• Gujarati News
  • International
  • People Consider Themselves Parents By Raising Dogs And Cats Instead Of Having Children, Which Is Selfishness; His Old Age Will Go Bad: Pope

ભાસ્કર વિશેષ:લોકો બાળકો પેદા કરવાના બદલે કૂતરાં-બિલાડાં પાળીને પોતાને પેરન્ટ્સ માને છે, જે સ્વાર્થીપણું છે; તેમનું ઘડપણ ખરાબ જશે: પોપ

રોમ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું કહેવું છે કે દુનિયાભરમાં સાંસ્કૃતિક મૂલ્યોનો ધોવાણ થઇ રહ્યું છે. ઘણા પરિણીત યુગલો બાળકો પેદા નથી કરતાં અને કૂતરાં-બિલાડાં પાળી રહ્યાં છે. પાલતુ પ્રાણીઓને પાળીને તેઓ પોતાને પેરન્ટ્સ સમજી રહ્યા છે પણ તે સ્વાર્થીપણું છે. વેટિકનમાં પોતાના વક્તવ્યમાં પોપે કહ્યું કે પાલતુ પ્રાણીઓ પાળતા લોકો પોતે માતા-પિતા બની ચૂક્યાં હોવાના ભ્રમમાં રાચે છે પરંતુ આ ટ્રેન્ડના કારણે વિશ્વભરમાં જન્મદર ઘટી રહ્યો છે.

લોકો માનવતાથી પણ દૂર જઇ રહ્યા છે. આજકાલનાં કપલ્સ બાળકો પેદા જ નથી કરતાં કે પછી એક જ બાળક પેદા કરે છે જ્યારે બે-બે કૂતરાં, બિલાડી કે અન્ય પાલતુ પ્રાણી પાળીને પોતાને પેરન્ટ્સ સમજવા માંડે છે. પાલતુ પ્રાણીને પાળીને તમે તેમની સાથે ભાવનાત્મક સંબંધ તો બાંધી લે છે પણ માતા-પિતા અને સંતાન વચ્ચેના સંબંધથી વંચિત રહી જાય છે.

ઇટાલીમાં ઘટતા જન્મદર તરફ ઇશારો કરતા પોપે કહ્યું કે સંતાનો જ નહીં હોય તો તમે ઘરડા થશો ત્યારે તમારું ધ્યાન કોણ રાખશે? વરિષ્ઠ નાગરિકોના પેન્શન માટે ટેક્સ કોણ ભરશે? બીજી તરફ પોપની આ ટિપ્પણીનો કેટલાક એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન્સે વિરોધ પણ કર્યો છે. તેમનું કહેવું છે કે પાલતુ પ્રાણીઓનું જીવન પણ મહત્ત્વનું હોય છે. આપણે બધાના જીવનને મહત્વનું માનવું જોઇએ.

સંતાનો વિનાના પરિવારોને કારણે માનવતા પર મોટો ખતરો
પોપે કહ્યું કે સંતાનો વિનાના પરિવારોને કારણે માનવતા પર પણ મોટો ખતરો છે, કેમ કે તેના કારણે માનવીય મૂલ્યો નષ્ટ થઇ જાય છે. સરકારોએ બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવી જોઇએ. કાગળિયાંની કાર્યવાહી ઓછામાં ઓછી હોવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...