શ્રીલંકાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં મળ્યાં નોટોના બંડલ:નોટ ગણતાં લોકોનો વીડિયો સામે આવ્યો; પ્રદર્શનકારીઓએ તમામ પૈસા સેનાને સોંપ્યા

કોલંબો3 મહિનો પહેલા

શ્રીલંકામાં છેલ્લાં ત્રણ મહિનાથી રાજકીય અને આર્થિક ઉથલપાથળ વચ્ચે આંદોલનકારીઓએ ગઈકાલે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર કબજો જમાવી લીધો છે. જે બાદ પ્રદર્શનકારીઓએ જ્યારે અહીં તપાસ કરી તો લગભગ 39 લાખ રૂપિયા (1.78 કરોડ શ્રીલંકાઈ રૂપિયા) કેશ મળ્યા. પ્રદર્શનકારીઓએ તમામ પૈસા સેનાને સોંપી દીધા છે.

બીજી બાજુ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યા બાદ આંદોલનકારી જોરાદર મોજ મસ્તી કરતા નજરે પડે છે. જ્યાં કેટલાંક લોકો રાષ્ટ્રપતિના સ્વિમિંગ પૂલમાં ડુબકીઓ લગાવી રહ્યાં છે, તો કેટલાંક પ્રેસિડન્ટની ચેર પર બેસીને ફોટો ખેંચાવી રહ્યાં છે. તો કેટલાંક લોકો રોયલ કિચનમાં ડિનર કરતાં નજરે પડ્યા, જ્યારે કેટલાંક રાષ્ટ્રપતિના બેડરૂમમાં આરામ ફરમાવી રહ્યાં હતા.

તસવીરોમાં જુઓ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યા પછી પ્રદર્શનકારીઓ કઈ રીતે મોજમસ્તી કરી રહ્યાં છે....

રાષ્ટ્રપતિ ભવનમાં હોલમાં જમીન પર સૂઈને આ લોકો ટીવીમાં પોતાના પ્રદર્શનો જોઈ રહ્યાં છે.
રાષ્ટ્રપતિ ભવનમાં હોલમાં જમીન પર સૂઈને આ લોકો ટીવીમાં પોતાના પ્રદર્શનો જોઈ રહ્યાં છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનનો આ સ્વીમિંગ પૂલ છે, જેની નજીક જવું દરેક લોકો માટે શક્ય નથી. આજે સામાન્ય લોકો તેમાં તરીને મજા કરી રહ્યાં છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનનો આ સ્વીમિંગ પૂલ છે, જેની નજીક જવું દરેક લોકો માટે શક્ય નથી. આજે સામાન્ય લોકો તેમાં તરીને મજા કરી રહ્યાં છે.
રાષ્ટ્રપતિ ભવનના ડ્રોઈંગ રૂમમાં લોકો જોરદાર મસ્તી કરી રહ્યાં છે. કોઈ સેલ્ફી લઈ રહ્યાં છે તો કોઈ સોફા પર બેસીને આરામ ફરમાવી રહ્યાં છે.
રાષ્ટ્રપતિ ભવનના ડ્રોઈંગ રૂમમાં લોકો જોરદાર મસ્તી કરી રહ્યાં છે. કોઈ સેલ્ફી લઈ રહ્યાં છે તો કોઈ સોફા પર બેસીને આરામ ફરમાવી રહ્યાં છે.

ભારતે મદદ માટે હાથ લાંબો કર્યો
ભારતે એક વખત ફરી શ્રીલંકા તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારતીય ઉચ્ચાયુક્ત ગોપાલ બાગલેએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે શ્રીલંકાની મદદ માટે 44,000 મેટ્રિક ટન યુરિયા મોકલ્યું છે. તેમને સોશિયલ મીડિયા પર લખ્યું- વિભિન્ન વર્ગ, વિવિધ માગ: એક સાથે- ભારત

શ્રીલંકા સંકટ પર કોંગ્રેસે નિવેદન જાહેર કર્યું

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ શ્રીલંકાની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચિંતા જાહેર કરી છે. સોનિયાએ કહ્યું અસહ્ય મોંઘવારી અને જરૂરી વસ્તુની ઉણપે ત્યાંના લોકો માટે ભારે સંકટ ઊભું કરી દીધું છે. અમે આશા કરીએ છીએ કે ભારત સરકાર શ્રીલંકાની મદદ કરવાનું યથાવત રાખશે. કોંગ્રેસ પણ આ સંકટના સમયમાં લંકાના લોકોની સાથે જ છે.

ભારતમાં શ્રીલંકાથી કોઈ શરણાર્થી સંકટ નથી
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત સરકાર હંમેશા શ્રીલંકાનું સમર્થન કરતું રહેશે. હાલ જે સંકટ છે તેને લઈને પણ મદદ કરવાના પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ભારતીય વિદેશ મંત્રીએ તે પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં શ્રીલંકા તરફથી કોઈ શરણાર્થી સંકટ નથી.

વડાપ્રધાનના ઘરમાં આગ લગાડનાર 3 ઉપદ્રવીની ધરપકડ
શનિવારે કેટલાંક ઉપદ્રવિઓએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘના ખાનગી ઘરમાં આગ લગાવી દીધી હતી. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તો પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ નિવાસસ્થાનની બહાર નીકળવાનો ઈનકાર કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...