તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇડન એક્શનમાં:અમેરિકામાં પાંચ લાખ ભારતીયો માટે ગ્રીનકાર્ડનો માર્ગ મોકળો, બાઇડને ટ્રમ્પના 17 નિર્ણય ઊલટાવી દીધા

વૉશિંગ્ટનએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આઈટી પ્રોફેશનલો અને દસ્તાવેજો વિના રહેતા 1.1 કરોડ લોકોને લાભ

અમેરિકન પ્રમુખ જો બાઇડન સત્તા સંભાળતાં જ એક્શનમાં આવી ગયા છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના અનેક નિર્ણયોને રદ કરી દીધા છે. તેમાં બે નિર્ણય સીધા ભારતીય આઈટી પ્રોફેશનલો અને ત્યાં સત્તાવાર પુરાવા વિના રહેતા ભારતીયો સાથે જોડાયેલા છે. પહેલો- બાઈડને રોજગાર આધારિત ગ્રીનકાર્ડ માટે તમામ દેશની નક્કી મર્યાદા સમાપ્ત કરી દીધી છે, જેમાં ભારતીય આઈટી પ્રોફેશનલોને સીધો લાભ થશે. બીજો- એવા ઈમિગ્રન્ટને અમેરિકન નાગરિકત્વ મળશે જેમની પાસે કાયદાકીય દસ્તાવેજો નથી. અમેરિકામાં આવા 1.1 કરોડ ઈમિગ્રન્ટ છે, જેમાં આશરે 5 લાખ ભારતીય છે.

બાઈડને કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા પછી અમેરિકન કોંગ્રેસ પાસે ગેરકાયદે ઈમિગ્રન્ટને સ્થાયી દરજ્જો અને નાગરિકત્વ આપવા કાયદો બનાવવાનો આગ્રહ કર્યો છે. પ્રસ્તાવિત માઈગ્રેશન બિલ હેઠળ 1 જાન્યુઆરી, 2021 સુધી અમેરિકામાં કાયદાકીય દરજ્જા વિના રહેતા લોકોને પોલીસ તપાસ પછી ગ્રીનકાર્ડ મળશે. ત્યાર પછી તેમને વધુ ત્રણ વર્ષ માટે નાગરિકત્વ મળી શકે છે. બીજી તરફ, સેનેટે સૌથી પહેલા નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે બાઈડેન દ્વારા નોમિનેટ એવરિલ હેન્સની નિમણૂક કરી છે.

હવે સેનેટમાં પણ ડેમોક્રેટ્સને બહુમતી
ત્રણ નવા સેનેટરોના શપથ સાથે અમેરિકન સંસદના બંને ગૃહમાં ડેમોક્રેટ્સને બહુમતી છે. હવે સેનેટમાં સત્તારૂઢ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સના 50-50 સભ્ય છે. સમાન મત પડશે તો ઉપપ્રમુખ કમલા હેરિસ મત આપશે. એટલે ગૃહમાં ડેમોક્રેટ્સ હાવી રહેશે.

પોર્ટલેન્ડમાં ડેમોક્રેટ પાર્ટીની ઓફિસમાં ટ્રમ્પ-સમર્થકોનો હુમલો
બાઇડનના વિરોધમાં પોર્ટલેન્ડમાં ટ્રમ્પના સમર્થકોએ ડેમોક્રેટ પાર્ટીની ઓફિસમાં તોડફોડ કરી હતી. પોલીસે તેમને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ છોડ્યા હતા.

બાઇડને ટ્રમ્પના 17 નિર્ણયો ઊલટાવી દીધા

 • અમેરિકામાં 100 દિવસ સુધી માસ્ક પહેરવું ફરજિયાત.
 • અમેરિકા પેરિસ ક્લાઈમેટ ચેન્જ ડીલમાં સામેલ થશે.
 • અમેરિકા ડબ્લ્યુએચઓમાં ફરી સામેલ થશે.
 • મેક્સિકો સરહદે દીવાલ નિર્માણ પર પ્રતિબંધ લગાવાયો.
 • મુસ્લિમ દેશો પર લગાવેલો ટ્રાવેલ બેન હટાવી દેવાયો.
 • વિદ્યાર્થીઓનું લોન પેમેન્ટ સપ્ટેમ્બર સુધી ટાળી દેવાયું.
 • અમેરિકા-કેનેડા પાઈપલાઈનનું વિસ્તરણ નહીં થાય. બાઈડેન પહેલો ફોન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો