10 તસવીરોમાં તાલિબાની હેવાનિયત:લોકો પર લાકડીઓ અને ચાબુકથી હુમલો કર્યો, લોહીથી લથપથ બાળકો અને મહિલાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરુષોના ચહેરા કાળા કરી ગળામાં દોરી બાંધી પરેડ કરાવામાં આવી

તાલિબાને અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા પછી કહ્યું હતું કે તેઓ શાંતિ અને અમન સાથે શાસન કરવા માગે છે, પરંતુ આ તાલિબાન છે.... તેમની કહેવાની વાતો અને હકીકતમાં જમીન-આસમાનનો તફાવત હોય છે. અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ આ બાબતને પાક્કી કરે છે કે તાલિબાન માત્ર ખૌફ અને ડરાવવાની ભાષા જાણે છે.

તાલિબાનીઓ ખુલ્લેઆમ દેશની શેરીઓમાં તોડફોડ કરી રહ્યા છે. મહિલાઓ અને બાળકો લોહીથી લથપથ છે. તાલિબાની લડાકુઓ રોકેટ લોન્ચર્સ સાથે રસ્તાઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. લોકોને લાકડીઓ અને ચાબુક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે અને તેમના પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પુરુષોના મોઢા કાળા કરીને તેમના ગળામાં દોરડા બાંધી પરેડ કરાવામાં આવી રહી છે. મંગળવારે લેવામાં આવેલી તસવીરો તાલિબાનની હકીકત બતાવી રહી છે.

તાલિબાનની અફઘાની નાગરિકો પર હિંસા 10 તસવીરોમાં.........

કાબુલ એરપોર્ટની બહાર રાહ જોઈ રહેલા લોકોને તાલિબાનીઓએ હથિયારો વડે મારીને ભગાડ્યા, બાળકોને પણ તાલિબાનીઓ છોડતા નથી

હેરાતમાં તાલિબાને લોકોમાં પોતાનો ડર પેદા કરવા માટે પુરુષોના મોઢા કાળા કરી તેમના ગળામાં દોરી બાંધી તેમને રસ્તામાં ફેરવ્યા

તાલિબાને અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા પછી કહ્યું હતું કે તેઓ શાંતિ અને અમન સાથે શાસન કરવા માગે છે પરંતુ આ તસવીર તેમની હકીકત દર્શાવી રહી છે.

તાલિબાનીઓએ કાબુલ એરપોર્ટ પર પહોંચવાનો પ્રયત્ન કરી રહેલા લોકો પર હુમલો કર્યો. તેમા આશરે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા

શાંતિની વાતો કરનારુ તાલિબાન લોકો પર હિંસા કરી રહ્યું છે. લોકોના ચહેરા પર તાલિબાનીઓનો ડર દેખાય રહ્યો છે.

કાબુલ એરપોર્ટ પર તાલિબાની હુમલામાં ઘાયલ થયેલી મહિલાને ઉઠાવતા બે લોકો. એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહેલા લોકો પર તાલિબાનીઓએ હુમલો કર્યો હતો

તાલિબાને કહ્યું હતું કે જે દેશ છોડીને જવાં માગે છે તેમને રોકવામાં આવશે નહીં, પરંતુ હકીકતમાં આવું કશું બની રહ્યુ નથી

અફઘાનિસ્તાનથી એક ગંભીર વીડિયો સામે આવી રહ્યો છે કે જેમા એક અફઘાની યુવતી અમેરિકી સૈનિકોને વિનંતી કરી રહી છે કે અમને તાલિબાનીઓથી બચાવો

કાબુલ એરપોર્ટની બહાર તાલિબાની લડાકુઓ તૈનાત છે જેમણે મંગળવારે એરપોર્ટ પર પ્રવેશતા લોકો પર હુમલો કર્યો હતો

કાબુલના વઝીર અકબર ખાન પોતાના વિસ્તારમાં બંદૂક લઈને ફરી રહ્યા છે. તાલિબાનીઓ ગાડીમાં રોકેટ લોન્ચર લઈને ફરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...