિ વધારવા બાબતે પણ લોકો અમેરિકાને વધુ સારું માને છે. શાહી પરિવાર સામેના રંગભેદના આક્ષેપો 1997માં પ્રિન્સેસ ડાયેનાના મોત પછીનું સૌથી મોટું સંકટ મનાય છે.

બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ વિલિયમે કહ્યું- અમે રંગભેદી નથી
શાહી પરિવાર રંગભેદી હોવાના આક્ષેપો વચ્ચે પ્રિન્સ વિલિયમે ગુરુવારે કહ્યું કે બ્રિટનનો શાહી પરિવાર રંગભેદી નથી. પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગને અમેરિકાની જાણીતી ટીવી એન્કર ઓપ્રાહ વિન્ફ્રેને આપેલા ઇન્ટરવ્યૂમાં શાહી પરિવાર રંગભેદી હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...