તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • People Are Getting Vaccines Without Numbers, Health Workers Are Annoyed, Many Vaccination Centers Are Not Being Monitored

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:લોકો નંબર વિના જ વેક્સિન લઈ રહ્યા છે, સ્વાસ્થ્યકર્મીઓ નારાજ, અનેક રસીકરણ કેન્દ્રો પર નજર નથી રખાઈ રહી

ન્યુયોર્ક4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મેક્સિકોમાં પણ રસીકરણની શરૂઆત થઈ. - Divya Bhaskar
મેક્સિકોમાં પણ રસીકરણની શરૂઆત થઈ.
 • પ્રથમ તબક્કે ફ્રન્ટલાઈન હેલ્થ વર્કસને વેક્સિન આપવાની છે

અમેરિકામાં કોરોના રસીકરણ શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કે સ્વાસ્થ્યકર્મીઓ, એસેન્શિયલ વર્કર્સ અને વૃદ્ધોને વેક્સિન અપાઈ રહી છે. જોકે અનેક સેન્ટર પરથી એવી ફરિયાદ મળી છે કે એવા લોકો પણ લાઈન તોડીને સામેલ થઈ રહ્યાં છે જે પ્રાથમિકતાની યાદીમાં સામેલ નથી. ન્યુયોર્કની સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલમાંથી એક મોર્ગન સ્ટેનલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ સમાચાર ફેલાયા કે નવમા માળે લાઇનમાં લાગેલા લોકો પર નજર નથી રખાઈ રહી. તેમાં કોઈપણ સામેલ થઈ વેક્સિન લગાવી રહ્યાં છે. આ પ્રકારના સમાચાર અમેરિકાના અનેક અન્ય રસીકરણ સેન્ટરથી પણ મળ્યાં છે.સરકારના નિયમો અનુસાર સૌથી વધુ ખતરા હેઠળ સ્વાસ્થ્ય કર્મચારીઓને પહેલા વેક્સિન અપાઈ રહી છે પણ અનેક એવા લોકો લાઈનમાં ઊભા જોવા મળી રહ્યાં છે જેમણે મહામારીમાં મોટાભાગનો સમય વર્ક ફ્રોમ હોમમાં પસાર કર્યો છે. જે હોસ્પિટલોમાં આવા મામલા સામે આયા છે ત્યાંના મેનેજમેન્ટે તેના માટે માફી માગી છે. લોકો આવી ઘટનાઓને લીધે રોષે પણ ભરાયા છે.

મીડિયાને માહિતી આપવા પર હોસ્પિટલ જોબમાંથી કાઢી મૂકવાની ધમકી આપી રહી છે
ન્યુયોર્ક ટાઈમ્સે અનેક હોસ્પિટલના ડૉક્ટરો અને નર્સો સાથે વાતચીત કરી. તેમણે વેક્સિન વિતરણની પ્રક્રિયા પર સવાલ ઊભા કર્યા. જોકે કોઈ પોતાનું નામ જાહેર કરવા માગતા નથી. સૂત્રો અનુસાર હોસ્પિટલે તેના વિશે કંઇ પણ બોલવા બદલ કર્મચારીઓને જોબ પરથી કાઢી મૂકવાની ધમકી આપી છે. અમુક સ્વાસ્થ્યકર્મીઓએ જણાવ્યું કે તેમને તેના વિશે ત્યારે જાણ થઈ જ્યારે તેમણે જોયું કે તેમના અનેક સહયોગી જે યાદીમાં નહોતા તે વેક્સિન લગાવતાં પોતાની તસવીર પોસ્ટ કરવા લાગ્યા.

દુનિયામાં ચેપગ્રસ્તોની સંખ્યા 8 કરોડને પાર, તેમાં એક ચતુર્થાંશથી વધુ એક્ટિવ
દુનિયામાં કોરોના વાઈરસથી અત્યાર સુધી ચેપગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 8 કરોડને વટાવી ચૂકી છે. જ્યારે વર્તમાન એક્ટિવ કેસ 2.2 કરોડ છે. એટલે કે એક્ટિવ કેસ કુલ કેસના 27 ટકા છે. 75 લાખથી વધુ એક્ટિવ કેસ તો ફક્ત અમેરિકામાં છે. ભારતમાં એક્ટિવ કેસ 2.82 લાખ જ છે. ફ્રાન્સમાં આશરે 25 લાખ ચેપગ્રસ્તોમાં 22 લાખ એક્ટિવ કેસ છે. અમેરિકામાં ગુરુવારે 1.93 લાખ કેસ સામે આવ્યા. અા દિવસે ત્યાં 2836 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

52 વર્ષીય ડૉક્ટરનું મોત, જાતિવાદનો આરોપ મૂક્યો હતો
અમેરિકાના ઈન્ડિયાનાપોલિસમાં 52 વર્ષીય અશ્વેત ડૉક્ટરનું કોરોનાને લીધે મોત નીપજ્યું. તેમનું નામ ડૉ. સૂઝેન મૂરે હતું. તેમણે બે અઠવાડિયા પૂર્વે એક વીડિયો જારી કર્યો હતો. તેમાં કહ્યું કે હોસ્પિટલના શ્વેત ડૉક્ટરોએ એવું માનવાને ઈનકાર કરી દીધો કે મને શ્વાસ લેવામાં તકલીફ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો